• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહાભારતની આ 5 કથાઓ તમે નહીં સાંભળી હોય

|

મહાભારત, ભારતના આ વિશાળ ઐતિહાસિક ગ્રંથની રચના વેદવ્યાસે કરી હતી. આ ગ્રંથમાં સત્યની અસત્ય આગળ જીત બતાવી છે. જો કે મહાભારતમાં કૌરવ અને પાંડવોની મુખ્ય કથા ઉપરાંત પણ અનેક નાની નાની કથાઓને લખવામાં આવી છે. પણ મુખ્યત્વે તેનો મૂળ ભાગને વધુ લોકપ્રિય હોવાના કારણે આપણે આ ગૌણ કથાઓ વિષે આપણે ખાસ જાણતા નથી.

ત્યારે આજે અમે તમને મહાભારતની કેટલીક એક અજાણી પણ રોચક વાર્તાઓ વિષે જણાવીશું જેના વિષે તમે આજ પહેલા ભાગ્યે જ જાણ્યું હશે.

ત્યારે કર્ણ, દુર્યોધન અને પાંડવોના પતનને લઇને મહાભારતમાં લખવામાં આવેલી આવી જ કેટલીક રોચક વાર્તાઓને જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

દુર્યોધન

દુર્યોધન

દુર્યોધન અને ગાંધર્વો વચ્ચે એક વાર લડાઇ થઇ. જેમાં અર્જુને દુર્યોધનની સહાય કરી. જે બાદ દુર્યોધન અર્જૂનને વચન આપ્યું કે તે તેની પાસેથી કંઇ પણ માંગી શકે છે

દુર્યોધન

દુર્યોધન

જે બાદ કૌરવો અને પાંડવોના યુદ્ધ વખતે દુર્યોધને ભિષ્મ પિતામહને કહ્યું કે તે પાંડવોની વિરુદ્ધ યોગ્ય રીતે નથી લડી રહ્યા. ત્યારે ક્રોધે ભરાયેલા ભીષ્મએ તેવા પાંચ તીર નીકાળ્યા જેમાંથી પાંચેય પાંડવો મરી જાય.

દુર્યોધન

દુર્યોધન

ભગવાન કૃષ્ણને આ વાતની જાણ થતા તેણે અર્જૂન, દુર્યોધનને આપેલા વચનની યાદ કરાવી. અને અર્જૂને દુર્યોધન પાસે જઇ આ પાંચ તીરની માંગણી કરી. દુર્યોધને પણ એક ક્ષત્રિય તરીકે આ તીર અર્જૂનને આપી દીધા.

ઇરાવન

ઇરાવન

કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં કાલિ દેવીની બલિ માટે કોઇ નરબલિ ચઢાવવી જરૂરી હતી. ત્યારે અર્જૂનના પુત્ર ઇરાવને આ બલિ માટે સ્વૈછિક મૃત્યુ સ્વીકારી. પણ તેની શરત હતી કે તે બલિ પર ચઢતા પહેલા લગ્ન કરશે. જો કે કોઇ પણ પોતાની પુત્રીને આટલું જલ્દી વિધવા કરવા નહતું ઇચ્છતું. ત્યારે ભગવાન કૃષ્ણએ મોહીની સ્વરૂપ ધારણ કરી ઇરાવન જોડે લગ્ન કર્યા.

ઇરાવન

ઇરાવન

જે બાદ કાલિ માતાએ 18 દિવસ સુધી ઇરાવનનો ઉપભોગ કર્યો ત્યારે છેલ્લા દિવસે માહિનીએ કાલી માતાના છાતી પર પગ મૂકી પોતાના મૃત પતિનો શોક મનાવ્યા. આ જ કારણે દર વર્ષે અનેક હિજડાઓ, તમિલનાડુના કૌવગમમાં ઇરાવનની પત્ની બને છે અને બીજા દિવસે વિધવાનો શોક મનાવે છે.

ઉડ્ડપીના રાજા

ઉડ્ડપીના રાજા

કૌરવો અને પાંડવોના યુદ્ધ દરમિયાન ઉડ્ડપીના રાજાએ યુદ્ધ ના લડવા અને તટસ્થ રહેવાનું નક્કી કર્યું. અને તેમણે યુદ્ધમાં લડતા તમામ સૌનિકો માટે ભોજન અને ઇજાગ્રસ્તોની સેવા કરવાનું વચન આપ્યું. જો કે યુદ્ધમાં અનેક લોકોની મોત થવા છતાં ઉડ્ડપીના રાજા દ્વારા બનતી રસોઇમાં કદી પણ બગાડના થતો.

ઉડ્ડપી રાજા

ઉડ્ડપી રાજા

ત્યારે લોકો ઉડ્ડપીના રાજાને પૂછ્યું કે તમને કેવી રીતે આટલું સચોટ માપ ખબર પડે છે. ઉડ્ડપીના રાજા કહ્યું હું રોજ રાતે કૃષ્ણ ભગવાને મગફળી પ્રસાદીરૂપે ઘરું છું. જો કૃષ્ણ તેમાંથી 10 મગફળી ખાય તો હું 10,000 લોકો બીજા દિવસે યુદ્ધમાં મૃત્યુ પામશે તે માનીને ખોરાક બનાવું છું. અને તે જ કારણે અમારી રસોઇ હંમેશા માપની બને છે.

દાનવીર કર્ણ

દાનવીર કર્ણ

કર્ણની દાનવીરતા બધા જ જાણે છે. તેણે તેની માતાને કવર અને કુંડળ પણ આપી દીધા. પણ તેની મૃત્યુ વખતે કૃષ્ણ ભગવાન બ્રાહ્મણનું સ્વરૂપ લઇને આવે છે. અને કર્ણને દાન આપવાનું કહે છે. ત્યારે કર્ણ તેનો સોનાનો દાંત પોતાના હાથથી તોડીને આપી દે છે.

કર્ણ

કર્ણ

ભગવાન કૃષ્ણ કર્ણની દાનવીરતા જોઇને ખૂબ જ પ્રસન્ન થાય છે. અને તે પોતાના મૂળ સ્વરૂપમાં કૃષ્ણને દર્શન આપે છે. અને વરદાન માંગવાનું કહે છે. કર્ણ કહે છે તે તેના જીવતે જીવત કૃષ્ણ ભગવાનનું મૂળ સ્વરૂપ જોઇ લીધું તે ધન્ય થઇ ગયો. હવે તેને કંઇ નથી જોતું. અને તે મરી જાય છે.

દુર્યોધનનો વિશ્વાસ

દુર્યોધનનો વિશ્વાસ

દુર્યોધનની પત્ની ભાનુમતી અને કર્ણ એક વાર પાસાની રમત રમતા હોય છે. કર્ણ દરવાજા સામે પીઠ કરીને બેઠો હોય છે. અચાનક જ ત્યારે દુર્યોધન ગૃહમાં પ્રવેશ કરે છે. જેથી તેના સન્માનમાં ભાનુમતિ ઊભી થવા જાય છે.

દુર્યોધન

દુર્યોધન

પણ સામે પક્ષે આ વાતથી અજાણ કર્ણને તેવું લાગે છે કે ભાનુમતી રમતમાં હારી જવાની બિકે રમત છોડીને જઇ રહી છે. અને તે તેની ગળાની માળા ખેંચી તેને રોકવાનો પ્રયાસ કરે છે. જેમાં તેની ગળાની માળા તૂટીને નીચે વેરાઇ જાય છે. આ જોઇને દુર્યોધન કોઇ પણ પ્રતિક્રિયા કર્યા વગર નીચે પડેલા મોતી વિણવા લાગે છે. જે બતાવે છે તે દુર્યોધનને તેની પત્ની અને કર્ણ પર કેટલા વિશ્વાસ હતો.

English summary
Mahabharat is one of the two greatest epics of India. Written by Ved Vyasa, the grandfather of the protagonists and antagonists of the epic, Mahabharata contains the essence of all the scriptures of Hinduism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more