કોંગ્રેસીઓએ કર્યા તમામ પ્રયત્ન પરંતુ રોકી ન શક્યા 'નમો રેલ'

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, દેશની લોકસભા ચૂંટણી દરમિયાન વિરોધી દળોએ નરેન્દ્ર મોદીને રોકવા માટે જેટલા અભિયાન ચલાવ્યા, નરેન્દ્ર મોદીની છબિ અને નરેન્દ્ર મોદી પોતે આ ચૂંટણીમાં એટલા જ મજબૂત થતા ગયા. 'સ્ટોપ નમો' અભિયાન શરૂ થયું 2013માં અને આજથી ઠીક બે દિવસ પહેલાં તેનો અંત થયો અને પછી એક વર્ષમાં મોદીની છબિ જેટલી વધુ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તે એટલી વધુ મજબૂત થઇ.

કોંગ્રેસ પાર્ટી માટે આ કોઇ આધાતથી ઓછું નથી, કારણ કે સ્ટોપ નમોના અભિયાનની શરૂઆત કોંગ્રેસ પોતેએ કરી હતી. જેમાં તેમનો સાથે મમતા બેનર્જીની તૃણમૂલ, લાલૂની આરજેડી, નીતિશ કુમારની જેડીયૂ, અરવિંદ કેજરીવાલની આપ, મુલાયમ સિંહ યાદવની સપા, માયાવતીની બસપા અને કેટલીક અન્ય પાર્ટીઓએ આપ્યો.

સ્ટોપ નમો અભિયાનના મૂળિયાને ખોદવાનું શરૂ કરી દિધું. તો તેનો પાયો 2002માં પડ્યો જ્યારે ગુજરાતમાં રમખાણો થયા. તે સમયથી જ કોંગ્રેસ સહિત ઘણા વિરોધી દળોએ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું શરૂ કરી દિધુ અને 2012માં આ પ્રહાર વધુ તેજ બની ગયા, જ્યારે નરેન્દ્ર મોદી એક રાષ્ટ્રીય નેતાના રૂપમાં ઉભરી આવ્યા.

2013માં દિલ્હીના શ્રીરામ કોલેજથી જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણોની સીરીઝ શરૂ કરી, ત્યારે રાષ્ટ્રીય મીડિયાએ તેમના પર ફોકસ કર્યું. ત્યારથી માંડીને 10મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના દરેક ભાષણમાં ગુજરાત મોડલના દરેક પહેલુને રાખ્યો અને જોત જોતામા6 રાખા દેશની જનતાની અંદર ચાહત વિકસીત થઇ કે તેમનું રાજ્ય પણ ગુજરાત બને.

ફેંકુ અને ઝુઠ્ઠા મોદી

ફેંકુ અને ઝુઠ્ઠા મોદી

લોકસભા ચૂંટણીમાં વિરોધી પક્ષનો કોઇપણ એવો નેતા ગયો નહી, જેને નરેન્દ્ર મોદીને ફેંકુ અથવા ખોટા ગણાવ્યા ન હોય. અરવિંદ કેજરીવાલથી માંડીને રાહુલ ગાંધી સુધી દરેક મોટા નેતાએ સાર્વજનિક મંચ પરથી કહ્યું હતું કે ગુજરાત મોડલ સાથે જોડાયેલી વાતોને લઇને નરેન્દ્ર મોદી દેશને ખોટું બોલે છે. તેમની આ વિકાસ ગાથા મનગઢત કહાણી છે. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા અને મેન સ્ટ્રીમ મીડિયામાં પણ અંરેન્દ્ર મોદી ફેંકુ કહીને બોલાવવા લાગ્યા.

ફેંકુ અને ઝુઠ્ઠા મોદી

ફેંકુ અને ઝુઠ્ઠા મોદી

આ બધાની વચ્ચે એ સ્પષ્ટ થઇ ગયું કે કોંગ્રેસની સરકાર બનાવવાનું સપનું હવે દુ:સ્વપ્ન બનતું જતું હતું, કારણ કે દરેક વાર તે સપનામાં નરેન્દ્ર મોદી દેખાવવા લાગ્યા હતા. અને પછી કોંગ્રેસે ખુલીને સ્ટોપ મોદી અભિયાનની શરૂઆત કરી દિધી. કોંગ્રેસની વેબસાઇટ પર તેમની ઉપલબ્ધિઓ ઓછી મોદીની બુરાઇઓ વધુ દેખાવવા લાગી. ટીવી પર જાહેરાત પણ આપી તો તેમાં ઉપલબ્ધિઓ ગણાવવાના બદલે એવી ટીમ પસંદ કરવાની વાત કહી જે એક ખેલાડીના બળ પર ચાલતી નથી.

મુસલમાનોને ડરાવ્યા

મુસલમાનોને ડરાવ્યા

2013માં કોંગ્રેસે નરેન્દ્ર મોદીના નામ પર ફેક એન્કાઉન્ટરનો મુદ્દો ઉછાળ્યો પરંતુ કોર્ટે કોંગ્રેસના ઇરાદાઓને પુરા થવા ન દિધા. કોંગ્રેસે અલ્પસંખ્યકોને નરેન્દ્ર મોદીના નામથી ડરાવવાનું શરૂ કરી દિધું. અભિયાન ચાલ્યું કે નરેન્દ્ર મોદીના આવવાથી અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાનોનું જીવન નરક બની જશે, પરંતુ નરેન્દ્ર મોદી ત્યારેપણ પોતાના ગુજરાતના મુસલમાનોના જીવનને દેશની સામે પીરસતા રહ્યાં.

ટોપી પર રાજકારણ

ટોપી પર રાજકારણ

જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની ઉપલબ્ધિઓ ગણાવવા લાગી ત્યારે કોંગ્રેસના સ્ટોપ નમો અભિયાન અંતગર્ત મીડિયાએ ટોપીનો મુદ્દો ઉછાળવાનું શરૂ કરી દિધું. યુપીએ ત્યારે ફૂલી ન સમાઇ અને ટોપી પર રાજકારણ શરૂ કરી દિધું.

સ્વતંત્રતા દિવસ ભાષણ

સ્વતંત્રતા દિવસ ભાષણ

યુપીએને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સ્વંતંત્રતા દિવસે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન સમાંતર ઉભા રહીને ભાષણ આપવાની જાહેરાત કરી દિધી. કોંગ્રેસે ઉતાવળમાં આવીને સૂચના તથા પ્રસારણ મંત્રાલયના માધ્યમથી ટીવી ચેનલોને ગાઇડલાઇન્સ જાહેર કરી દિધી. પરંતુ મીડિયા ક્યાં માનવાનું હતું. ટીવી પર મનમોહન સિંહથી વધુ નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યાં. જો કે નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહનું ભાષણ ખતમ થયા બાદ પોતાનું ભાષણ આપ્યું.

હૈદ્રાબાદમાં ચાલ્યો જાદૂ

હૈદ્રાબાદમાં ચાલ્યો જાદૂ

જ્યારે નરેન્દ્ર મોદીનો જાદૂ હૈદ્રાબાદમાં ચાલ્યો, ત્યારે કોંગ્રેસના પગ નીચેથી જમીન ખસી ગઇ. કોંગ્રેસે ફરી એકવાર પોતાની ચાલ ચાલી અને આઇપીએસ વણઝારાનો પત્ર બોમ્બના રૂપમાં નરેન્દ્ર મોદી પર પડ્યો. કોંગ્રેસે વણઝારના પત્રને બ્રહ્માસ્ત્રના રૂપમાં ઉપયોગ કર્યો, પરંતુ હકિકતમાં તે બ્રહ્માસ્ત્ર હતો જ નહી.

પટણામાં બ્લાસ્ટ

પટણામાં બ્લાસ્ટ

નરેન્દ્ર મોદીની રેલીઓ સતત ચાલુ હતી, અને એ વાત વિરોધ પક્ષને અસહજ બનાવી રહી હતી. ઓક્ટોબર 2013માં જ્યારે પટણામાં મોદી પહોંચ્યા તો રેલીમમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થઇ ગયા. પરંતુ બ્લાસ્ટ પણ નરેન્દ્ર મોદીને રોકી શકશે નહી. પરંતુ કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓની ભલામણ પર નરેન્દ્ર મોદીની સુરક્ષા વધારી દેવામાં આવી.

મોદી પર વ્યક્તિગત પ્રહાર

મોદી પર વ્યક્તિગત પ્રહાર

નવેમ્બરથી આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલા શરૂ કરી દિધા. વારંવાર ગુજરાત રમખાણોના રોતડા રોવામાં આવ્યા પરંતુ એસઆઇટીના ક્લોજર રિપોર્ટે બધાના મોંઢા બંધ કરી દિધા. બંધ મોઢા પર ટેપ લગાવવાનું કામ પાંચ વિધાનસભાના પરિણામોએ નક્કી કર્યા. ખાસ કરીને રાજસ્થાનમાં ભાજપે કોંગ્રેસને સત્તાથી દૂર કરી દિધી.

મોદીને ચાવાળા સૌ પ્રથમ કોંગ્રેસે કહ્યું

મોદીને ચાવાળા સૌ પ્રથમ કોંગ્રેસે કહ્યું

નરેન્દ્ર મોદી એક વિઝન સાથે આગળ વધી રહ્યાં હતા, ત્યારે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે કહ્યું કે 'એક ચાવાળો શું દેશ ચલાવશે, નરેન્દ્ર મોદી ઇચ્છે તો કોંગ્રેસના સંમેલનમાં મંડપ બહાર ચાનો સ્ટોલ લગાવી શકે છે.' કોંગ્રેસે વિચાર્યું કે દેશની જનતા 'ચાવાળા' કહેનાર નરેન્દ્ર મોદીથી અંતર બનાવશે, પરંતુ ભાજપે આ શબ્દને શસ્ત્ર બનાવી લીધું અને નવું અભિયાન શરૂ કરી દિધું ચાય પર ચર્ચા.

વ્યક્તિગત હુમલા

વ્યક્તિગત હુમલા

ફેબ્રુઆરી 2014માં જ્યારે કંઇ ન વધ્યું તો નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલા તેજ કરી દિધા. કોંગ્રેસી નેતાઓની સાથે-સાથે અરવિંદ કેજરીવાલે પણ નરેન્દ્ર મોદીની પર્સનલ લાઇફ પર હુમલા કર્યા અને કહ્યું કે બાળપણ લગ્ન થયા બાદ નરેન્દ્ર મોદીએ પત્નીને છોડી દિધી.

ડોકિયાગીરી અને નીચ રાજકારણ

ડોકિયાગીરી અને નીચ રાજકારણ

દિગ્વિજય સિંહ સહિત કેટલાક અન્ય કોંગ્રેસીઓએ નરેન્દ્ર મોદીની પર્સનલ લાઇફમાં ડોકીયા કરવાનું શરૂ કરી દિધું. ત્યારે વડોદરામાં ઉમેદવારી પત્ર દાખલ કરતી વખતે પહેલી વાર આધિકારીક રીતે પોતાની પત્નીને સ્વિકાર કરી. પરંતુ તેમછતાં વિરોધી દળ ચુપ રહ્યાં નહી પ્રહાર ચાલુ રાખ્યા. કોંગ્રેસના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું નરેન્દ્ર મોદી પોતાની પત્નીનો ખ્યાલ રાખી શકતા નથી તો દેશનો શું ખ્યાલ રાખશે.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

અંતમાં પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીના રાજકારણને નીચ રાજકારણ ગણાવ્યું અને તેના પર જોરદાર રાજકારણ થયું. પરંતુ એક વર્ષ સુધી ચાલ્યું સ્ટોપ નમો અભિયાન મોદીને રોકી શક્યા નહી. આજે મતદાનનો અંતિમ દિવસ છે અને દેશના બાળકો પર મોદીનું નામ છે.

English summary
The ‘Stop NaMo’ campaign during the elections made BJP's PM candidate Narendra Modi more stronger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X