For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 અજાયબીઓનું નવું સરનામું છે ગુજરાતનો આ પાર્ક

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

ગુજરાતીઓ ખાવા-પીવા અને હરવા ફરવા માટે આખા વિશ્વમાં જાણીતા છે. ત્યારે ગુજ્જુ બધ્રર્સ માટે હવે હરવા-ફરવા અને પિકનીક માટે વધુ એક પિકનિક પ્લેસ તૈયાર થઇ ગયું છે. ગુજરાતમાં તમારા માટે હવે તૈયાર છે હજારો એકરમાં પથરાયેલુ વિદેશોને પણ ટક્કર મારે તેવો એમ્યુઝમેન્ટ પાર્ક. વિકએન્ડ કે વન ડે પિકનીક માટે ગુજરાતના દ્વારે પ્રકૃતિ ખોળે પથરાયેલા આ પિકનીક પ્લેસ વિશે સાંભળશો તો પણ મન ઝૂમી ઉઠશે. આવો આજે અમે તમને સફર કરાવીએ મહુડી નજીક આકાર પામેલા નવા એમ્યુઝમેન્ટ પાર્કની.

અહીં અમે તમને આ પાર્કની ખાસિયતો વિશે તથા ત્યાં કેવી રીતે પહોંચી શકાય તેના વિશે સઘળી ઉંડાણપૂર્વક માહિતી આપીશું. વનઇન્ડિયાએ પોતે આ પાર્કની મુલાકાત લઇ તમારા માટે આ પાર્ક વિશેનીએ સઘળી માહિતી એકઠી કરી છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો આ અદ્દભુત એડવેન્ચર પાર્ક વિશે...

કેવી રીતે જશો

કેવી રીતે જશો

આ એમ્યુઝમેન્ટ પાર્ક વિજાપુર-હિંમતનગર રોડ સાબરમતી નદીના કિનારે કુદરતના સાનિધ્યમાં દેરોલ ગામ નજીક આવેલો છે. એમ્યુઝમેન્ટ પાર્ક મહુડીથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલો છે, એટલે તમે મહુડી રોકાઈ દર્શન કરી સુખડીના પ્રસાદની મજા માણી પહોચી શકો છો એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક ઋષિવનના નામે પણ ઓળખાય છે.

શું છે અમ્યુઝમેન્ટ પાર્કમાં

શું છે અમ્યુઝમેન્ટ પાર્કમાં

અમ્યુઝમેન્ટ પાર્કમાં તમે એડવેન્ચર, માઉન્ટઈનિંગ, અમ્યુઝમેન્ટ, જંગલ થીમ અને ફિલ્મ લોકેશન જેવા અનેક ડેસ્ટિનેશનની મજા એક સાથે જ માણી શકો છે અને તે પણ તમારા ખીસ્સાને પરવડે તેવા ચાર્જમાં. અહીં તમે વોટર પાર્કની પણ મજા માણી શકો છો.

ક્યાં આવેલો આ પાર્ક

ક્યાં આવેલો આ પાર્ક

અમ્યુઝમેન્ટ પાર્ક 300 વીઘા જમીનમાં પથરાયેલો છે, જેમાંથી 100 વીઘામાં ડેવલોપિંગ કરવામાં આવેલ છે. આ એડવેન્ચર પાર્ક સાબરમતી નદીના કિનારે હોવાથી ખુબ રમણીય લાગે છે. અહીં ચારેબાજુ કુદરતી સૌંદર્ય પથરાયેલુ છે. અમદાવાદથી આ નેચરલ પાર્ક લગભગ 85 કિમી દૂર છે. ગાંધીનગરથી 60, મહુડીથી 15 કિમી દૂર આ થીમ પાર્ક આવેલો છે.

કેટલો છે ચાર્જ

કેટલો છે ચાર્જ

આ અમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશમાં માટેનો ચાર્જ પણ ખુબ નજીવો છે. 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 100 રૂપિયા, જ્યારે 3 થી 12 વર્ષના બાળકો માટે 70 રૂપિયાની ટિકીટ છે. અહીં ફરવા જવા માટે તમે કોઈ પણ દિવસ પસંદ કરી શકો છો. સવારે 8 વાગ્યાથી અહીં પ્રવેશ મળે છે. રાઈડસ માટે સવારે 10થી સાંજના 6.30 સુધીનો સમય છે. આ થીમ પાર્ક 365 દિવસ ખુલ્લો હોય છે.

કેવી રીતે મજા માણશો

કેવી રીતે મજા માણશો

અહીં તમને હેલ્ધી ફૂડ ઉપરાંત જ્યુસ પણ મળી શકે છે. તમે બાળકો માટે ઘરેથી બનાવેલુ ફૂડ અહીં લઈને આવી શકો છો. અહીં ફુડ કોર્ટ, આઈસક્રિમ પાર્લર, જ્યુસ સેન્ટર, પાણી-પુરી, ચાટ સ્ટેન્ડની સુવિધા પણ છે. અહીં રિવર બોટિંગ, વિવેકાનંદ બોટિંગ, ઝુલા વિહાર, ડિઝલ રાઈડસ, ડ્રેગન રેલ, ફેમિલિ રેલ, ફોરેન બર્ડ હાઉસ, ફિશ એક્વેરિયમની મજા માણી શકો છો.

જોવા મળશે સાત અજાયબીઓ

જોવા મળશે સાત અજાયબીઓ

તમને અહીં વિશ્વની સાત અજાયબીઓનો નજારો પણ જોવા મળશે. જેમાં શહિદવીર પાર્ક, સસલા ઘર, ઇમુ ઘર, ટર્કી ઘર, બતક ઘર, બઝરી ઘર, ચાઇના વૉલ, તાજમહેલ, લાફિંગ બુધ્ધા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટિ, એફિલ ટાવર, સ્ટેચ્યુ ઓફ મહાત્મા ગાંધી, સ્ટેચ્યુ ઓફ મેરલીઅન, વૃક્ષ મંદિર, ડાયનાસોર, અશોક સ્તંભ અને હોલી શિવધારા જેવી વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

ચાઇના વૉલ

ચાઇના વૉલ

ઈ.સ પૂર્વે 221-206માં ચીનના પહેલા શાસન ક્વિન શી હુઆંગના શાસનકાળમાં આ દીવાલનો મોટો ભાગ અસ્તિત્વમાં આવ્યો. સન 1700માં આ દીવાલનું વિસ્તૃત રૂપ જોવા મળ્યું. અને અહીં એમ્યુઝમેન્ટ પાર્કમાં ચાઇના વૉલની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

ચાઇના વૉલ

ચાઇના વૉલ

ઈ.સ પૂર્વે 221-206માં ચીનના પહેલા શાસન ક્વિન શી હુઆંગના શાસનકાળમાં આ દીવાલનો મોટો ભાગ અસ્તિત્વમાં આવ્યો. સન 1700માં આ દીવાલનું વિસ્તૃત રૂપ જોવા મળ્યું. અને અહીં એમ્યુઝમેન્ટ પાર્કમાં ચાઇના વૉલની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

ન્યૂયોક સિટી પાસેથી પસાર થતી હડસન રીવરના મધ્ય ભાગમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અર્થાત્ સ્વતંત્રતા દેવીની પ્રતિમા આવેલી છે. જેનું નિર્માણ લશ્કરના એક સૈનિક અને શિલ્પકાર ફેડરિક ઓગસ્ટ બર્થ હોલ્ડીએ પાર પાડ્યું હતું.

એફિલ ટાવર

એફિલ ટાવર

ફ્રાન્સ દેશની રાજધાની પૅરિસમાં આવેલ સેઇન નદીની બાજુમાં આવેલ કામ્પ દ માર્સ પર બનાવાયેલો લોખંડી મિનારો છે. આ મિનારો વિશ્વમાં ફ્રાન્સની ઓળખનું ચિન્હ બની ગયો છે અને તે વિશ્વની સૌથી પ્રસિદ્ધ ઇમારતોમાંનો એક છે

સ્ટેચ્યુ ઓફ મેર્લિયન

સ્ટેચ્યુ ઓફ મેર્લિયન

સેંટોસા દ્રીપ પર જ સિંગાપુરનું પ્રતિક મેરલિયન ટાવર છે. તેમાં નીચે માછલી અને ઉપર સિંહની આકૃતિ બનેલી છે.

લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધા

ફેંગશૂઇમાં લાફિંગ બુદ્ધાને સુખ-સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.

વૃક્ષ મંદિર

વૃક્ષ મંદિર

વૃક્ષ મંદિર

અશોક સ્તંભ

અશોક સ્તંભ

અશોક સ્તંભ

તાજમહેલ

તાજમહેલ

એમ્યુઝમેન્ટ પાર્કમાં તાજમહેલ પ્રતિકૃતિનું કામકાજ હજું ચાલું જે ટૂંક સમયમાં તૈયાર થઇ જશે.

શિવધારા

શિવધારા

એમ્યુઝમેન્ટ પાર્કમાં એક શિવલિંગના રૂપમાં શિવધારાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ મહાત્મા ગાંધી

સ્ટેચ્યુ ઓફ મહાત્મા ગાંધી

એમ્યુઝેન્ટ પાર્કમાં સ્ટેચ્યુ ઓફ મહાત્મા ગાંધી પણ જોવા મળશે.

ડાયનાસોર

ડાયનાસોર

અહીં બાળકો માટે ડાયનાસોર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે.

English summary
Destination Of Thrills, Adventure, Monuments, Amusements, Jungle theme & Film Location.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X