For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Moto G: મોટોરોલાના આ ફોનમાં છે 10 યુનિક ફિચર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મોટોરોલાએ પોતાના મોટો જી હેંડસેટ લોન્ચ કરી દિધો છે, યૂએસમાં આ 179 ડોલર એટલે કે 11,300 રૂપિયાની આસપાસ લોન્ચ કરવામાં આવ્યો છે એટલે કે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જે જાન્યુઆરીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવનાર મોટો જીની કિંમત 13,000 રૂપિયાની આસપાસ હશે. ફોનના ફિચરો અને તેના હાર્ડવેરને જોતાં બીજા મેન્યુફેક્ચરોના પરસેવા છૂટી રહ્યાં છે કારણ કે યૂએસમાં તેને ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે એ પણ અનલોક વર્જન 179 ડોલરમાં ખરીદી શકાય છે.

આવો વાત કરીએ મોટો જીના ફિચરો વિશે, મોટો જીમા6 4.5 ઇંચની 720 પિક્સલ સપોર્ટ સ્ક્રિન આપવામાં આવી છે જે 329 પિક્સલ પર ઇંચ સપોર્ટ કરે છે એટલે કે તેની સ્ક્રિન આઇફોન 5એસ કરતાં સારી છે. તેમાં પાવરફૂલ સ્નેપડ્રેગન 400 એસઓસીની સાથે 1.2 ગીગાહર્ટનો ક્વોર્ડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 1 જીબી રેમની સાથે ફોનને ફાસ્ટ પ્રોસેસિંગ આપે છે. ફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરો અને 1.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

મોટો જી 720 પિક્સલનો વીડિયો રેકોર્ડ કરે છે જે આ રેન્જમાં બ્રાંડેડ ફોનમાં તમને ભાગ્યે જ મળશે. મોટો જીને બે વર્જનમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 9 જીબી વર્જનની કિંમત 179 ડોલર એટલે કે 11,200 રૂપિયા છે તો બીજી તરફ 16 જીબી વર્જનની કિંમત 199 ડોલર એટલે કે 12,500 રૂપિયા છે. કંપનીએ અત્યારે હેન્ડસેટમાં 4 જીબી એટલે કે એલટીઇ વર્જન વિશે કોઇપણ નિવેદન આપ્યું નથી. હાં હેન્ડસેટમાં વાઇફાઇ સપોર્ટ કરે છે. જો કે ફોનને યૂકે, કેનેડા અને યૂરોપમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આવો નજર કરીએ તેમાં આવેલા કેટલાક યૂનિક ફિચરો પર.

વોટર રજિસ્ટેંડ કોટિંગ

વોટર રજિસ્ટેંડ કોટિંગ

મોટોરોલાએ મોટો જીમાં વોટર રજિસ્ટેંટ કોટિંગ કર્યું છે એટલે કે જો ફોનમાં પાણીના છાંટા અથવા થોડું પાણી જતું રહે તો તેના કવરમાં અથવા ફોનની બોડીમાં પાણી ટકશે નહી જેથી દાગ લાગશે નહી.

એસિસ્ટ એપ્લિકેશન

એસિસ્ટ એપ્લિકેશન

ફોનમાં મોટોરોલા એસિસ્ટ એપ્લિકેશન આપવામાં આવી છે જે તમારા મેસેજનો ઓટો રિપ્લાઇ આપી શકે છે, જેમ કે તમે ડ્રાઇવ કરી રહ્યાં હોવ અથવા કોઇ મીટિંગ વ્યસ્ત હોવ છો.

એસેસરીઝ

એસેસરીઝ

ફોનની સાથે તમને ઘણી બધી એસેસરીઝ મળશે જેમ કે તમે બેક પેનલને તમે તમારી પસંદગીના કલર મુજબ બદલી શકો છો. આ સાથે ઇયરફોન, જેલીએલ પોર્ટેબલ સ્પીકર પણ ફોનની સાથે તમે ખરીદી શકો છો.

ચેંજેબલ કવર

ચેંજેબલ કવર

મોટોરોલા જીમાં 7 કલરમાં બેક કવર આપવામાં આવ્યા છે જેને તમે પોતાની પસંદગી મુજબ સેટ કરી શકો છો.

ડ્યૂલ સિમ

ડ્યૂલ સિમ

મોટો જીમાં ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે જે ભારતીય યૂજરને સૌથી વધુ પોતાની તરફ આકર્ષિત કરશે.

એફએમ એપ્સ

એફએમ એપ્સ

મોટોરોલા મોટો જીમાં એફએમ રેડિયો એપ્લીકેશન આપવામાં આવી છે જેનાથી યૂજર લોકલ રેડિયો સ્ટેશનમાં મ્યૂઝિકની મજા માણી શકશે.

એક્સ્ટ્રા ડ્રાઇવ સ્ટોરેજ

એક્સ્ટ્રા ડ્રાઇવ સ્ટોરેજ

મોટો જી યૂજરને 50 જીબીની એક્સ્ટ્રા ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ મળે છે જો કે આ પહેલાં 15 જીબી ફ્રી સ્ટોરેજનો ઉપયોગ યૂજર કરી શકે છે.

પાવરફૂલ એપ્લિકેશન

પાવરફૂલ એપ્લિકેશન

મોટોરોલાએ પોતાના નવા ફોનમાં ઇમેજિન એપ્લિકેશન આપી છે જેની મદદથી તમે કેમેરાના કેટલાક ફિચરો પોતાના ફોનની સ્ક્રિનમાં ઉપયોગ કરી શકો છો.

મોટોરોલા માઇગ્રેટ

મોટોરોલા માઇગ્રેટ

મોટોરોલા એપ્સની મદદથી તમે પોતાના ફોન ડેટા જેવા કોન્ટેક્ટ અને બીજી તરફ કેટલીક જાણકારીઓને સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.

સ્ટ્રોંગ ફોકસ

સ્ટ્રોંગ ફોકસ

ફોનના બેઝિક ફિચરો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે તેમાં કેટલીક ગૂગલ સર્વિસ અને કેટલીક વિજિટ આપવામાં આવી છે. મોટોરોલાના અનુસાર સોફ્ટવેર ટીમે ફોનના બેઝિક ફિચરો પર ખૂબ કામ કર્યું છે.

English summary
After weeks of rumours and speculation, Motorola has finally unveiled the Moto G. Announced at an event in Sao Paulo, Brazil, the device will be sold on the Google-owned company’s official website in the US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X