For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Parenting Tips : બાળકોને ક્યારેય ન સોંપો આ જવાબદારી, થશે મોટા નુકસાન

ભવિષ્યમાં જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે તેમને જવાબદારી સોંપવી જરૂરી છે, પરંતું ક્યારે માતાપિતા જવાબદાર બનાવવામાં મોટી ભૂલ કરે છે.

|
Google Oneindia Gujarati News

Parenting Tips : બાળકોને જવાબદાર અને સમજદાર બનાવવા માટે તેના માતાપિતા તેમને નાની-મોટી જવાબદારી આપવી જરૂરી છે. જ્યારે તમારાવ બાળકોને કામ સોંપો છો, ત્યારે તે પરિસ્થિતિઓને અનુરૂપ તે કામ કરે છે અને જવાબદાર બને છે. આવામાં બાળક ઉંમર પહેલા સમજદાર બનવા લાગે છે.

ભવિષ્યમાં જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે તેમને જવાબદારી સોંપવી જરૂરી છે, પરંતું ક્યારે માતાપિતા જવાબદાર બનાવવામાં મોટી ભૂલ કરે છે. આજે અમે તમને એવી કેટલીક જવાબદારીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને ભૂલથી પણ બાળકોને ન સોંપવી જોઇએ, નહીંતર મોટું નુકસાન સહન કરવું પડશે.

એકલા રહેવાની જવાબદારી

એકલા રહેવાની જવાબદારી

જો બાળક નાની ઉંમરમાં જ બુદ્ધિશાળી બની જાય તો પણ એવો પ્રયાસ કરો કે, બાળકને ઘરમાં ક્યારેય એકલું ન છોડો. જ્યારે માતા-પિતાતેમના બાળકને ઘરે એકલા છોડી દે છે, ત્યારે તે તેમની સલામતી તેમજ તેમની માનસિક સ્થિતિને અસર કરે છે. તેથી બાળકોને ઘરમાંક્યારેય એકલા ન છોડવા જોઈએ.

પૈસા માટે જવાબદારી

પૈસા માટે જવાબદારી

બાળક ગમે તેટલું હોશિયાર હોય, તેને એક ઉંમર પહેલા પૈસા રાખવાની જવાબદારી ન આપો. બાળકનું હૃદય નરમ હોય છે. જો તમે ઘરનાપૈસા બાળકો પાસે રાખો છો, તો કોઈ તેમની વાતમાં તેમને ગેરમાર્ગે દોરી શકે છે અથવા તેઓ ખોટા રસ્તે જઈ શકે છે.

નાના બાળકોની જવાબદારી

નાના બાળકોની જવાબદારી

ઘણીવાર પરિવારના મોટા બાળકો તેમના નાના ભાઈ-બહેનોને ખવડાવે છે, પરંતુ ક્યારેય નાના ભાઈ-બહેનોની જવાબદારી તેમના પર નનાખો. નાના બાળકોને મોટા બાળકો સાથે દૂધ પીતા બાળકોને એકલા છોડશો નહીં.

રસોડાની જવાબદારીઓ

રસોડાની જવાબદારીઓ

રસોડાની જવાબદારી બાળકને ક્યારેય ન આપો. કેટલીકવાર બાળકો રસોડામાં કામ કરવાનો આગ્રહ રાખે છે. તેમને રસોઇ કરવા માંગે છે,પરંતુ તમારે તેમને રસોડામાં ન જવા દેવા જોઈએ. રસોડામાં બાળકોને ક્યારેય એકલા ન છોડવા અને આ બાબતે હંમેશા તેમની દેખરેખરાખો.

English summary
Parenting Tips : Never entrust this responsibility to children, there will be big losses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X