For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે 'મિસાઇલ મેન' ડોક્ટર કલામ મળ્યા 'મ્યૂઝિકલ મેન'ને

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ: પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ થોડા દિવસ પહેલા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના એખ કાર્યક્રમની પરિક્રમામાં ભાગ લેવા માટે બેંગલુરુ આવ્યા હતા. ડોક્ટર કલામ જેમને આખો દેશ સાદગી માટે જાણે છે, તેમની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઇ, જેને આપ 'મ્યૂઝિકલ મેન' કહી શકો છો.

હા દેસની મિસાઇલ ટેકનોલોજીને એક નવી દિશા આપનારા ડોક્ટર કલામ ગયા દિવસે બેંગલુરુમાં 'મ્યૂઝિકલ મેન' નદીશ્વર આચાર્ય નામના એક શખ્શને મળ્યા અને પોતાના સંગીતના જ્ઞાનથી નદીશ્વરે ડોક્ટર કલામનું દિલ જીતી લીધું. વન ઇન્ડિયાની સાથે થયેલી એક ખાસ વાતચીતમાં ડોક્ટર કલામે પોતાની આ સૂરોથી સજેલી બેંગલુરુ યાત્રા અંગે ઘણા રાજ ખોલ્યા.

ટેકનોલોજીના ગુરુ ડોક્ટર કલામ સંગીતના શોખીન
હંમેશા ડોક્ટર કલામને ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે જોડાયેલ વાતો પર જ ચર્ચા કરતા આપ સાંભળતા હશો, પરંતુ નદીશ્વરને મળ્યા બાદ ડોક્ટર કલામ પોતાના વધુ એક સંગીતથી પણ રૂબરૂ થયા.

એટલું જ નહીં ડોક્ટર કલામે પોતે પણ એ જ વાત માની કે 53 વર્ષીય નદીશ્વરને મળ્યા બાદ તેઓ ભગવાનનો આભાર માને છે. કર્ણાટક સરકારમાં કાર્યરત નદીશ્વર હંમેશા પ્રોટોકોલ હેઠળ ઘણા વીવીઆઇપી માટે ડ્રાઇવિંગ કરતા દેખાય છે.

સંગીતમાં પારંગત નદીશ્વર
19 જાન્યુઆરીના રોજ આઇઆઇએસસીના કાર્યક્રમ દરમિયાન નદીશ્વરને જ ડોક્ટર કલામ માટે ડ્રાઇવ કરવાની તક મળી હતી. ડોક્ટર કલામે જણાવ્યું કે 'પરિક્રમા સાયન્સ ફેસ્ટિવલ બાદ જ્યારે હું એક શાળાના કાર્યક્રમમાં સામેલ થવા માટે જઇ રહ્યો હતો ત્યારે નદીશ્વરે મને જણાવ્યું કે તેને સંગીતમાં કેટલો રસ છે.' નદીશ્વર ગીત, વાયલિન અને વાંસળીમાં પારંગત છે અને તેમણે તેના માટે સંપૂર્ણ શિક્ષા હાસલ કરી છે.

apj abdul kalam
નદીશ્વરે સંભળાવ્યા મનગમતા કીર્તન
નદીશ્વરે ત્યારબાદ ડોક્ટર કલામને પોતાના ગુરુ અને સંગીતની સાથે પોતાના લાંબા જોડાણ અંગે પણ જણાવ્યું. ડોક્ટર કલામે વાતચીત દરમિયાન જણાવ્યું કે નદીશ્વરે ખૂબ જ મહાન લોકો સાથે સંગીત શીખ્યા છે જેમાં આર કે શ્રીરામ, આરઆર કેશવમૂર્તિ અને ટીઆર મહાલિંગમ જેવા નામનો સમાવેશ થાય છે.

10થી 15 મિનિટ સુધી નદીશ્વર ડોક્ટર કલામને તેમના પસંદગીના કીર્તન એક પછી એક સંભળાવતો રહ્યો. જ્યારે પણ સિગ્નલ પર તેમની કાર રોકાતી, તેઓ નદીશ્વરને પોતાના ગમતા ગીતો ગાવાનું કહેતા. મજાકિયા લહેજામાં ડોક્ટર કલામે એ પણ જણાવ્યું કે નદિશ્વર ડ્રાઇવિંગ દરમિયાન ના ગાય.

નદીશ્વરે ડોક્ટર કલામને એંડારો મહાનુબાવાલૂ ગીત સંભળાવ્યું. એંડારો શ્રીરંગમાં એક ત્યાગરાજ પંચરત્ન કીર્તન છે. તે તમામ રાગોમાં નદીશ્વરની સમજ અને તેના અવાજને સાંભળીને ખુશ થયા.

નદીશ્વરના હાસ્યએ જીત્યુ દિલ
માત્ર નદીશ્વરના સંગીત જ્ઞાન નહીં પરંતુ તેના હાસ્યએ પણ ડોક્ટર કલામનું દિલ જીતી લીધું. તેમણે જણાવ્યું કે નદીશ્વરમાં કામને લઇને જનૂનની સાથે સાથે પોતાના કાર્યમાંથી આનંદ ઊઠાવવાની ક્ષમતા પણ છે. તેમણે જણાવ્યું મને ભૂલાતું નથી કે તે હરેક પણ આનંદમાં હતો અને પોતાના કાર્યને અંજામ આપતો હતો.

નદીશ્વરથી શીખે અન્ય લોકો
તેમણે જણાવ્યું કે નદીશ્વર અન્યોને આ વાત શીખવી શકે છે કે કેવી રીતે આપ કોઇ પણ કાર્યોને કરતી વખતે તેનો આનંદ ઉઠાવી શકો છો. છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટર કલામના સાથી રહેનારા આરકે પ્રસાદ કહે છે કે પૂર્વ રાષ્ટ્રપતિને વ્યક્તિઓમાં રહેલી યોગ્યતાની ભાળ મેળવીને તેના વખાણ કરતા બખૂબી આવડે છે.

નદીશ્વર માટે ભગવાન સમાન ડોક્ટર કલામ
આ માત્ર ડોક્ટર કલામની મહાનતા છે કે તેમણે બેંગલુરુમાં પોતાના અંતિમ કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ આપ્યું તો તેમણે નદીશ્વરનો ઉલ્લેખ કર્યો. નદીશ્વર એ પળને ક્યારેય નહીં ભૂલી શકે. તેમણે ડોક્ટર કલામને ભગવાનની સંજ્ઞા આપી દીધી છે.

શિમોગાના રહેનારા નદીશ્વર છેલ્લા 25 વર્ષોથી કર્ણાટક સરકારના પ્રોટોકોલ વિભાગમાં કાર્ય કરે છે. આઠ વર્ષની ઉંમરથી જ સંગીત શીખનાર નદીશ્વર ડોક્ટર કલામનો આશિર્વાદ મેળવીને ખુદને સમ્માનિત અનુભવી રહ્યા છે.

English summary
Nadeshwar Acharaya was assigned to drive Dr Kalam’s bullet proof vehicle on January 19 during the former President’s one-day lighting visit to the city. The man on the wheels is a master in music.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X