
ભારતમાં વધી રહ્યુ છે ઓનલાઇન ગર્ભપાતનું ચલણ!
નવી દિલ્હી/ લખનઉ, 31 ડિસેમ્બર: અવંતિકાને પોતાના એક સહકર્મી સાથે પ્રેમ થઇ ગયો. હંમેશા ઓફિસના કામથી તેમને સાથે જ શહેરની બહાર જવું પડતું હતું. કામ દરમિયાન મોજમસ્તીની વચ્ચે એક દિવસ અચાનક અવંતિકાને ખબર પડી કે ગર્ભવતી છે. ઘર પરિવાર અને સમાજમાં તેની બદનામીના ભયથી તેણે ગર્ભપાત કરવાનો નિર્ણય કર્યો.
તેણે ઇંટરનેટ પર સર્ચ કર્યું તો તેને ઓનલાઇન એબોર્શન અંગે માહિતી મળી. પછી શું હતું, તેણે ઓનલાઇન પેમેંટ કર્યું અને ગર્ભપાત કરાવી લીધું. પરંતુ દોઢ વર્ષ બાદ તેની તબિયત અચાનક ખરાબ થઇ, ત્યારે તેને ખબર પડી કે તેના ગર્ભાશયમાં સિસ્ટ બની ગયું છે.
વાસ્તવમાં તે સિસ્ટ નહીં પરંતુ તે બાળકના કેટલાંક અંશ હતા, જે દોઢ વર્ષ પહેલા ગર્ભપાત વખતે તેના ગર્ભાશયમાં રહી ગયા હતા. તે ફાઇબન તેની અંદર જ સડવા લાગ્યા. અને હવે જો અવંતિકાનો યોગ્ય રીતે ઇલાજ ના કરાવવામાં આવે તો આગળ જઇને યૂટરસ કેંસર બની જશે.
અમે વાત કરવા જઇ રહ્યા છીએ ઇંટરનેટની આ દુનિયાની જ્યાં માતા-પિતાની નજરોથી છૂપાઇને ગર્ભપાત કરાવવામાં આવી રહ્યો છે. ઇંટરનેટ પર નવા નવા ઓફર યુવાનોને આકર્ષિત કરે છે. આજકાલ જોવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ઘણી યુવતીઓ ગર્ભવતી બનવા પર ઇંટરનેટ પર દવા સર્ચ કરી જાતે ગર્ભપાત કરી લે છે. એવું કરવું ખતરનાખ છે.જોવામાં સરળ લાગે છે ઓરલ પિલ્સ
સામાન્ય રીતે જ્યારે પિલ્સ અંગે યુવતીઓ ઓનલાઇન સર્ચ કરે છે તો તેમની સામે હજારો ઓફર ખુલી જાય છે. પ્રાથમિક જાણકારીઓને ધ્યાનમાં રાખતા ઓરલ પિલ્સ દ્વારા એબોર્શનને ખૂબ જ સરળ દેખાય છે. યુવતીઓ દવા ખરીદી લે છે અને કોઇ ડોક્ટરની સલાહ લીધા વગર ગોળીઓ ગળી લે છે. સામાન્ય રીતે પિલ્સના બીજા ડોઝમાં જોરદાર બ્લિડિંગ થાય છે અને યુવતી નબળી પડી જાય છે.
નર્ચર આઇવીએફ સેંટરની ગાઇનેકોલોજીસ્ટ અને ઓબ્સટેટ્રિશિયન ડો. અર્ચના ધવન અનુસાર, 'સામાન્ય રીતે જ્યારે ઓનલાઇન પિલ્સ બાદ ખૂબ જ વધારે બ્લિડિંગ થાય છે, તો તેને ડોક્ટરની પાસે જવું પડે છે. કારણ કે હિમોગ્લોબિન ઘટીને 5 ગ્રામ સુધી પહોંચી જાય છે. શરીરમાં આવેલા લોહીની માત્રામાં અડધાથી પણ વધારે ઘટાડો થઇ જાય છે.'