આ સેલિબ્રિટીઓને નસીબમાં મળ્યો પ્રેમ, દગો અને મોત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: સુનંદા પુષ્કરનો મૃતદેહ શુક્રવારે સાંજે સંદિગ્ધ અવસ્થામાં દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ 'લીલા'ના રૂમ નંબર 345માંથી મળી આવી. સુનંદા પુષ્કરે પોતાના પતિ શશિ થરૂર અને એક પાકિસ્તાની મહિલા પત્રકાર વચ્ચેના અફેયરથી દુખી હતી. પોલીસ સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સુનંદા પુષ્કરના રૂમમાંથી કંઇ અસમાન્ય મળ્યું નથી.

જેથી લાગે છે કે અંતિમ ક્ષણોમાં તેમને જીવ માટે સંઘર્ષ કર્યો. પરંતુ સનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની પેનલમાંથી એક ડૉક્ટરે કહ્યું હતું કે તેમની લાશ પરથી ઇજા નિશાન જોવા મળ્યા છે અને મોત અસ્વભાવિક તથા અચાનક થયું છે.

પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે અમે સુનંદા પુષ્કરના કેટલાક જૈવિક નમૂના લીધા છે સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે અને ફોટા લેવામાં આવ્યા છે. અમે અમારો રિપોર્ટ અને સલાહનો નિષ્કર્ષ બે દિવસમાં પ્રસ્તુત કરીશું. પોસ્ટમોર્ટમ બાદ દક્ષિણી દિલ્હીના લોદી એસ્ટેટ સ્થિત સ્મશાન ગૃહમાં સાંજે લગભગ 5.30 વાગે સુનંદાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જો કે સુનંદા પુષ્કર જ નહી આ પહેલાં ઘણી હસ્તીઓએ પ્રેમમાં તણાવ અથવા દગો સહન ન કરી શકી અને વિચલિત થઇને અસમયે મોતનો શિકાર બની ગઇ. તો આવો આ હસ્તીઓ વિશે ચર્ચા કરીએ જેમને પ્રેમના માર્ગમાં દગો મળ્યો અને પછી તેમને મોતનો મારગ પસંદ કરવો પડ્યો.

જિયા ખાન

જિયા ખાન

માનવામાં આવે છે કે પ્રેમમાં અવગણના અથવા દગાના દર્દના લીધે જ 3 જૂન 2013ના રોજ 25 વર્ષીય યુવા અમેરિકી-બ્રિટીશ નાગરિક તથા બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનને પોતાના ઘરમાં મૃત અવસ્થામાં જોવા મળી હતી. મોતની સચ્ચાઇ સામે આવી નથી. આદિત્ય પંચોલીના પુત્ર સુરજ સાથે અફેયર હતું. જિયા ખાનના શરીર પર ઇજાના ગંભીર નિશાન મળ્યા ત્યારબાદ તેમની માતાએ હત્યાનો કેસ નોંધાવ્યો છે.

ફિઝા મોહંમદ

ફિઝા મોહંમદ

હરિયાણાની આસિસ્ટંટ એડવોકેટ જનરલ અનુરાધા બાલી ધર્મ બદલીએ ફિઝા મોહંમદ બની અને રાજ્યના ઉપ-ઉપમુખ્યમંત્રી ચંદર મોહન ઉર્ફ ચાંદ મોહંમદ સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ લગ્ન તૂટી ગયા. ફિઝા 6 ઓગષ્ટ 2012ના રોજ મૃત મળી આવી. ચાંદનું મુસ્લિમ બની નિકાહ કરવું દેશમાં ચર્ચામાં રહ્યું.

નફીસા જોસેફ

નફીસા જોસેફ

વર્ષ 1997માં મિસ ઇન્ડિયા યૂનિવર્સ રહી ચૂકેલી નફીસા જે ઉદ્યોગપતિ સાથે લગ્ન કરવાની હતી, તે મેરિડ હતો પરંતુ તેને નફીસાને ખોટું કહ્યું હતું કે તેના છુટાછેડા થઇ ગયા છે. 26 વર્ષીય મોડલ નફીસા પ્રેમીનો આ દગો સહન કરી ન શકી. 29 જુલાઇ 2004ના રોજ ફાંસી લગાવી દિધી.

સિલ્ક સ્મિતા

સિલ્ક સ્મિતા

દક્ષિણની ચર્ચિત અભિનેત્રી જેના પર તાજેતરમાં જ 'ડર્ટી પિક્ચર' ફિલ્મ બની છે. તેની સાથે પ્રેમમાં ઘણીવાર દગા ખાધા, આર્થિક તંગી પણ આવી. ડિપ્રેશને આ 35 વર્ષીય અભિનેત્રીને અકેલી બનાવી દિધી. 23 ડિસેમ્બર 1996ના રોજ તેમને તેમના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી.

દિવ્યા ભારતી

દિવ્યા ભારતી

નાની ઉંમરમાં દિવ્યા ભારતીને ખ્યાતિ મળી, 19 વર્ષની ઉંમરે જ લગ્ન કરી લીધા, કહેવામાં આવે છે કે તેના જીવનમાં બધુ બરાબર ન હતું. નશાખોરી અને ખોટી સંગતની ચર્ચા વચ્ચે 5 એપ્રિલ 1993ના રોજ પોતાના જ ઘરના પાંચ માળેથી પડી ગઇ કે આત્મહત્યા કરી લીધી. આ આજે પણ રહસ્ય છે.

English summary
Doctors who conducted the hour-long postmortem on Sunanda Pushkar Tharoor at AIIMS said it appeared to be a case of “sudden, unnatural death”, and that she had “certain injuries on the body”.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.