For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે મોદી પાસે માફી નહી વિકાસ માંગે છે મુસલમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 28 મે: વારાણસીમાં નરેન્દ્ર મોદીની તાજપોશીની સાથે જ હવાનો રૂખ બદલાયો અને જશ્નનો દૌર આજે પણ ચાલી રહ્યો છે. ખુશીઓ હજાર રંગોમાં વિખેરી નમો-નમોના ગીત ગણગણાવતાં પ્રતીત થયા. દરેક પોત પોતાના અંદાજમાં ખુશીઓ મનાવતાં જોવા મળ્યા. મુસ્લિમ સમાજમાં પણ નરેન્દ્ર મોદીની તાજપોશીની ખુશી ઓછી જોવા મળી નહી. તેમના જશ્નમાં શરણાઇની ગૂંજ, ગુલાલના રંગ, ફટાકડાના ધમાકા, શુભેચ્છાઓનો સિલસિલો અને લાડવાઓની મિઠાસ જેવી વિવિધતા જોવા મળી. આજે સવારે પણ કાશી ક્ષેત્રમાં ગામની પગદંડીઓથી માંડીને વારાણસી શહેરની ગલીઓ સુધી ખુશીઓના ઇઝહાર નજર આવી રહ્યાં છે.

આજે અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ મહામંત્રી હૈદર અબ્બાસ ચાદના નેતૃત્વમાં ગુલાબ બાગ પાર્ટી કાર્યાલયની બહાર શરણાઇ વગાડી મિઠાઇઓ વહેંચવામાં આવી. આતિશબાજી વચ્ચે એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવી. બજરડીહામાં રોશન અલી તથા દોસીપુરામાં હાજી હમીદુલ હસનના નેતૃત્વમાં મિઠાઇ વહેંચીને ખુશીઓ મનાવવામાં આવી. મિર્ઝાપુર, ચૌબેપુર, રામનગર, રોહનિયા, સહિત અન્ય ગ્રામીણ અંચલોમાં અબીલ-ગુલાલ ઉડ્યા, નમો ચાનું વિતરણ થયું, આતિશબાજી વચ્ચે ફટાકડા ફોડ્યા.

narendra-modi-600-28

બીજી તરફ કાલે સવારથી વિભિન્ન મંદિરોમાં મંત્રોચ્ચાર થતા રહ્યા, ક્યારેક ગંગાના વિભિન્ન ઘાટોથી દૂધની ધારા વહી તો ક્યારેક ગંગાની ધારામાં દીપોની માળાને અઠખેલિયા કરતાં જોઇ પ્રવાસીઓના દિલ બાગબાગ થઇ ગયા. ઢોલ નગારાની થાપ પર ઝૂમતાં સમર્થક અને આકાશમાં આતિશબાજી એવી કે જાણે દિવાળી હોય.

ભાજપના નેતાઓએ બાબા વિશ્વનાથ દરબારમાં માથું ટેકી આર્શીવાદ માંગ્યા પછી મોદી-મોદી કરતાં ગંગાનો દુગ્ધાભિષેક કર્યો. ઘાટ કિનારે દુગ્ધાભિષેક બાદ કાર્યકર્તાઓએ ગંગા પાર રેતથી સંસદ સુધી નરેન્દ્ર મોદીની વિજય મુદ્રાવાળી આકૃતિ બનાવી. નાવડી પર નમો ચાલીસાની સાથે અન્ય લોકગીત ગાઇને જશ્ન મનાવ્યો.

નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને યાદગાર મનાવવા માટે ભાજપના બધા કાર્યાલયોમાં ખૂબ ચહેલપહેલ હતી. ગુલાબબાગ સ્થિત સવારમાં કાર્યાલયમાં પહોંચેલા કાર્યકર્તાઓનું અબીલગુલાલથી સ્વાગત કર્યા બાદ મોઢું મીઠું કરાવવામાં આવ્યું. વેપારીઓએ હનુમાન મંદિરમાં માથું ટેક્યા બાદ કાર્યકર્તાઓએ દીપદાન કર્યું.

ધારાસભ્ય શ્યામદેવ રાય ચૌધરી દાદાના નેતૃત્વમાં ભાજપાઇઓએ દશાશ્વમેધ ઘાટ પર જશ્ન મનાવ્યો. આંતરાષ્ટ્રીય મારવાડી સંમેલનના અધ્યક્ષ ગણેશ લોહિયાના નેતૃત્વમાં શરણાઇવાદનનું આયોજન કરવામાં આવ્યું. મલદહિયા ઘાટ પર લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકની આકર્ષક સજાવટ કરવામાં આવી હતી.

English summary
Muslims want development from Narendra Modi not sorry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X