For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અષ્ટાવક્રનો ઉપદેશ- 'શાસ્ત્રને શસ્ત્ર અથવા હથિયાર ના બનાવો'

|
Google Oneindia Gujarati News

જ્ઞાન જ શક્તિ છે, માટે જ્ઞાનનો ઉદ્દેશ 'દરેકનો સમાન રૂપથી લાભ' થવો જોઇએ. પરંતુ જ્ઞાન કોઇ અહંકારનું સાધન બની જાય, કોઇના ધ્વંસનો હથિયાર બની જાય, તો જ્ઞાનનું વાસ્તવિક ઉદ્દેશ્ય નષ્ટ થઇ જાય છે. જ્ઞાનને ખોટા અર્થમાં સમજવા પ્રત્યે સાવધાન રહેવું જોઇએ કારણ કે તે વિધ્વંસ કરનારને પણ નષ્ટ કરી દે છે.

અષ્ટાવક્ર અને બન્દીની વાર્તાના માધ્યમથી અહીં જ્ઞાનનો ઉદ્દેશ્ય બતાવવામાં આવ્યું છે. યુવાન અષ્ટાવક્ર પોતાની માતા સુજાતાને વારંવાર એવું પૂછતો રહે છે કે મારા પિતા કોણ છે. પરંતુ તેની માતા તેને વારંવાર એક જ જવાબ આપે છે કે ઋષિ ઉદ્દાલક જ તેના પિતા છે.

ashtavakra
છતાં પણ અષ્ટાવક્રની જીદની સામે હારી જઇને માતા સુજાતા તેના પિતા કહોડ અંગે જણાવે છે અને કહે છે કે તેના પિતા રાજા જનકની સભામાં બન્દી નામના જ્ઞાની સામે શાસ્ત્રાર્થ કરવા ગયા ત્યારે બન્દીએ એવી શરત રાખી કે જો તેઓ હારી જશે તો જળ સમાધિ લેવી પડશે અને કહોડ હારી ગયા, અને તેમને જળસમાધિ લેવી પડી. આ સાંભળીને અષ્ઠાવક્રએ નક્કી કર્યું કે તે પણ જનકની સભામાં જઇને બન્દી સાથે શાસ્ત્રાર્થ કરશે અને તેમને જ્ઞાનનો અર્થ સમજાવશે.

અષ્ટાવક્ર રાજા જનકની સભામાં પહોંચીને આચાર્ય બન્દીને પડકાર આપે છે અને શાસ્ત્રાર્થમાં બન્દીનો પરાજય થાય છે. બન્દી પોતાનો પરાજય સ્વીકારી જળ સમાધિ લેવા માટે ઉઠ્યા તો અષ્ટાવક્રએ તેમને ક્ષમા આપતા જણાવ્યું કે 'શાસ્ત્રોને શસ્ત્ર અથવા હથિયાર ના બનાવો.. હિંસાથી કોઇ કોઇને જીતી શક્યું નથી.'

અષ્ટાવક્ર અને બન્દીની વાર્તા જુઓ વીડિયોમાં...

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Pupt_Z71jtQ" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Scriptures are not weapons to establish one's superiority: Ashtavakra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X