For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલવા: તસવીરોમાં જુઓ મોદીનો વિદેશી અવતાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 જૂન: નરેન્દ્ર મોદીના ફેન્સ નરેન્દ્ર મોદીને લઇને કંઇકને અવનવી ટિખળ કરતાં રહે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સૌ પ્રથમ ભુતાન યાત્રાએ જઇ આવ્યા અને હજુ આગામી સમયમાં અનેક દેશોની યાત્રા પર જવાના છે. પોતાના આ વિદેશ પ્રવાસ અંગે નરેન્દ્ર મોદી પોતાની રીતે ઘણી તૈયારીઓ કરતા હશે પરંતુ સોશિયલ સાઇટ પર સક્રિય તેમના ફેન્સ તેમના કરતાં વધુ ઉત્સાહિત જણાય છે.

નરેન્દ્ર મોદી છેલ્લા દસ વર્ષથી સોશિયલ સાઇટ સૌથી સક્રિય અને લોકપ્રિય નેતા ગણાય છે અને તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં સોશિયલ સાઇટનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આજે વડાપ્રધાન બન્યા બાદ પણ સોશિયલ સાઇટ પર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધતી જાય છે.

નરેન્દ્ર મોદી તેમના પહેરવેશ અંગે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ જાણીતા છે અને વડાપ્રધાન બન્યા તો અમેરિકા સુધી તેઓ ફેશન આઇકૉન બની ગયા છે. તેથી જ મોદીના ફેન્સ તેમના વિદેશ પ્રવાસને લઇને તેમના પહેરવેશ અંગે તરેહ તરેહની કલ્પનાઓના વ્યંજન સોશિયલ સાઇટ પર પીરસી રહ્યાં છે. નરેન્દ્ર મોદીના ફેન્સ ફોટોશોપની મદદથી કેટલીક તસવીરો બનાવી છે. નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ દરમિયાન જો ત્યાંના પારંપારિક પહેરે તો કેવા દેખાય તે જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતા જાવ.

જાપાન

જાપાન

શિંજો અબે સાથે મિત્રતા રાખનાર મોદી જ્યારે ટોક્યો જશે, તો હકામામાં કંઇક આવા દેખાશે. આ સ્કર્ટ સ્ટાઇલવાળું પેન્ટ્સ કિમોનોની ઉપર પહેરવામાં આવે છે.

સ્કોટલેંડ

સ્કોટલેંડ

આ રસપ્રદ છે. નરેન્દ્ર મોદીનું સ્કોટ મેકઓવર જોરદાર રહેશે. વાદળી અને લીલું કિલ્ટ, જૈકોબાઇટ શર્ટ અને સામાન રાખવાનું પારંપારિક પાઉચ સ્પોરાન.

ભુતાન

ભુતાન

પીએમ બન્યા બાદ સૌથી પહેલાં ભુતાન જનાર નરેન્દ્ર મોદી ત્યાંના પારંપારિક 'ઘો'માં કંઇક આવા દેખાતા. ઘૂંટણ સુધીની લંબાઇ અને કમર પર બાંધવાની કેરા, રૌફ વધારે છે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

મોદી ચાપન પહરવેશમાં પણ ખુશી અનુભવી શકે છે. આ રંગીન અફગાન કોટ સાધારણ કપડાં ઉપર પણ પહેરવામાં આવે છે. તેમાં અલગ-અલગ રંગ અને પેટર્ન જોવા મળે છે.

નાઇઝેરિયા

નાઇઝેરિયા

મોદી ગ્રાંડ સ્ટાઇલ માટે જાણીતા છે. એવામાં આફ્રિકી બોઉબોઉ તેમને પસંદ પડી શકે છે. પહોળી બાંય ધરાવતું આ પરિધાન પશ્વિમી આફ્રિકામાં પહેરવામાં આવે છે.

શ્રીલંકા

શ્રીલંકા

નરેન્દ્ર મોદી લંકાઇ કપડાંઓમાં પણ સારા લાગે છે. પારંપારિક સફેદ સરોંગ અને લાંબો કુર્તો. શ્રીલંકાઇ પુરૂષ શર્ટની સાથે રંગીન સરોંગ પણ પહેરવાનું પસંદ કરે છે.

ચીન

ચીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગશાનમાં ધમાકેદાર નજર આવશે, જે ચીનમાં પુરૂષોનો પારંપારિક પરિધાન છે. તેને ચાંગપાઓ પણ કહેવામાં આવે છે.

English summary
See Narendra Modi foreign traditional looks in Pic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X