For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છો, કોણ હતા ભગવાન શિવના પુત્રી?

|
Google Oneindia Gujarati News

તમે એ વાત જાણીને આશ્ચર્ય પામ્યા હશો કે શું ખરેખર ભગવાન શિવને પુત્રી હતી? શિવને બે પુત્રો હતા, કાર્તિક અને ગણેશ જે હિન્દુ પૌરાણિક કથાઓમાં જાણીતા છે, પરંતુ જો અમે તમને કહીએ કે ભગવાન શિવને એક સુંદર પુત્રી પણ હતી તો? જીહાં, તેમને એક પુત્રી હતી, જેનું નામ હતું અશોક સુંદરી. તેઓ બહુ જાણીતું દેવી સ્વરૂપ નથી પરંતુ ભારતના પ્રચલિત વિવિધ પૌરાણિક વાતોમાં વિવિધ પ્રકારે લોકપ્રીય છે.

માતા પાર્વતી જ્યારે એકલા હતા ત્યારે તેમણે એક વરદાન માગ્યુ અને જેના ફળ સ્વરૂપે અશોક સુંદરીનો જન્મ થયો. અશોક સુંદરીનો ઉલ્લેખ અનેક ગુજરાતી પૌરાણિકોમાં અને પદ્મ પુરાણમાં મળી આવે છે. શિવ પુરણમાં માહિતી સભર રીતે શિવ અંગે જણાવવામાં આવ્યું છે, જેમાં તેઓ એકાંતવાસીથી ગૃહસ્થિવાળા બન્યા ત્યાં સુધીનું જણાવવામાં આવ્યું છે. શિવ એકાંતવાસમાં અલિપ્ત હતા અને તેમને વિશ્વની કોઇપણ શક્તિ જાળમાં ફસાવી શકતી નહોતી, પરંતુ ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને સંપૂર્ણ ગૃહસ્થિવાળા બની ગયા. જ્યારે તેઓ ગૃહસ્થિવાળા હતા ત્યારે તેઓ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા, જેમાં એક પુત્રી પણ હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ શિવની પુત્રી અંગે.

કેવી રીતે થયો જન્મ

કેવી રીતે થયો જન્મ

એક પૌરાણિક કહાણી અનુસાર શિવ અને પાર્વતી કલ્પવૃક્ષ પાસે આવ્યા, જે ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જ્યારે ભગવાન શિવને સતત કૈલાશ પર્વત પર બુરાઇ અને દાનવોનો સર્વનાશ કરવા જવું પડતું, ત્યારે માતા પાર્વતીને એકલતા અનુભવાતી. તેથી તેણે કલ્પવૃક્ષ સમક્ષ પોતાની ઇચ્છા પ્રકટ કરી અને વરદાનમાં પુત્રી માંગી. વૃક્ષે તેમનું વરદાન પૂરુ કર્યું અને અશોક સુંદરીનો જન્મ થયો.

શા માટે નામ પડ્યું અશોક સુંદરી

શા માટે નામ પડ્યું અશોક સુંદરી

શિવની પુત્રીનું નામ અશોક સુંદરી એટલા માટે રાખવામાં આવ્યું હતું કે અશોકનો અર્થ થાય છે દુઃખ વિહોણુ, શિવની પુત્રીએ માતા પાર્વતીનું દુઃખ દૂર કર્યું હતું. સુંદરીનો અર્થ થાય છે, સુંદર. શિવની આ પુત્રી ઘણી જ સુંદર હતી અને તેથી માતા પાર્વતીએ તેનું નામ અશોક સુંદરી પાડ્યું હતું.

પાર્વતીએ પુત્રીને બનાવી દીધી હતી મીઠું

પાર્વતીએ પુત્રીને બનાવી દીધી હતી મીઠું

શિવ-પાર્વતીની પુત્રી અંગે ખોઇ ખાસ માહિતી નથી, પરંતુ કહેવાય છે કે, જ્યારે ભગવાન શિવે પુત્ર ગણેશનો શિરચ્છેદ કર્યો હતો, ત્યારે અશોક સુંદરી ત્યાં જ હતી, તે પિતાની આ હરકતથી ભયભીત થઇ ગઇ હતી અને મીઠાંના કોથળા પાછળ સંતાઇ ગઇ હતી, જ્યારે પાર્વતીને પોતાના પુત્રના શિરચ્છેદ સહિતની વાત જાણવા મળી ત્યારે તે ઘણાં જ ગુસ્સે ભરાયા, આ ગુસ્સા દરમિયાન તેમણે અશોક સુંદરીને મીઠું બનાવી નાંખી. બાદમાં જ્યારે શિવ દ્વારા ગણેશનું માથું ફરીથી બેસાડવામાં આવ્યા બાદ શિવ અને પાર્વતીએ પોતાની પુત્રીને પુનઃસજીવન કરી અને સાંત્વના પાઠવી હતી. કહેવાય છેકે અશોક સુંદરી મીઠાં સાથે સંકળાયેલા છે.

અશોક સુંદરી સાથે જોડાયેલી અન્ય એક કહાણી

અશોક સુંદરી સાથે જોડાયેલી અન્ય એક કહાણી

અમુક પૂર્વજોને બાદ કરતા શિવની પુત્રી અંગે બહુ ઓછા લોકો જાણતા હશે. તેમ છતાં ભારતના કેટલાક ભાગોમાં શિવની પુત્રી અંગે ચર્ચા કરવામાં આવે છે જેમ કે, બંગાળ. બંગાળમાં એવી માન્યતા છે કે માતા માનાસાએ શિવની પુત્રી છે, જેમનો જન્મ આકસ્મિક રીતે એ સમયે થયો હતો જ્યારે ભગાવન શિવના સીમન કાદ્રુ નામના સાંપના માતા દ્વારા એક પૂતળું બનાવવામાં આવ્યું હતું, જેને અથડાયા હતા.

English summary
You must be wondering that when did Lord Shiva became a father a girl child? Shiva's two sons are quite well-known in Hindu mythology - Karthikeya and Ganesha. But what if we tell you that Lord Shiva had a beautiful daughter too? Yes, He also had a daughter named Ashok Sundari. She is not a very well-known deity but, She features in many folklore across India in various forms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X