For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયા પર હુલમો થશે તો પેટ્રોલ થશે 95 રૂપિયે પ્રતિ લિટર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 29 ઓગષ્ટ: મોંધવારી અને મંદીની માર સામે ઝઝૂમી રહેલી દુનિયામાં પરિસ્થિતી વધુ વિકટ બની શકે છે. જો પશ્વિમી દેશો સીરિયા પર હુમલો કરે છે તો પરિસ્થિતી બદથી બદતર થઇ શકે છે. આ હુમલાની કેટલીક સાઇટ ઇફેક્ટ સામે આવી રહી છે. હુમલા થતાં કાચા તેલની કિંમત 125 ડોલર પ્રતિ બેરલને પાર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે કાચુ તેલ સીરિયા પર સંભવિત સૈનિક કાર્યવાહીની આશંકાઓમાં છ મહિના સુધી ઉચ્ચતમ સ્તર 117 ડોલર પ્રતિ બેરલથી ઉપર નિકળી ગયું છે.

જાણકારોનું માનવું છે કે આ હુમલાથી ઇરાક જેવા મુખ્ય તેલ ઉત્પાદક દેશો પ્રભાવિત થાય છે તો નોર્થ સી ક્રુડ ઓઇલ 150 ડોલર પ્રતિ બેરલને પણ પાર કરી શકે છે. જો કે કિંમતોમાં આ વધારો થોડા સમય માટે જ થશે.

ફ્રેંચ બેંકમાં તેલ વિશ્લેષક માઇકલ વિટનરે કહ્યું હતું કે અમારું માનવું છે કે આગામી દિવસોમાં હુમલાની આશંકાના કારણે આ હુમલો શરૂ થતાં બ્રેંટમાં પાંચથી 10 ડોલર પ્રતિ બેરલે વધારો થઇ શકે છે. આથી આની કિંમત 120-125 પ્રતિ બેરલ થઇ શકે છે.

petrol

તેમને કહ્યું હતું કે અમારું માનવું છે કે હુમલો આગામી અઠવાડિયે શરૂ થઇ શકે છે. જો લડાઇ લાંબા સમય સુધી ચાલે છે અથવા આવા સંકેત મળે છે કે હુમલો ટાળી નહી શકાય તો તેલના ભાવમાં ઘટાડો કે સુધારાની આશા અસ્પષ્ટ બની શકે છે.

ઓક્ટોમ્બર માટે બ્રેંટ ક્રૂડ ઓઇલના સોદામાં બુધવારે તેજી આવી હતી. આ તેજી ગત છ મહિનાથી સૌથી મોટી રહી છે. તેનું કારણ એ રહ્યું છે કે હુમલો થતાં ક્ષેત્રિય સ્તરે યુદ્ધ થયું તો મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકાથી તેલની આપૂર્તિ પ્રભાવિત થઇ શકે છે.

English summary
Brent crude oil is likely to rise towards $125 a barrel if the West launches air strikes against Syria and could go even higher if the conflict spills over into the rest of the Middle East, Societe Generale said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X