For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાઠડીમાં ઉપયોગમાં લેવાયા બાદ ચિતામાં કેમ નથી સળગાવાતું વાંસનું લાકડું? જાણો

ઠાઠડીમાં ઉપયોગમાં લેવાયા બાદ ચિતામાં કેમ નથી સળગાવાતું વાંસનું લાકડું? જાણો

By Staff
|
Google Oneindia Gujarati News

આ દુનિયામાં અનેક એવા રીત રિવાજો અને અનેક એવા રહસ્યો છે જે જાણીને કોઈપણ માણસ આશ્ચર્ય ચકિત થઈ જશે. જેમાના એક એટલે કે મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર વિશેનું એક એવું તથ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે વિશે ભાગ્યે જ તમે ક્યારેય સાંભળ્યું હશે. મૃત્યુ સંસ્કાર કાર્યોમાં લાશને રાખવા માટે ઠાઠડીમાં તો વાંસના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અગ્નિદાહ આપતી વખતે તે હટાવી લેવામાં આવે છે. વિશ્વાસ કરો આ પછાળનું વૈજ્ઞાનિક કારણ બહુ ભયભીત કરતું છે, જે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

પિતૃ દોષ કારક

પિતૃ દોષ કારક

શાસ્ત્રોમાં પણ વૃક્ષોની રક્ષાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વૃક્ષોની પૂજા તેનું ઉદાહરણ છે, પરંતુ ચંદન વગેરે સુગંધિત વૃક્ષોનાં લાકડાં કેટલાંક વિશેષ કાર્યો અથવા મતલબથી સળગાવવાની વાત કહેવામાં આવી છે. અહીં આ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે કે શાસ્ત્રાનુસાર વાંસનું લાકડું સળગાવવું વિશેષ રૂપે વર્જિત છે. આવું કરવું ભારે પિતૃ દોષ આપનાર માનવામાં આવે છે.

પર્યાવરણ સંતુલન

પર્યાવરણ સંતુલન

વાંસનું લાકડું પર્યાવરણ સંતુલનમાં સામાન્ય વૃક્ષોની જેમ જ ઉપયોગી છે. મજબૂત હોવાના કારણે તેને ફર્નીચર, કેટલાય પ્રકારના સજાવટી સામાનોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.. તો તેને સળગાવવું સામાન્ય વૃક્ષોથી વધુ ખતરનાક કેમ?

વૈજ્ઞાનિક કારણ

વૈજ્ઞાનિક કારણ

જાણીને તમે દંગ રહી જશો કે વાંસના લાકડામાં લેડ અને કેટલાય પ્રકારના ભારે ધાતુ હોય છે જે સળગ્યા બાદ ઑક્સાઈડ બનાવે છે. લેડ સળગી લેડ ઓક્સાઈડ બનાવે છે જે માત્ર વાતાવરણને જ દુષિત નથી કરતું બલકે આ એટલું ખતરનાક હોય છે કે તમારા શ્વાસમાં જઈ લિવર અને ન્યૂરો સંબંધિત પરેશાનિઓ પણ સર્જી શકે છે.

નનામી અથવા ઠાઠડીમાં ઉપયોગનું મહત્વ

નનામી અથવા ઠાઠડીમાં ઉપયોગનું મહત્વ

મૃતદેહ વજનદાર હોય છે, આ ઉપરાંત વાંસની પાતળી લાકડીઓથી શૈયા તૈયાર કરવી પણ સહેલી હોય છે, માટે ઠાઠડીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સળગાવવા પર મનાઈ હોય ચે. સંભવતઃ તેના આ વૈજ્ઞાનિક દુષ્પરિણામ જ આનું કારણ છે.

અજાણતાં ઘરમાં સળગી રહ્યા છે વાંસ

અજાણતાં ઘરમાં સળગી રહ્યા છે વાંસ

જાણીને તમે ચોંકી જશો કે સામાન્ય રીતે ભલે સળગાવવામાં તમે વાંસનો ઉપયોગ નથી કરતા, પરંતુ આજે લગભગ દરરોજ લોકો તેને ઘરમાં સળગાવી રહ્યા છે જેનાથી તમે અજાણ પણ હશો. અગરબત્તીમાં જે સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તે વાંસમાંથી જ બને છે. આ ઉપરાંત તેને બનાવવામાં ફેથલેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે ફેથલિક એસિટનું ઈસ્ટર હોય છે.

ન્યૂરૉટૉક્સિક ધુમાડો

ન્યૂરૉટૉક્સિક ધુમાડો

માટે અગરબત્તીનો ધુમાડો ન્યૂરોટૉક્સિક અને હેપ્ટોટૉક્સિક હોય છે જે માથાનો દુખાવો, કેન્સર વગેરેનું કારણ બને છે. હેપ્ટોટૉક્સિક લીવરને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. શાસ્ત્રોમાં અગરબત્તિના ઉપયોગનો કોઈ ઉલ્લેખ પણ નથી, બલકે ધૂપ અને દિવો પ્રગટાવવાની વાત કહેવામાં આવી છે.

<strong>વિશ્વ સંધિવા દિવસ 2019: મોબાઈલ-કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન</strong>વિશ્વ સંધિવા દિવસ 2019: મોબાઈલ-કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન

English summary
scientific reason behind why we can't burn bamboo?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X