હે પ્રિયતમા તારા વિરહમાં....!
કલ કલ ઝરણા શુષ્ક થઇ ગયા પતંગીયા સૌ છે હેરાન....
પ્રિયતમ તુજવિણ પળ પળ તડપે...રાગ રંગ ને સંધ્યા સાર....
છમ છમ પાયલની ઝણકાર ને મસ્ત નયન એ ક્યાં છે યાર....
ઉજ્જ્ડ છે મુજ દિલધરા ને જીવન નીજનું છે વેરાન....
ઉપવન જંગલ લતા ઘટા ને કલરવ થઇ ગયા છે સુમશામ....
શુષ્ક હવાને બેરંગ થઇ ગઇ મારા તન મન ની મોસમ.....
પડ પડ ખંડર ફેલાયો મુજ દિલ તણો સઘળો માતમ....
ફર ફર ફરકતા મંદ પવનને ક્યાં છે ચકલીઓનો કલરવ....
શાંત થઇ ગયા ઉપવન જાણે ચાલ્યુ ગયું છે શૈશવ.....
સુંદર સુગંધિત અને નિર્મળ...વુક્ષોમા જાણે ચંદન....
ક્ષણ ક્ષણ મુજ ને બહુ સતાવે તારા યોવનનુ સ્પંદન....
મોર પપિહા અને કોયલ...બધા થઇ ગયા છે બે સુર...
ભમર,તમર ભાસે ભેંકાર શીદ ખોવાયો તુજનો સુર....
દીઠી વર્ષામાં ભિંજાયેલી તુજને ને વરસ્યો પ્રણય નિજ પર અપાર
ભીજાયો તુજ પ્રિતમાં એવો કે સુકાતાની કળસે યુગો હજાર
કવિતા કરી નાંખે કોઇ કવી ઠોઠ....એવા તે સુદર તારા હોઠ
કેશ તારા મે ગુંથ્યા મારા હાથે...જાણે જીંદગી ગુંથાણી સાથે સાથે
હુ..તુ.ને ઘરના વાસણ ચાર, એમાં જ તો સમાયો હતો મારો સંસાર
તુજ વિણ ઘર ના તોરણ અને ઘર પણ દીશે છે ભેંકાર
ભાસ્યુ નહીં તુજ રુપ અનુપમ સુના પડ્યા બધા આઇના આજ
ચંદ્ર.. ભાસે.... બહુ પ્રજ્જવલીત....કેમ...તારી હાજરી નથી એટલે....કદાચ
પ્લીઝ છાનુ રાખીશ નહીં દિલ ને "સોહમ."
અરે રડવા દે એને તને મારા સમ.....