• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લાઇફમાં એકવાર તો આ અતિસુંદર સ્થળોની મુલાકાત જરૂર લેજો!!

By Kumar Dushyant
|

ગુજરાતનું પાડોશી રાજ્ય રંગીલુ રાજસ્થાન તેના કિલ્લા અને પેલેસ દેશ-વિદેશમાં જાણીતા છે. એક તરફ ગુજરાત સરકાર કહી રહી છે કે કુછ દિન બિતાયે ગુજરાત મેં, તો પડોશી રાજ્ય રાજસ્થાન સાદ પાડીને કહી રહ્યું છે 'પધારો મ્હારે દેશ'. પ્રવાસીઓને મન તો બધુ જ બરોબર. પ્રવાસીઓ હરતાં- ફરતાં જાય છે માહિતીનો અખૂટ ભંડાર અને યાદો સાથે લેતાં જાય છે. ગુજરાતીઓ ખાવા અને હરવા ફરવા માટે ખૂબ જાણીતા છે. ગુજરાતીમાં એક કહેવત છે કે જીવ્યા કરતાં જોયું સારું. આજે આપણે રાજસ્થાનના કેટલાક સ્થળો વિશે વાત કરીશું.

રાજસ્થાનમાં ઉદયપુર, ઉમેદ ભવન, પેલેસ ઓફ જોધપુર અને જયપુરનો હવા મહેલ જોવાલાયક છે. અહીંની લક્ઝુરિયસ હોટેલ પેલેસ તમને રોયલ અનુભવ કરાવશે, આ ઉપરાંત રાજસ્થાની કલ્ચર, ટ્રેડિશન્સ અને રોયલ્ટી વિશે પણ રસપ્રદ માહિતી મળશે. ભારતમાં કિલ્લા, પેલેસ, રણ અને અન્ય સ્થળોના કારણે રાજસ્થાન ભારતમાં ટૂરિસ્ટને આકર્ષિત કરવામાં એક મહત્વનું રાજ્ય બન્યું છે.

ફોટા સાથે વિગતવાર માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

જયપુર: હવા મહેલ

જયપુર: હવા મહેલ

જયપુર શહેર રાજસ્થાન રાજ્યનું પાટનગર છે, જયપુરમાં હવા મહેલ આવેલો છે. મહારાજા સવાઈ પ્રતપસિંહે ઇ. સ. 1799માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી 953 બારીઓ છે, જે સુંદર નક્શીદાર જાળીથી સુશોભિત છે. મહેલની રાણીઓ સખતાઇપૂર્વક પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદુ જીવન જોઈ શકે તેવા ઉદેશ્યથી આ જાળીઓ મુકવામાં આવી હતી. લાલ અને ગુલાબી રેતીયા પથ્થરનો બનેલો આ મહેલ જયપુર શહેરના હાર્દમાં આવેલ વાણિજ્યિક ક્ષેત્રમાં છે. આ જયપુર સીટી પેલેસનો એક ભાગ છે, તે જનાના (રાણીવાસ) સુધી વિસ્તરેલો છે. વહેલી સવારના પહોરમાં સૂર્યના સોનેરી પ્રકાશમાં તે સુંદર દેખાય છે. હવા મહેલ ભારતનું સૌથી પ્રસિદ્ધ અને ઐતિહાસિક સ્મારક છે. ઉપરાંત તે રોયલ રાજસ્થાનની મુલાકાતે આવનારા પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ પણ છે.

ઉદયપુર: લેક પેલેસ

ઉદયપુર: લેક પેલેસ

રાજસ્થાનનાં અન્ય શહેરોની જેમ ઉદયપુર પણ તેની કળા, હસ્તકળા અને પ્રસિદ્ધ લઘુચિત્રો માટેનું કેન્દ્ર છે. ઉદયપુરના સિટી પેલેસમાં તમને અમર વિલાસ, બાડી મહેલ, ફતેહપ્રકાશ પેલેસ, કૃષ્ણા વિલાસ, માણેક મહેલ, મોર ચોક, જનાના મહેલ, રંગ ભવન અને શીશ મહેલ જેવાં અનેક સ્થળો જોવા મળશે. ઉદયપુરને રાજસ્થાનના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.

પિછોલા ઝીલ

પિછોલા ઝીલ

પિછોલા ઝીલ એટલે કે પિછોલા તળાવ જગ નિવાસ ઉદયપુરના પિંચોલા લેક પર બાંધવામાં આવ્યો છે. ઉદયપુરના મહારાણા ઉદયસિંહ બીજા (દ્વિતિય)એ આ શહેર માટેના સ્થળની ખોજ કર્યા પછી આ તળાવનો વિકાસ કર્યો હતો. આ તળાવમાં બે દ્વિપ આવેલા છે અને આ બંને ટાપુઓ પર મહેલ બનાવવામાં આવેલા છે. એમાંથી એક છે જગ નિવાસ, કે જે સ્થળ હાલના સમયમાં લેક પેલેસ હોટલ તરીકે પ્રસિધ્ધ થઇ ચુક્યું છે. ઉદયપુરને સિટી ઓફ લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેક પેલેસ હવે એક લક્ઝુરિયસ હોટેલમાં ફેરવાઇ ગયો છે જેમાં સફેદ માર્બલ લગાવવામાં આવ્યા છે. આ હોટેલ ભારતની મોસ્ટ રોમેન્ટિક હોટેલ તરીકે ઓળખાય છે. આ રોયલ સમર પેલેસને મહારાણા જગત સિંહ 2એ વર્ષ 1743માં બંધાવ્યો હતો.

ઉમેદ ભવન પેલેસ

ઉમેદ ભવન પેલેસ

રોયલ ઉમેદ ભવ પેલેસને મહારાજા ગજ સિંહે બંધાવ્યો હતો. આ પેલેસને દુનિયાના લાર્જેસ્ટ પ્રાઇવેટ રેસિડેન્સમાંથી એક ગણવામાં આવે છે. ઉમેદ ભવનના એક ભાગમાં લક્ઝરી તાજ પેલેસ હોટલ આવેલી છે અને બીજાં ભાગમાં મ્યુઝિયમ છે.

અલવર: નીમરાના ફોર્ટ પેલેસ

અલવર: નીમરાના ફોર્ટ પેલેસ

ઉમેદ ભવનના એક ભાગમાં લક્ઝરી તાજ પેલેસ હોટલ આવેલી છે અને બીજાં ભાગમાં મ્યુઝિયમ છે. નીમરાના ફોર્ટ પેલેસ - અલવર નીમરાના ફોર્ટ પેલેસ અલવારના ઉંચા પર્વતો પર બાંધવામાં આવ્યો છે. જે તેની આસપાસની સુંદરતાને કારણે વધારે જાણીતો છે. નીમરાણા ફોર્ટ પેલેસ એક હેરિટેજ રિસોર્ટ છે. ઉપરાંત તેને ભારતના ઓલ્ડેસ્ટ હેરિટેજ રિસોર્ટ તરીકે માન્યતા મળી છે.

બિકાનેર: લક્ષ્મી નિવાસ પેલેસ

બિકાનેર: લક્ષ્મી નિવાસ પેલેસ

પ્રખ્યાત લક્ષ્મી નિવાસ પેલેસ એ મહારાજા ગંગા સિંઘ ઓફ બિકાનેરનો રહેણાંક મહેલ છે. લક્ષ્મી નિવાસ પેલેસ હવે એક લક્ઝરી હોટેલમાં ફેરવાઇ ગયો છે. આ મહેલને લાલ પથ્થરોથી બાંધવામાં આવ્યો છે. બિકાનેરમાં લાલગઢ પેલેસ ઉપરાંત આ મહેલ પણ ટૂરિસ્ટ્સને આકર્ષિત કરે છે. આ મહેલની પરિકલ્પના બ્રિટિશ વાસ્તુકાર સર સેમ્યુઅલ જેકબે 1902માં કરી હતી. આની શૈલિ ઈંડો-સારાસેનીક છે. અત્યારે આ એક વૈભવી પેલેસ હોટલ છે, જેની માલિકી ગોલ્ડન ટ્રાએન્ગલ ફોર્ટ એન્ડ પેલેસેસ પ્રા. લિ. નામની કંપની પાસે છે. લાલ રેતીયા પથ્થરથી બનેલી આ ઈમારત બિકાનેરનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. લાલ રેતીયા પથ્થરની આ વિશાળ ઇમારત જોધપુરનું સૌથી વિખ્યાત સ્મારક છે.

જેસલમેર: ગોરબંધ પેલેસ

જેસલમેર: ગોરબંધ પેલેસ

ગોરબંધ પેલેસ રાજસ્થાનના જેસલમેરમાં આવેલો છે. જે તેના રણ અને રેતીના ઢૂંવાના કારણે જાણીતો છે. ગોરબંધ પેલેસ હવે એક લક્ઝરી હેરિટેજ હોટેલ છે. જે જેસલમેરના ગ્રેટ થાર ડેઝર્ટની નજીક આવેલી છે.

દેલવારા: દેવીગઢ પેલેસ

દેલવારા: દેવીગઢ પેલેસ

હેરિટેજ દેવીગઢ પેલેસ એક હોટેલ છે અને રિસોર્ટ છે જે દેલવાડા નજીક આવેલી છે. આ હોટેલ ભારતની લીડિંગ લક્ઝરી હોટેલ્સમાં ગણાય છે. દેવીગઢ પેલેસ દેલવાડાના રાજાનો રહેણાંક મહેલ હતો. જે ઉદયપુરના ખીણ વિસ્તારની નજીક આવેલા અરવલ્લી ટેકરી પર આવેલો છે.

ચિત્તોડગઢ: પદ્મીની પેલેસ

ચિત્તોડગઢ: પદ્મીની પેલેસ

રાણી પદ્મીની પેલેસ ઘણો જૂનો પેલેસ છે. જે ચિતોડગઢમાં ગૌમુખ જળાશય નજીક બાંધવામાં આવ્યો છે. પદ્મીની પેલેસ આ શહેરનું મુખ્ય આકર્ષણ છે. આ સિવાય તમે અહીં આવેલા કાળકા માતાનું મંદિર, વિજય સ્તંભ અને જૈન કિર્તી સ્તંભની પણ મુલાકાત લઇ શકો છો.

સરિસ્કા: સરિસ્કા પેલેસ

સરિસ્કા: સરિસ્કા પેલેસ

સરિસ્કામાં આવેલું સરિસ્કા પેલેસ હેરિટેજ હોટેલ અને રિસોર્ટ છે. જેને અલવરના મહારાજા જય સિંઘે બંધાવ્યો છે. આ મહેલનું બાંધકામ અને તેનો ભવ્ય ભૂતકાળ મહારાજાઓના શિકારના શોખની ચાડી ખાય છે. સરિસ્કા નેશનલ પાર્કમાં મહારાજા જયસિંઘનું હંટિગ પ્લેસ પણ આવેલી છે.

દેવગઢ: દેવગઢ પેલેસ

દેવગઢ: દેવગઢ પેલેસ

દેવગઢ મહેલ રાજમંડ જિલ્લામાં 638 મીટરની ઉંચાઇ પર આવેલું છે. દેવગઢ પેલેસ હવે લક્ઝુરિયસ હેરિટેજ રિસોર્ટ છે અને શહેરનું પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.

English summary
Once in a life everyone must visis these beautiful places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more