નરેન્દ્ર મોદી સામે ઉભા રહેવાની રાહુલની ઔકાત નથી: કલ્યાણ સિંહ

Posted By:
Subscribe to Oneindia News

લખનઉ, 4 માર્ચ: દેશમાં લોકસભાની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઇ ગયું છે જ્યાં ભાજપ નરેન્દ્ર મોદીના સહારે ચૂંટણીમાં વિજય પતાકા ફેલાવવા માટે તૈયાર છે તો બીજી તરફ કોંગ્રેસને પણ લાગે છે કે તમામ વિરોધો છતાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરી એકવાર જીતનો સ્વાદ ચાખશે.

પાર્ટીઓ અને ટીવી ચેનલો પર સતત રાહુલ ગાંધી વરિદ્ધ નરેન્દ્ર મોદી પર ચર્ચા ચાલી રહી છે જેના પર આકરો વિરોધ વ્યક્ત કર્યો ભાજપના વરિષ્ઠ નેતા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે.

કલ્યાણ સિંહનું કહેવું છે કે રાહુલ ગાંધી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની સામે ક્યાંય ટકી ન શકે. બંનેની તુલના જ બેઇમાની છે. ક્યાં રાહુલ ગાંધી અને ક્યાં મોદીજી. સત્ય તો એ છે કે નરેન્દ્ર મોદીની સામે ઉભા રહેવાની રાહુલની ઔકાત જ નથી.

કલ્યાણ સિંહે કહ્યું હતું કે લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના અધ્યક્ષ રામવિલાસ પાસવાન ભાજપ સાથે આવી ચૂક્યાં છે અને પૂર્વ સેનાધ્યક્ષ વી કે સિંહ પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે. તેનાથી ભાજપ અને મજબૂત થઇ છે.

અગિયાર પક્ષોના ત્રીજા મોરચાને 'ફેલ ફ્રંટ' ગણાવતાં કલ્યાણ સિંહે કહ્યું હતું કે એકલા મોદીને રોકવામાં નિષ્ફળ રહેલા નેતા ત્રીજા મોરચા નામે ઘરગથ્થૂ સારવાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ત્રીજા મોરચાના નેતાઓની કોઇ નીતિ અથવા નીયત નથી. આ ચૂંટણી પહેલાં ઉભર્યો અને ચૂંટણી બાદ ખતમ થઇ જશે.

વધુ સમાચાર સ્લાઇડરમાં વાંચો...

દેશમાં મોદીના નામની લહેર

દેશમાં મોદીના નામની લહેર

કલ્યાણ સિંહે કહ્યું હતું કે દેશમાં મોદીના નામની લહેર ચાલી રહી છે અને ચૂંટણી આવતાં આવતાં આ લહેર તોફાનમાં બદલાઇ જશે જેથી વિરોધીઓના તંબૂ જડમૂળમાંથી ઉખડી જશે.

નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદી નેતા છે

નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદી નેતા છે

તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વિશે ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો હતો, જે દૂર થયો છે. હવે તેનો સ્વિકાર કરવામાં આવી રહ્યો છે કે આરએસએસના સિદ્ધાંતો પર ચાલનાર ભાજપ જ એકમાત્ર રાષ્ટ્રવાદી પાર્ટી છે અને નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદી નેતા છે.

ખેડૂતોની બરબાદી અને બેરોજગારી

ખેડૂતોની બરબાદી અને બેરોજગારી

કલ્યાણ સિંહે કહ્યું હતું કે ખેડૂતોની બરબાદી અને નવયુવાનોની બેરોજગારી કોંગ્રેસ, સપા અને બસપાને લઇ ડૂબશે.

મોંઘવારી અને ભ્રષ્ટાચાર બંને ચરમસીમા

મોંઘવારી અને ભ્રષ્ટાચાર બંને ચરમસીમા

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે મોંઘવારી અને ભ્રષ્ટાચાર બંને ચરમસીમા પર છે તથા તેમના માટે કોંગ્રેસ જવાબદાર છે.

ક્યાં મોદી અને ક્યાં રાહુલ

ક્યાં મોદી અને ક્યાં રાહુલ

કલ્યાણ સિંહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની સામે ટકી ન શકે છે. બંનેની તુલના બેઇમાની છે.

ત્રીજા મોરચાનું અસ્તિત્વ નહી

ત્રીજા મોરચાનું અસ્તિત્વ નહી

તેમણે ત્રીજા મોરચા પર નિશાન સાંધતાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં ત્રીજા મોરચો આવી જાય છે અને પછી ચૂંટણી પુરી થતાં તે જતો રહે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ત્રીજા મોરચામાં મોટાભાગે તેવા પક્ષ સામેલ છે જે કોંગ્રેસનો સાથ આપે છે.

English summary
Former Uttar Pradesh Chief Minister Kalyan Singh said Congress' Rahul Gandhi does not stand a chance before Mr Narendra Modi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.