રહેવા માટે 10 હજાર રૂમ, સુંદર દરિયા કાંઠો છતાં અહીં નથી રોકાયું કોઇ!
એક સુંદર દરિયા કાંઠો હોય, જેમાં પાણીના મોજાઓ પોતાની મોજમાં લહેરતા હોય અને કિનારાને જાણેકે ચુંબન કરીને પાછા વળી જતાં હોય. નજીકમાં એક વિશાળકાય રિસોર્ટ બનાવવામાં આવ્યો હોય, જેમાં 10 હજાર કરતા વધારે રૂમ હોય જે રાત્રીના અંધકારને પોતાની રોશનીથી પ્રકાશિત કરી ઉઠતાં હોય, આસપાસ સુંદર કુદરતી સૌંદર્ય હોય તો... આવો નજારો જોવાનું કોણ ચૂકશે, કદાચ આપણે તો નહીં, પરંતુ જર્મનીમાં બનેલી એક હોટલની કરુણાંતિકા કહો કે સંજોગ, આ રિસોર્ટને બનાવવામાં આવ્યાને દશકાઓ વિતી ગયા પછી પણ એ રિસોર્ટમાં કોઇ એક રાત રોકવા આવ્યું નથી.
આ પણ વાંચોઃ વિશ્વના ખતરનાક સાપ, બસ એક ડંસ આપી શકે છે મોતની દસ્તક
આ પણ વાંચોઃ થ્રીલિંગ અનુભવઃ હૃદયના ધબકારા વધારી દે તેવા બ્રીજ
બેટાલિક સી ખાતે આવેલા રુગેન જર્મન આઇલેન્ડમાં એક પેરોરા બીચ રીસોર્ટનું નિર્માણ 1936થી 1939 દરમિયાન કરવામાં આવ્યું હતું. જેનું નિર્માણ કરવાનો આદેશ હિટ્લર દ્વારા આપવામાં આવ્યો હતો. આ રિસોર્ટ પાંચ કિ.મી લાંબી હોવાનું મનાય છે. પરંતુ તેનું નિર્માણ જે તે સમયે પૂર્ણ થઇ શક્યું નહીં, કારણ કે એ જ સમયગાળા દરમિયાન હિટ્લર યુદ્ધની તૈયારી કરી રહ્યાં હતા અને તેના કારણે આ રિસોર્ટને જે ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો તે ઉદ્દેશ્યથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. આજે આ રિસોર્ટનો અમુક ભાગ યુથ હોસ્ટેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય ભાગને ફરીથી ડેવલોપ કરીને એક પ્રવાસન આકર્ષણ તરીકે પ્રસ્થાપિત કરવાની યોજના છે. તો ચાલો તસવીરો થકી આ રિસોર્ટ સાથે જોડાયેલી કેટલીક બાબતો અંગે જાણીએ.
આ પણ વાંચોઃ આશ્ચર્ય પમાડી દેશે અજબ વિશ્વની આ અનોખી હોટેલ્સ
આ પણ વાંચોઃ જીવનની ગાડીને બ્રેક લગાવી શકે છે આ ‘ડેડલિએસ્ટ' દેડકાં

500 ફૂટની બિલ્ડિંગ
બીચથી ગણીએ તો આ રિસોર્ટની બિલ્ડિંગ 500 ફૂટની છે અને તે અંદાજે 5 કિ.મીના ક્ષેત્રફળમાં આવેલી છે.

9 હજાર મજૂરોને લગાવાયા હતા કામે
આ પ્રોજેક્ટનું કામ રાઇક આર્કિટેક્ચરને આપવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટને અંજામ આપવા માટે 9 હજાર જેટલા મજૂરોને કામે લગાવવામા આવ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોકી દેવાયું હતું કામ
જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે આ બિલ્ડિંગના બાંધકામ માટે કામ કરી રહેલા મજૂરોને હથિયાર બનાવવાની ફેક્ટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા અને પેરોરાનું બાંધકામ રોકી દેવામાં આવ્યું હતું.

આ રિસોર્ટની સુવિધા
જો આ રિસોર્ટ ચાલું હોત તો અહીં આવનારા પ્રવાસીઓને થીયેટર, આઠ હાઉસિંગ બ્લોક, સિનેમા, સ્વિમિંગ પૂલ્સ અને ફેસ્ટિવલ સહિતની સુવિધાઓ મળી શકી હોત.

બોમ્બિંગ કેમ્પેન દરમિયાન ઉપયોગ
મિત્ર દેશોના બોમ્બિંગ કેમ્પેન દરમિયાન હમબર્ગના લોકો દ્વારા આ રિસોર્ટના એક હાઉસિંગ બ્લોકનો ઉપયોગ રેફ્યુજ તરીકે કરવામાં આવ્યો હતો.

મિલિટ્રી આઉટપોસ્ટ
યુદ્ધ બાદ ઇસ્ટ જર્મન આર્મી દ્વારા પેરોરા રિસોર્ટનો ઉપયોગ એક મિલિટ્રી આઉટપોસ્ટ તરીકે કરવામાં આવ્યો હતો.

વેરાન અવસ્થામાં રિસોર્ટ
હાલ આ રિસોર્ટ વેરાન અવસ્થામાં છે, જ્યારે તેના થોડાકભાગમાં યુથ હોસ્ટેલ શરૂ કરવામા આવી હતી, તેમજ તેનો ઉપયોગ હવે મ્યુઝિયમ અથવા તો સ્મોલ ડિસ્કો તરીકે કરવાની યોજના છે.

મોર્ડન હોલિડે રિસોર્ટ
વર્ષો સુધી આ રિસોર્ટ પર ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ હવે આ રિસોર્ટને મોર્ડન હોલિડે રિસોર્ટ બનાવવાની યોજના બનાવાઇ રહી છે. તેમજ તેના ચારથી પાંચ બ્લોક કોઇ ખાનગી રોકાણકારને વેચી દેવામાં આવ્યા છે.

હોલિડે એપાર્ટમેન્ટ્સ બનાવવાની યોજના
કેટલાક ડેવલોપર્સ હવે એક નવા વિઝન સાથે આવ્યા છે અને તેઓ આ વેરાન ઇમારતને હોલિડે એપાર્ટમેન્ટ બનાવવાનું વિચારી રહ્યાં છે, જેમાં કાફે, ડિસ્કો, હોટેલ્સ, સ્પોર્ટ્સ હોલ અને સ્વિમિંગ પૂલ્સ સહિતની સુવિધા હશે જે અનેક પ્રવાસીઓને આકર્ષી શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
