“કોટથી લઇને લંગોટ” પણ બનાવશે બાબા રામદેવ

Subscribe to Oneindia News

યોગગુરુ બાબા રામદેવે હજુ થોડા દિવસો પહેલા જ જીંસ બનાવવાની વાત કરી હતી. હવે બાબા રામદેવ તેના પ્રત્યે ગંભીર હોય તેવુ લાગી રહ્યું છે. બાબા રામદેવ હવે કાપડ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. તેમણે સંદેશ આપી દીધો છે કે પતંજલિ "કોટથી લઇને લંગોટ" પણ બનાવશે. રામદેવના આ અભિયાનનું ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીઝના તમામ મોટા નામાંકિત ઉદ્યોગપતિઓએ આશ્ચર્યજનક રીતે સમર્થન કર્યુ છે.

જાણો કેમ આતંકીઓની નાપાક નજર ગુજરાતના મંદિરો પર છે?

હિંદી ન્યૂઝ પોર્ટલ ઇકોનૉમિક્સ ટાઇમ્સમાં છપાયેલ એક સમાચાર મુજ્બ આ સપ્તાહની શરુઆતમાં રેમંડ ગ્રુપની એક ટીમે પોતાની પ્રોડક્ટનું સેમ્પલ પતંજલિના અધિકારીઓને બતાવ્યુ હતુ. આ ઉપરાંત અમદાવાદની ટેક્સટાઇલ મેન્યૂફેક્ચરર અરવિંદ લિમિટેડે પણ બિઝનેસના ઇરાદાથી પતંજલિનો સંપર્ક કર્યો છે.

ખાદીના કપડા

ખાદીના કપડા

બાબા રામદેવની નજર હાલમાં ખાદીના કપડા પર છે. રામદેવ ખાદીના કપડાને મોટાસ્તર પર લૉંચ કરવા માંગે છે. બાબા રામદેવનુ કહેવુ છે કે દેશમાં ફેબ ઇંડિયા જેવી વિદેશી કંપનીઓ ખાદીના વસ્ત્રો વેચી રહી છે, જે ગાંધીની સ્વદેશી આંદોલનથી ઉપજેલી વિચારધારાની હત્યા છે. પૉર્ટલ મુજબ બાબા રામદેવે જણાવ્યું કે પતંજલિએ કાપડ ક્ષેત્ર સાથે જોડાયેલ યોજનાઓને ધ્યાનમાં રાખીને "કોટથી લઇને લંગોટ" બનાવવા સુધીની તૈયારી કરી દીધી છે.

સ્વદેશી જાગરણ

સ્વદેશી જાગરણ

બાબા રામદેવ દેશમાં ફરીથી સ્વદેશી જાગરણ ચલાવવા ઇચ્છે છે. તેમના કહેવાપ્રમાણે ભારતીયો જો પશ્ચિમી કપડા પણ પહેરે તો તે સ્વદેશી હોવા જોઇએ. થોડાદિવસો પહેલા બાબા રામદેવે સંકેત આપ્યા હતા કે તેમની કંપની જીંસ બનાવશે.હવે તેઓ પૂરી ગંભીરતાથી આ યોજનાને પૂરી કરવા માટે કાર્યરત થઇ ગયા છે.

બાબા હવે ટેક્સટાઇલમાં પણ

બાબા હવે ટેક્સટાઇલમાં પણ

બાબા રામદેવે સ્વદેશી ઉદ્યોગનો વિકાસ કરવાના ઉદ્દેશથી કહ્યું કે તેમનીકંપનીએ પોતાની જાહેરાત બનાવવા માટે કોઇ વિદેશી કંપનીને પસંદ કરવાને બદલેભારતીય કંપનીને પસંદ કરી છે. બાબા રામદેવે કાપડ ઉદ્યોગના મોટા નામો તરફથીમળી રહેલા સમર્થન પર કંઇ કહ્યુ નહિ. જો કે તેમણે એમ જરુર કહ્યું કે ઘણામોટા નામોએ તેમની મુલાકાત કરી છે અને આ વિષયમાં ચર્ચા પણ કરી છે. બાબારામદેવે કહ્યું છે કે તેઓ ટેક્સટાઇલ ઇંડસ્ટ્ર્રીઝને સાથે લઇને ચાલશે અનેઆ એક સામૂહિક કોશિશ હશે.

પતંજલિ કપડા

પતંજલિ કપડા

કપડાને બજારમાં મૂકવા અને તેમને વેચવાને લઇને થયેલા એક સવાલ પર પતંજલિનાસીઇઓ અને રામદેવના શિષ્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે હજુ તેના પર વિચારકરવામાં આવી રહ્યો છે. બજારમાં સર્વેનુ કામ ચાલી રહ્યું છે સાથે જ મળેલાઆંકડાઓ પર રિસર્ચ અને એનાલીસીસ પણ ચાલુ છે. બાલકૃષ્ણએ જણાવ્યું કે પતંજલિગ્રાહકો માટે ક્વૉલિટી પ્રોડક્ટ રજૂ કરશે.

ફેબ ઇન્ડિયા જેવું કંઇક!

ફેબ ઇન્ડિયા જેવું કંઇક!

વળી, એક તરફ એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાબા રામદેવ ફ્યૂચરગ્રુપ સાથે મળીને પતંજલિ બ્રાંડના કપડા બજારમાં મૂકી શકે છે. વળી અમુકજગ્યાઓએ ફેબ ઇંડિયાની જેમ પોતાના રિટેલ સ્ટોર પણ ખોલી શકે છે. પતંજલિબ્રાંડ હાલમાં બજારમાં રોજિંદી ખાનપાનની વસ્તુઓ ઉપરાંત આયુર્વેદિકઔષધિઓને બજારમાં વેચી રહ્યું છે, સામાન્ય માણસો વચ્ચે પતંજલિની ઔષધિઓ અનેઅમુક ખાનપાનની વસ્તુઓ ખૂબ જ લોકપ્રિય છે.

English summary
Patanjali About To Enter In Textile Market Baba Ramdev's Company Patanjali About To Enter In Textile Market.
Please Wait while comments are loading...