For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિઝાના શોખીનો સાવધાન, પિઝા બોક્સ પણ તમને કરી શકે છે બીમાર

પિઝાનું નામ સાંભળતા જ દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. વીક એન્ડ હોય કે પછી પિકનિક દરેક વ્યક્તિને પિઝા ખાવો ગમે છે.

|
Google Oneindia Gujarati News

પિઝાનું નામ સાંભળતા જ દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. વીક એન્ડ હોય કે પછી પિકનિક દરેક વ્યક્તિને પિઝા ખાવો ગમે છે. જેટલી ખુશીથી બાળકો પિઝા ખાય છે, એટલી જ ખુશીથી મોટા લોકો પણ તેને પસંદ કરે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો એ વાત જાણે છે કે પિઝા જેટલા સ્વાદિષ્ટ છે, તેટલા જ આરોગ્ય માટે હાનિકાકર પણ છે. પિઝા ખાવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે.

પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે પિઝા જેટલા આરોગ્ય માટે નુક્સાનકારક છે, એટલું જ નુક્સાનકારક પિઝાનું બોક્સ પણ છે. પિઝા બોક્સ જુદી જુદી જાતના મટિરિયલ અને કેમિકલમાંથી બનાવવામાં આવે છે. આ પિઝા બોક્સ તમારા આરોગ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. એટલે સુધી કે પિઝા બોક્સ એ પિઝા કરતા પણ આરોગ્યને વધુ નુક્સાન પહોંચાડી શકે છે.

જો તમે પણ પિઝાના શોખીન છો તો આ આર્ટિકલ તમારા માટે જ છે. એક વાર પિઝા ઓર્ડર કરતા પહેલા આ જરૂર વાંચી લો.

સર્જાઈ શકે છે આ સમસ્યા

સર્જાઈ શકે છે આ સમસ્યા

પિઝા બોક્સ હાનિકારક રિસાઈકલ્ડ મટિરિયલથી બનતું હોય છે. જેમાં ગ્લૂઝ, ડાઈઝ, અને ટોક્સિક ઈક જેવા મટિરિયલ પણ હોઈ શકે છે, જે ગરમ પિઝામાં પણ પહોંચી શકે છે, પિઝા આરોગતા સમયે પેટમાં જઈ શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.

પ્રજનન ક્ષમતાને થઈ શકે નુક્સાન

પ્રજનન ક્ષમતાને થઈ શકે નુક્સાન

પિઝા બોક્સમાં ડાયસોબૂટિલ ફાથેલેટ (DIBP) નામનું કેમિકલ પણ હોઈ શકે છે. જે આરોગ્ય માપદંડ એજન્સી મુજબ ‘માનવીના પ્રજનન વિકાસ પર હાનિકારક અસર કરી શકે છે.' કારણ કે આ કેમિકલ શરીરમાં જઈને એન્ડોક્રોનિનને અસર કરી શકે છે.

તેમાં મોજૂદ હોય છે ખતરનાક તત્વો

તેમાં મોજૂદ હોય છે ખતરનાક તત્વો

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ પિઝા બોક્સમાં એવા ત્રણ પદાર્થ હોય છે જે ખોરાકના સંપર્કમાં આવતા જ ચીકાશ અને ભીનાશને રોકવાનું કામ કરે છે. આ ત્રણમાં પરફ્લૂરોર્કાઈલિલ એથિલ હોય છે, જે એક પ્રકારનોં પેફ્લૂર્રોક્સાઈલ પદાર્થ છે, જે ખોરાકમાં ઘૂસીને શરીરમાં પ્રવેશ કર્યા બાદ શરીરમાં વર્ષો સુધી રહે છે. આ પદાર્થને કારણે કેન્સર અને અન્ય સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

વધુ ગરમીના કારણે ભળી શકે છે કેમિકલ

વધુ ગરમીના કારણે ભળી શકે છે કેમિકલ

હંમેશા કંપનીઓ ગરમ પિઝા ડિલિવર કરવાનો વાયદો કરે છે, પરંતુ ગરમ પિઝા માટે આપણે મોટી કિંમત ચૂકવવી પડે છે. પિઝા ડિલિવર કરતા પહેલા તેને 60-65 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, જેથી ડિલિવરી સુધી તે ગરમ રહે. ગરમ રહેવાને કારણે બોક્સમાં રહેલા કેમિકલ ખોરાકમાં ઝેરી પદાર્થ બનીને ભળી શકે છે.

થઈ શકે છે કેન્સર

થઈ શકે છે કેન્સર

પિઝાના બોક્સમાં હાનિકારક કેમિકલ હોય છે, જે શરીરને નુક્સાન પહોંચાડે છે. આ બોક્સમાં પણ PFAs હોય છે, જેનો ઉપયોગ માઈક્રોવેવ પોપકોર્ન પેકેટ અને કાર્પેટ ક્લીનરમાં કરવામાં આવે છે. પિઝા બોક્સમાં એક કોટિંગ કરવામાં આવે છે જેથી કાર્ડબોર્ડ બોક્સ તેલ કે પછી સોસને ચૂસી ન લે. બોક્સમાં કરાયેલું આ કોટિંગ જ કેન્સરને આમંત્રણ આપી શકે છે.

English summary
Pizza boxes could harm human health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X