સરદાર પટેલ કોના? આ સવાલનો જવાબ છે ગાંધીજી કોના?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એક સમયે જે રીતે ગાંધીજી કે જે દેશના રાષ્ટ્રપિતા હતા તેમની પર રાજકારણ થતું હતું તેવી રીતે જ આજે સરદાર વલ્લભભાઇ પટેલ પર રાજકારણ થઇ રહ્યું છે. શું સરદાર પટેલ ખાલી કોઇ એક કોમ પૂરતા કે કોઇ એક પાર્ટી પૂરતા જ સિમિત છે? કારણ કે આજે તેવા અનેક લોકો છે જે તેમના નામનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહ્યા છે. ત્યારે 31મી ઓગસ્ટે જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતી તે સવાલ પૂછવો બહુ જરૂરી થઇ ગયો છે. કે સરદાર પટેલ કોના?સરદાર પટેલે આપણને એક અખંડ ભારત આપ્યું છે. સામ-દામ-દંડ-ભેદ તેમણે કર્યો પણ કોના માટે? રજવાડા- રાજાઓને ભારત નામના દેશમાં જોડ્યા પણ કોના માટે? ભારત દેશ માટે. ચોક્કસથી તે સમય અલગ હતો અને આજનો સમય અલગ છે. ત્યારે ભારતને સ્વતંત્રતા આપવવી, ભારતનું ઘડતર કરવાનું જોમ તેમનામાં હતું. પણ ત્યારથી પરિસ્થિતી અને આજની પરિસ્થિતિ સમય અને સંજોગા બદલાતા બદલાઇ ગઇ છે. વધુ વાંચો અહીં...

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી

કદાચ બાપુ એ વાત પહેલાથી જ સમજી ગયા હતા કે તેમના મૃત્યુ પછી લોકો તેમના નામે પણ રાજકારણ કરી ભોળી જનતાને ઉલ્લુ બનાવશે. માટે જ તે કહેતા રહ્યા કે મારા કદી પૂતળા બનાવી ચાર રસ્તે ના લગાવતા. અપનાવા હોય તો મારા વિચારોને અપનાવજો તે પણ જો તમને યોગ્ય લાગે તો. પણ થયું શું? આજે પણ સમાચારોમાં આવે છે કોઇ ગાંધીજીના પૂતળા પરથી ચશ્મા ચોરી ગયું, કોઇએ તેમના પર શાહી ચોપડી.

ઘડતર

ઘડતર

આપણે આપણા બાળકનું પણ યોગ્ય રીતે ઘડતર નથી કરી શકતા. તેમાં પણ થાપ ખાઇ જઇએ છીએ. ત્યારે શું દેશનું ઘડતર કરનાર આપણા તમામ વીરલાઓથી જે થયું તે બધુ યોગ્ય જ થયું હશે? કહેવાય છે વિચારો કર્મ કરતા પણ વધુ મહત્વ રાખે છે. વિચાર નેક હોવા જોઇએ. અને માટે જ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય કે જવાહર લાલ નહેરુ હોય તેમનો વિચાર એક જ હતો સંપૂર્ણ સ્વરાજ. દેશ વતી તેમણે જે તે પરિસ્થિતીમાં જે યોગ્ય લાગ્યું તેમનાથી જેટલું થયું તેમણે કર્યું. નિસ્વાર્થ ભાવે!

શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ

ખરેખર દેશ માટે ઘણું કરનાર આ દેશના નેતાઓ માટે જો આપણે આ દેશના નાગરિક તરીકે કંઇ કરી શકીએ કે અન્ય શબ્દોમાં કહીએ કે સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ તો સૌથી પહેલા તો તેમના નામે રાજકારણ રમવાનું બંધ કરવું જોઇએ. ગાંધીજી કોના, સરદાર કોના તે નક્કી કરનાર આપણે કોણ. તેમણે જે કર્યું દેશ માટે કર્યું તેને સ્વીકાર ભાવે જોતા તેમના સારા પાસા અપનાવી આગળ વધવું જોઇએ. તેમના ગૌરવંત ઇતિહાસથી જાણકાર રહેવું જોઇએ પણ તેમના નામ પર રાજકારણ કરે તો સાંખી ના લેવું જોઇએ.

રાજકારણ

રાજકારણ

રાજકારણમાં સ્વાર્થ ભળ્યો છે, સત્તાની ભૂખ વધી છે. હવે તેવા ગાંઘી નથી રહ્યા કે ના તેવા સરદાર રહ્યા છે જે ઓછામાં ચાલવે. ત્યારે શું આપણે કોઇ તેવી મહાત્મા જયંતી કે સરદાર જયંતી ઉજવી શકીએ જ્યાં તેમના વિચારોનું આચરણ હોય નહીં કે ખાલી ફોટો ઓપોચ્યૂનિટી નહીં, જ્યાં તેમના વિચારોને સમજવાની વાત હોય તેમના વિચારો નામે રાજકારણ રમવાની? શું ભારત માટે આવું શક્ય છે? વિચારવાની જેવી બાબત છે.

English summary
Special Story of Sardar Vallabhbhai Patel on his anniversary. Read here with more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.