For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનની ગાડીને બ્રેક લગાવી શકે છે આ ‘ડેડલિએસ્ટ’ દેડકાં

|
Google Oneindia Gujarati News

આપણે અનેક પ્રકારના દેડકાંઓ અંગે સાંભળ્યું અથવા જોયા હશે, ક્યારેક આપણે આપણા ઘરની બહાર કે પછી તળાવ અથવા નદી કિનારે રહેલા આ દેડકાંઓને આપણી મોજમસ્તી માટે હાથમાં પણ લઇ લેતા હોઇએ છીએ, જો તમે પણ આવું જ કંઇક કરતા હોવ તો ચેતી જજો કારણ કે દરેક દેડકાં(ફ્રોગ) નોર્મલ નથી હોતા. વિશ્વમાં એવા ઘણી દેડકાંઓની પ્રજાતિ છે, જેને ટચ કરવાથી કે પછી તેના પ્રહારથી આપણી જીવનની ગાડીને બ્રેક લાગી શકે છે.

આ પહેલા અમે વિશ્વના કેટલાક ઝેરીલા સાપ અંગે તમને આછેરી માહિતી આપી હતી, આ વખતે અમે તમને વિશ્વના 12 એવા ડેડલિએસ્ટ દેડકાં અંગે માહિતી આપી રહ્યાં છીએ કે જે ઝેરીલા છે. જો આ દેડકાં દ્વારા તમારા પર પ્રહાર કરવામાં આવે તો તેનામા રહેલા ઝેરથી તમારું શરીર ભયાનક બિમારીનો શિકાર થઇ શકે છે અથવા તો કેટલાક કેસોમાં જીવન મરણમાં પરિવર્તિત થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી આ ડેડલિએસ્ટ દેડકાં અંગે જાણીએ.

ગોલ્ડન પોઇઝન ડર્ટ ફ્રોગ

ગોલ્ડન પોઇઝન ડર્ટ ફ્રોગ

આ દેડકાંઓ સામાન્ય રીતે પોતાના બચાવમાં ઝેરનો ઉપયોગ કરે છે, આ દેડકાંઓ ક્યારેક ઝેરીલા નિસાન પણ બનાવતા રહે છે, જો આ દેડકાંઓ નજીક હોય તો તેને સ્પર્શ કરવાનો જરા પણ પ્રયાસ ન કરવો કારણ કે ક્યારેક તેનું ઝેર તિવ્ર અસર કરી શકે છે. આ દેડકાં કોલંબિયાના પેસિફિક કોસ્ટમાં જોવા મળે છે, આ દેખાવે સારા છે પરંતુ ઘણા ઝેરીલા છે. આ દેડકાંને વિશ્વના સૌથી ઝેરીલા પ્રાણીઓમાના એક માનવામાં આવે છે. આ દેડકાંના ઝેરથી 10થી 20 માનવીઓનું મોત નીપજી શકે છે. એવું પણ કહેવાય છેકે આ દેડકાંના સ્પર્શ માત્રથી પણ મોત નીપજી શકે છે.

જાયન્ટ લીફ ફ્રોગ

જાયન્ટ લીફ ફ્રોગ

આ દેડકાંને મંકી ફ્રોગ પણ કહેવામાં આવે છે. આ દેડકાંમાં હળવું ઝેર હોય છે અને તેની અનેક પ્રકારની વેરાયટી હોય છે, જોકે આ દેડકાંઓ ભયજનક સ્થિતિમાં રહેતા હોય છે કારણ કે સંશોધકો દ્વારા આ દેડકાંનો ઉપયોગ એઇડ્સ અને કેન્સર જેવી બિમારીની સારવાર અર્થે પણ કરવામાં આવે છે.

ડાઇંગ ડાર્ટ ફ્રોગ

ડાઇંગ ડાર્ટ ફ્રોગ

આ દેડકો સ્વબચાવ માટે ઝેરનો ઉપયોગ કરે છે અને તે અનેક વિભિન્ન રંગ થતા પેટર્નમાં જોવા મળે છે. આ મોટભાગે ગુએનાના આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. આ દેડકાં દ્વારા બહાર કાઢવામાં આવતા ઝેરનો ઉપયોગ આ વિસ્તારના આદિવાસીઓ દ્વારા શિકાર કરવા માટે પણ કરવામાં આવે છે.

રેડ બેક્ડ પોઇઝન ફ્રોગ

રેડ બેક્ડ પોઇઝન ફ્રોગ

આ દેડકાં બીજા સૌથી ખતરનાક ઝેર ઓકતા દેડકાં છે, જો કે તે જરૂરિયાત પ્રમાણે ઝેરને મોડરેટ કરતા રહે છે, જોકે તેને હળવાશ લેવાની ભૂલ કરી શકાય નહીં. આ દેડકાંનું ઝેર માનવજાતિને નુક્સાન પહોંચી શકે છે, તેમજ મરધી જેવી પ્રજાતિનો મારી શકે છે. આ દેડકાંની એક ખાસિયત હોય છેકે તે પ્રહાર કરતા પહેલા પોતાના શરીરનો રંગ બદલે છે.

સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ

સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ

આ દેડકાંઓની સ્ક્રીન ઘણી જ બ્રાઇટ હોય છે, જે સેન્ટ્રલ અમેરિકામાં વધારે જોવા મળે છે. આ દેડકાં સામાન્ય રીતે સુંદર હોયછે, પરંતુ તે ઝેરીલા છે અને પોતાના બચાવ અર્થે તેઓ ઝેરનો ઉપયોગ કરતા હોય છે.

બ્લૂ પોઇઝન ડાર્ટ ફ્રોગ

બ્લૂ પોઇઝન ડાર્ટ ફ્રોગ

આ પ્રકારના દેડકાં ખતરનાક ઝેર ઓકતા નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ખતરનાક નથી. કારણ કે આ દેડકાંમાં રહેલું ઝેર પ્રાણીઓ ઉપરાંત માનવીઓને મારવાની ક્ષમતા પણ ધરાવે છે. આ પ્રકારના દેડકાં મોટાભાગે સાઉથ અમેરિકામાં જોવા મળે છે.

લવલી પોઇઝન ફ્રોગ

લવલી પોઇઝન ફ્રોગ

આ પ્રકારના દેડકાં સેન્ટ્રલ અમેરિકામાં જોવા મળે છે, આ દેડકાંઓ દ્વારા જે ઝેર ઉત્પન્ન કરવામાં આવે છે, તે ઘણું જ ખતરનાક હોય છે અને તે ક્યારેક હૃદયની ગતિને બંધ પણ કરી શકે છે. તેથી તેના નામથી ભોળવાઇને તેની સાથે રમત કરવી એ મોતને આમંત્રણ આપવા સમાન સાબિત થઇ શકે છે.

ગોલ્ફોડુલિકન પોઇઝન ફ્રોગ

ગોલ્ફોડુલિકન પોઇઝન ફ્રોગ

આ દેડકાં વિશ્વના સૌથી ખતરનાક ઝેરીલા દેડકાંઓમાના એક છે. જોકે આગળ જોયેલા દેડકાંઓ કરતા આ દેડકાંઓમાં ઝેર ઓછું હોય છે પરંતુ તે ગંભીર રીતે અસરકર્તા હોય છે. આ દેડકાંના ઝેરથી પેરાલિસિસ સહિતની બીમારીઓ થઇ શકે છે.

ફાંતાસ્મલ પોઇઝન ફ્રોગ

ફાંતાસ્મલ પોઇઝન ફ્રોગ

આ કિલર દેડકાં દેખાવે નાના છે પરંતુ ઝેરની માત્રા વધારે છે. આ દેડકાંનું ઝેર પોતાની શિકારી ઉપરાંત માનવીને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. જોકે આ દેડકાંમાંથી દવાઓ પણ બનાવવામાં આવે છે.

કોકો પોઇઝન ડાર્ટ ફ્રોગ

કોકો પોઇઝન ડાર્ટ ફ્રોગ

આ દેડકાંનું ઝેર એસિડ જેવું અસરકારક હોય છે. ક્યારેક તેનું ઝેર પેરાલિલિસ જેવાં ગંભીર રોગને પણ આમંત્રિત કરી શકે છે.

બ્લેક લેગ્ડ ડાર્ટ ફ્રોગ

બ્લેક લેગ્ડ ડાર્ટ ફ્રોગ

આ પૃથ્વીનો બીજો સૌથી ખતરનાક દેડકો છે. જે વેસ્ટર્ન કોલંબિયામાં મળી આવે છે. તેનું 150 માઇક્રોગ્રામ ઝેર કોઇપણને મારવા માટે પૂરતુ છે. જો માનવીને આ ઝેરની અસર થાય તો પેરાલિલિસ થઇ શકે છે અથવા તો ક્યારેક માનવી મોતને પણ પામી શકે છે.

સ્પેલ્શ બેક્ડ પોઇઝન ફ્રોગ

સ્પેલ્શ બેક્ડ પોઇઝન ફ્રોગ

આ દેડકાં પેરુના વરસાદી જંગલોમાં વધારે જોવા મળે છે. આ દેડકાંની ચામડીમાં રહેલું ઝેર પાંચ લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે.

English summary
Here is the list of Poisonous Frogs on Earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X