For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013માં આ પ્રાકૃતિક વિપદાઓએ લોકોને રોવડાવ્યા...

|
Google Oneindia Gujarati News

અમદાવાદ: દરવર્ષે આખી દુનિયામાં એવી વિનાશકારક પ્રાકૃતિક વિપદાઓ આવે છે. જોકે આ વિપદાઓના શિકાર બનેલા લોકોને ના ભૂલી શકાય એવા ઝખમો આપતી જાય છે. માત્ર ભારતની જ વાત કરીએ તો દેશે દુકાળ, પૂર, સાઇક્લોન અને ભૂકંપ જેવી દરેક પ્રકારની કૂદરતી આપદાઓનો સામનો કર્યો છે.
કોણ ભૂલી શકે છે કે જૂનમાં ઉત્તરાખંડમાં આવેલી વિપદાને, જેમાં હજારો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા તો કેટલાક લોકોએ મોતને નજીકથી જોઇને હજી સુધી સદમામાં છે. સરકારી આંકડાઓ અનુસાર આ વિપદામાં લગભગ પાંચથી દસ હજાર લોકો મોતને ભેટ્યા હતા.

આ ઉપરાંત ચક્રવાતી તોફાન હેલેને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં જોરદાર તારાજી મચાવી હતી. બંગાળની ખાડીથી ઉઠનાર તોફાન પહેલા પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવેલા આગોતરા પગલાના કારણે કોઇ જાનહાનિ થઇ ન્હોતી, પરંતુ તોફાને હજારો લોકોને ઘરવિહોણા કરી મૂક્યા.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્રાકૃતિક સંસાધનોનો વધારે પડતા ઉપયોગના કારણે લોકોએ આવા પ્રકારની વિપદાઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ દુનિયાના ઘણા દેશોની ભૂમંડલીય રચનાઓ અને પરિસ્થિતિઓ એવી છે કે ત્યાં દરવર્ષે ભૂકંપ અતવા પૂર જેવી આફતોનો સામનો કરવો પડે છે. જાપાન એક એવો દેશ છે જે દરવર્ષે 150 કરતા વધારે ભૂકંપનો સામનો કરે છે. પરંતુ અમે અહીં વાત કરીશું એવી આપદાઓની જેણે ભારતમાં 2013ના વર્ષમાં હાહાકાર મચાવ્યો.

કેદારનાથ

કેદારનાથ

ભારતના પ્રમુખ તીર્થસ્થાનોમાંનું એક છે કેદારનાથ. ત્યાં આવેલા પૂરના પ્રકોપે આખા દેશને હલાવી નાખ્યું હતું. તેમાં લગભગ 5000 લોકો મોતને ભેટ્યા છે. આ પૂર એટલો ભયાનક હતો કે તેનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે અત્રે બચાવ કામગીરી માટે એક લાખ જવાનોને ખડે પગે રાખવામાં આવ્યા હતા. જ્યારે પૂરથી ઉત્તરાખંડ સરકારને લગભગ 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

બિહાર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ

બિહાર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ

સપ્ટેમ્બરના મહીનામાં બિહાર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવેલ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. બિહારમાં લગભગ 500 ગામોના લોકો ઘરવિહોણા બની ગયા. જ્યારે ઉત્તર પ્રદેશના રામગંગા, માલન, કોસી અને ગંગા નદીની ભરતી આવવાના કારણે બિઝનૌર, અમરોહા, શાહઝહાપુર, બરેલી, રામપુર, બુલંદશહેર, સહારનપુર, બદાયૂ અને ફરુખાબાદ જિલ્લાના નીચલા વિસ્તારોમાં 500થી વધારે ગામોમા પૂરના પાણીએ તારાજી સર્જી હતી.

ફેલિનની ક્ષમતા દસ હાઇડ્રોજન બોમ બરાબર

ફેલિનની ક્ષમતા દસ હાઇડ્રોજન બોમ બરાબર

ઓક્ટોબરના મહિનામાં ઓડીશા અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ચક્રવાતી તોફાન ફેલિનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 99 ટ્રેન રદ કરવી પડી. ચક્રવાતથી સાત રાજ્યો પર પ્રભાવ પડ્યો. ઝારખંડ અને ઓડીશાના ઘણા જિલ્લામાં નદિયોનું જળસ્તર વધવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

બંગાળની ખાડીથી આંધ્ર પ્રદેશમાં પ્રવેશ

બંગાળની ખાડીથી આંધ્ર પ્રદેશમાં પ્રવેશ

બંગાળની ખાડીથી આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશ કરનાર હેલેને નવેમ્બરમાં પ્રદેશના તટીય વિસ્તારોના રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના કારણે પહેલાથી જ લોકોને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા. આંધ્ર સરકારે પણ ભારે વરસાદ અને ઝડપી પવનોના પગલે ચેતવણી જારી કરવામાં આવી હતી. તોફાન પહેલા આગાહીના કારણે ભારે જાનહાનીને રોકી શકાઇ હતી.

કેન્દ્ર પાસે 12 હજાર કરોડ રૂપિયાની માંગ કરી

કેન્દ્ર પાસે 12 હજાર કરોડ રૂપિયાની માંગ કરી

દેશના અન્ય ભાગોમાં જ્યાં સંતોષજનક વરસાદ થયો જ્યારે બિહારની ધરતી સુકી જ રહી. વરસાદ નહીં થવાના કારણે બિહાર સરકારે રાજ્યના 38 જિલ્લામાંથી 33 જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કરી દીધા. રાજ્ય સરકારે આ પરિસ્થિતિ સામે લડવા 12 હજાર કરોડ રૂપિયાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી

19000 હજાર લોકો પ્રભાવિત થયા

19000 હજાર લોકો પ્રભાવિત થયા

આસમમાં ભારે વરસાદના પગલે રાજ્યના હજારો લોકોને પ્રભાવિત કર્યા. કહેવામાં આવે છે કે બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધવાના કારણે આસામ અને અન્ય ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. પૂરના કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા. ઘણા સ્થળોએ મકાનો ધરાસાઇ થઇ ગયા હતા.

દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા

દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા

11 નવેમ્બરની મોડી રાત્રે રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલ ગાઝિયાબાદ, અને નોયડા બે વખત ભૂકંપના આંચકાઓથી ધ્રૂજી ઉઠ્યુ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 બતાવવામાં આવે છે.

English summary
Every year people face some natural calamities and they all leave unforgettable pains for few. See here are some most destructive disasters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X