
રાહુલ ગાંધીની જવાની યથાવત, ઘરડું થઇ રહ્યું છે બુંદેલખંડ
[અજય મોહન] કોંગ્રેસના ઉપાધ્યક્ષ તથા ગાંધી પરિવારના યુવરાજ રાહુલ ગાંધીની જવાની 42 વર્ષની ઉંમરે પણ યથાવત છે, પરંતુ બુંદેલખંડ ઘરડું થતું જાય છે. અમે અહીં મધ્યપ્રદેશના ભાગ બુંદેલખંડની વાત કરી રહ્યાં છીએ, જેના વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધી રાજ્ય સરકારોને જવાબદાર ગણાવી હતી. જી હાં અમે તે વિસ્તારની વાત કરી રહ્યાં છીએ, જ્યાં યુવાનો 30 વર્ષની ઉંમરે ઘરડાં થઇ રહ્યાં છે અને રાહુલ ગાંધીની ઉંમર સુધી પહોંચતાં પહોંચતાં તેમના ગાલો પર કરચલીઓ અને બાલ સફેદ થવા લાગ્યા છે.
વિસ્તારપૂર્વક વાત કરવા માટે અમે તમને માર્ચ 2004માં લઇ જઇએ, જ્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ રાજકારણમાં પગ માંડ્યો હતો. તે સમયે કોંગ્રેસે જોરશોરથી કહ્યું હતું કે આ નેતા પાર્ટીનો યુવાન ચહેરો છે. રાહુલ ગાંધી આજે પાર્ટીના અધ્યક્ષ છે, પરંતુ યૂથ વિંગ એટલે કે યૂથ કોંગ્રેસના ચેરમેન. રાહુલ ગાંધી આજેપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ કરે છે, તો તમામ છોકરીઓ તેમના પર ફિદા થઇ જાય છે. તેમના ક્રિમી ચહેરા પર કેટલાક નેતા તેમને ચોકલેટી બોય પણ કહે છે.
ચાલે હવે તમને રૂ-બ-રૂ કરાવીએ બુંદેલખંડના ગરીબ યુવાનો સાથે. આ વિસ્તાર પછાત હોવથી અહી બાળકોના લગ્ન 14 થી 15 વર્ષની ઉંમરે કરાવી દેવામાં આવે છે. શિક્ષણના અભાવે પરિવાર નિયોજન સુધીની અકલ આ બાળકોમાં હોતી નથી, જો કે 19-20 વર્ષની ઉંમરમાં આ બાપ બની જાય છે અને જ્યારે પરિવારની જવાબદારી વધી જાય છે, ત્યારે નોકરી વિશે વિચારે છે. બુંદેલખંડમાં નોકરીઓની ભારે કમી હોવાના કારણે અહીં યુવાનો પાસે ફક્ત એક જ રસ્તો બચે છે તે છે પથ્થર તોડવાનો.
મધ્યપ્રદેશમાં આવેલા બુંદેલખંડના મોટાભાગના જિલ્લાઓમાં ઉંચા ઉંચા પહાળ છે. દેશમાં ગ્રેનાઇટ પથ્થરોની સપ્લાઇ સૌથી વધુ અહીંથી જ થાય છે. પથ્થર તોડતી વખતે તેના ભૂક્કામાં તમામ ધાતુઓના કણ શ્વાસના માધ્યમથી અને ખાવામાં આ યુવાનોના શરીરમાં જાય છે, જેના કારણે તે 25 વર્ષની ઉંમરે પણ ઘરડાં હોય એવા લાગે છે. મધ્યપ્રદેશના બુંદેલખંડના ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર 40 વર્ષના યુવાનો 60 વર્ષના હોય એવા લાગે છે. આ સ્થિતી કોઇ એકની નથી, પરંતુ અહીંના મોટાભાગના પરિવાર પથ્થર પર જીવન ગુજારે છે.
રાહુલ ગાંધી કેમ જવાબદાર
તમે વિચારી રહ્યાં હશો કે બુંદેલખંડના આ ઘડપણ માટે રાહુલ ગાંધી કેમ જવાબદાર છે. તો તમને સીધો જવાબ કેન્દ્રમાંથી આવનાર પેકેજ અને રાહુલની અત્યાર સુધીની રેલીઓ અને બુંદેલખંડ યાત્રાઓ છે. રાહુલ ગાંધી ગત 10 વર્ષથી બુંદેલખંડ આવે છે, દર વખત કહે છે કે કેન્દ્રએ પૈસા મોકલ્યા, પરંતુ રાજ્ય સરકાર ખાઇ ગઇ. હવે પ્રશ્ન એ ઉદભવે છે કે અત્યાર સુધી તમે આ પૈસાનું ઓડિટ કેમ ન કરાવ્યું. ઓછામાં ઓછું એ તો ખબર પડે કે તમારા દ્વારા મોકલવામાં આવેલા વિકાસના પૈસા ક્યાં ગયા, કોણે ખાધા. જો ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા પૈસા રાજ્યની ભાજપા સરકાર ખાઇ ગઇ છે, તો તમારો ઓડિટ રિપોર્ટ જોયા બાદ સામાન્ય જનતા ફરીથી ભાજપને વોટ તો નહી આપે.
બુંદેલખંડ ક્યારથી થયું ઘડપણનો શિકાર
ગત છ વર્ષો એટલે કે 2006 બાદ આ વર્ષ સુધી બુંદેલખંડમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગના અનુસાર ગત છ વર્ષોથી અહીં માત્ર 400 થી 450 મિલીમીટર વરસાદ થયો છે. દર વર્ષે ઓછા વરસાદના કારણે અહીની મુખ્ય નદીઓ સિંધ, બેતવા, શહજાદ નદી, કેન, બાધિન, ટોન, પહુજ, ઢાસન અને ચંબલ બધી સુકાઇ જવાની તૈયારીમાં છે. એટલે કે અહીંના ખેડૂતો હવે નહેર બનાવીને નદીઓનું પાણી પણ લઇ શકતા નથી. તમને એ જાણીને અફસોસ થશે કે વર્ષ 2000માં જે બુંદેલખંડ દેશના કુલ અનાજમાં 15 ટકા યોગદાન આપે છે, તે યોગદાન આજે ફક્ત 6.5 ટકા રહી ગયું છે.
બુંદેલખંડને એક મૌસમે માર આપી તો બીજી તરફ નેતાઓએ. અહી મોટાભાગના સાંસદ અને ધારાસભ્ય અથવા તેમના સંબંધીઓ ખનનના કોંટ્રાક્ટર છે અને જ્યારે પથ્થર તૂટે છે, તો તેમાંથી નિકળનાર પૈસા નેતાઓના ખિસ્સા ભરે છે, જેથી તે ઐય્યાશી માટે હંમેશા જવાન બનેલા રહે અને તે પથ્થરોથી નિકળનાર ધાતુઓના કણ ખેડૂતોના શરીરને ભરે છે, જેથી તે ભવિષ્યમાં જવાન રહેવા વિશે વિચારી પણ ન શકે.