For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરનગરમાં હિંસાઃ અખિલેશ સરકારની 10 ભૂલો

|
Google Oneindia Gujarati News

26 ઑગસ્ટથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના કવાલ ગામમાં ઘટેલી એક હિંસા બાદ સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. જેમાં અત્યારસુધીમાં 41થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને ઉત્તરપ્રદેશ સરકાર માત્ર અધિકારીઓની બદલી કરવા સિવાય અન્ય કોઇ વિશેષ કાર્ય નથી કરી રહી કે જેથી આ હિંસા રોકાય. જો કે, આજે હિંસા મહદઅંશે શાંત થઇ હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

તેમ છતાં સમાજવાદી પાર્ટીના યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવની સરકાર હિંસાને આટલા દિવસો વીતિ ગયા પછી પણ શાંત કરવામાં સફળ નીવડી નથી, જેની ચારે તરફ ટીકા કરવામાં આવી રહી છે. વિપક્ષ, કેન્દ્ર સહિત મોટાભાગના રાજકીય પક્ષો દ્વારા અખિલેશ યાદવની નિષ્ફળતાની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી વિપક્ષો પર પ્રહાર કરી રહી છે. ત્યારે અહીં અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવેલી ભૂલો અંગે જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે વેસ્ટર્ન યુપીમાં હિંસાની આગ ફાટી છે.

પહેલી ભૂલ

પહેલી ભૂલ

કવાલ ગામમાં 26 ઑગસ્ટે થયેલી પહેલી હિંસા. ગૌરવ અને સચિન નામના યુવકોએ શાહનવાજની હત્યા કરી કારણ કે, તેણે કથીત રીતે તેમની બહેનોની છેડતી કરી હતી. આ હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ આ યુવકોની હત્યા કરી નાંખી. આ કાયદો અને વ્યવસ્થાનો મામલો હતો. ટોળાનો હુમલો અડધો કલાક સુધી રહ્યો. પરંતુ ત્યાંથી માત્ર અમુક કિમી દુર આવેલા પોલીસ મથક પરથી કોઇ ઘટના સ્થળે પહોંચ્યુ નહીં, પોલીસ એકાદ કલાક બાદ ત્યાં પહોંચી હતી.

બીજી ભૂલ

બીજી ભૂલ

આ ઘટનાના અમુક કલાકો પછી યુપીએ સરકારે મુઝફ્ફરનગરે એસએસપી મંજિલ સેની અને ડીએમ સુરેન્દ્ર સિંહની બદલી કરી દેવામાં આવી. સરકારે એ પણ ના વિચાર્યું કે, આ અધિકારીઓને વિસ્તાર અને હાલાત અંગે સારી સમજ છે અને નવા અધિકારીઓને અહીં પોતાની પકડ જમાવવામા થોડોક સમય લાગશે. આવું જ થયું અને હિંસા બીજા વિસ્તારોમાં પણ ફાટી નીકળી.

ત્રીજી ભૂલ

ત્રીજી ભૂલ

હિંસા શરૂ થયાના એક દિવસ પછી જ્યારે યુપી સરકાર જાગી ત્યારે તત્કાળ બેઠકમાં સીએમ અખિલેશ યાદવે નહીં પરંતુ તેમા પિતા સપા સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે બોલાવી. પરંતુ તેની પણ કોઇ અસર થઇ નહીં. ત્યારે જાટ મહાપંચાયત થઇ અને એ રાત્રે દંગામાં મૃતકોની સંખ્યા અધિકૃત રીતે 11 સુધી પહોંચી ગઇ.

ચોથી ભૂલ

ચોથી ભૂલ

બે વાર જાટ મહાપંચાયત થઇ અને પોલીસ પ્રશાસન જોતું રહી ગયુય પહેલી વાર 31 ઑગસ્ટ અને બીજી વાર 7 સપ્ટેમ્બરે. બીજી પંચાયતમાં મોતનો બદલો લેવાની વાત મંચ પરથી કરવામાં આવી. આ પંચાયતને આયોજિત કરવાની અનુમતિ આપવામાં આવી નહોતી. આ ઉપરાંત બે નાની પંચાયતો 28 ઑગસ્ટ અને 4 સપ્ટેમ્બર સુધી કરી હતી.

પાંચમી ભૂલ

પાંચમી ભૂલ

આ પ્રકારે પોલીસ મુસલમાનોની પંચાયત પર પણ રોક લગાવી શકી નહીં, શહેરમાં ધારા 144 લગાવવામાં આવી હોવા છતાં પણ મુઝફ્ફરનગર શહેરમાં 29 ઑગસ્ટમાં આ સભા થઇ. મુસલમાન નેતાઓની દલીલ છે કે અમે ડીએમને જાટોની મહાપંચાયત વિરુદ્ધ મેમોરેન્ડમ આપવા ગયા હતા. પરંતુ ડીએમ ઓફીસના ગેટ પર મોટી સભા થઇ અને ત્યાં જાટોને પડકાર તરીકે લેવામાં આવ્યા. પ્રશાસન ફરી એકવાર તમાશો જોતું રહીં ગયું.

છઠ્ઠી ભૂલ

છઠ્ઠી ભૂલ

હિંસાના પ્રારંભિક સમયમાં એટલે કે 7 અને 9 સપ્ટેમ્બરે પોલીસ અને પેરામિલિટ્રી પાસે ના તો કોઇ રણનીતિ હતી અને ના તો એકબીજા સાથે તાલમેલ. કોઇ ગામમાં હિંસાના સમાચાર આવતા તો પીએસીને ત્યાં મોકલી દેવામાં આવતી. પછી અડધા રસ્તે જાણ થતી કે બીજા ગામમાં પણ હિંસા છે, તો તેને પરત બોલાવીને ત્યાં મોકલી દેવામાં આવતી હતી. તેનાથી સમય બરબાદ થયો.

 સાતમી ભૂલ

સાતમી ભૂલ

એક ઇંગ્લિશ ન્યૂઝપેપર અનસુાર જાટ યુવકોએ ઇન્સાર વકીલ નામના યુવકને શાહપુરથી ઉઠાવી લીધો અને તેને પોતાની સખેડા ગામમાં થયેલી મહાપંચાયતમાં લઇ ગયા. ત્યાંથી તે ભાગવા લાગ્યો તો તેને માર મારીને મારી નાંખવામાં આવ્યો. ત્યાંથી પોલીસ સ્ટેશન માત્ર 50 મીટર દુર હતું. એટલું જ નહીં ઇન્સારનું અપહરણ કર્યા બાદ યુવકોએ અનેક પોલીસ ચેકપોસ્ટ પાર કરી, પરંતુ પકડાયા નહીં.

આઠમી ભૂલ

આઠમી ભૂલ

હિંસા થતાં જ સેંકડો લોકો પોતાના ગામમાંથી ભાગવા લાગ્યા. તેના કારણે ત્યાં પણ હિંસાના સમાચાર મળ્યાના કલાકો પછી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. તેવામાં ગ્રામજનોએ જોયું કે મસ્જિદમાં પણ આગ લગાવી દેવામાં આવી છે, તો મજબુર થઇને પોલીસ સ્ટેશનમાં જઇને રહેવા લાગ્યા, જેથી તે સુરક્ષિત રહી શકે.

નવમી ભૂલ

નવમી ભૂલ

લોકોની રક્ષા કરવા ગયેલી પોલીસ ટૂકડીઓને સ્થાનિક સપોર્ટ મળ્યો નહીં, એટલે કે તૈનાતી પર જઇ રહેલી ટૂકડીઓને પણ અનેકવાર રસ્તો ભટક્યા બાદ પોતાનો રૂટ મળ્યો. ત્યાં સુધી કે એડીજી લેવલના અધિકારી પણ કારવાં આવ્યાં તો અનેક વાર રસ્તો ભટકી ગયા હતા.

દસમી ભૂલ

દસમી ભૂલ

માત્ર એક સ્થળે પોલીસે ટોળા પર ફાયરિગં કર્યું. આ ઉપરાંત ક્યાંય પણ પોલીસે હતાહત થવામાં અથવા સંઘર્ષમાં સામેલ થવાના અહેવાલ નથી. તેનાથી એ નિષ્કર્ષ કાઢી શકાય છે કે, પોલીસ ટૂકડીઓ આ વિસ્તારોમાં જવાની જહેમત ઉઠાવી નહીં જ્યા હિંસા થઇ રહી હતી.

English summary
muzaffarnagar riots 10 mistakes doing by akhilesh government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X