અજાણ્યા છોકરા સાથે વાતચીત માટે છોકરી અપનાવે આ પદ્ધતિ

Posted By:
Subscribe to Oneindia News

ઘણીવાર એવું બને છે કે તમે તમારી બાજુમાં બેઠેલા કોઇ સ્માર્ટ છોકરા સાથે વાતચીત કરવા માંગતી હોય પરંતુ તમને સાચી પદ્ધતિ સમજાતી ન હોય, કે તેની સાથે વાત કરવાની શરૂઆત કેવી રીતે કરવામાં આવે. છોકરાઓ હંમેશા આવી છોકરીઓના પ્રશંસક હોય છે જે પહેલાં વાત કરવામાં રસ ધરાવે છે.

કોઇપણ નવા અથવા અજાણ્યા છોકરા સાથે વાતચીત કરવાની ઘણી બધી પદ્ધતિ છે, તમારે ફક્ત યોગ્ય સમયની રાહ જોવાની હોય છે. ઉતાવળ ના કરશો નહીતર તમારી ઇમ્પ્રેશન ખરાબ પડી શકે છે. તમારી વાતચીત એવી રીતે શરૂ કરો કે છોકરાને તમે સુંદરની સાથે-સાથે હોશિયાર લાગો. વાતચીતમાં લડાઇ અથવા ટીકાથી શરૂઆત ન કરો. સાવધાની રાખો અને સારો વ્યવહાર અપનાવો. અહી કેટલીક ટિપ્સ આપવામાં આવી રહી છે તમે કેવી રીતે એક અજાણ્યા છોકરા સાથે વાતચીત શરૂ કરી શકો છો.

મદદના બહાને

મદદના બહાને

કોઇપણ છોકરાને મદદગાર અથવા મસીહા બનવામાં મજા આવે છે. તમે તેની મદદ લેવાના બહાને તમે વાતચીત શરૂ કરી શકો છો. કોઇ નોટ્સ જોઇએ, તમારા પીસીમાં કોઇ ગડબડ થઇ ગઇ, અથવા સ્કુટી કે કાર ખરાબ થઇ છે અથવા તો તમે કોઇ મુસીબતમાં ફસાઇ ગયા છો તો તેને કહો. તે તમારી મદદ કરશે અને પછી તમે તેની સાથે વાતચીત શરૂ કરી શકો છો.

માર્ટિની

માર્ટિની

જો તમે કોઇપણ નવા વ્યક્તિ સાથે વાતચીત કરવા માંગો છો અને એકવારમં જ તેને એક માર્ટિન મોકલો. તમે ઇચ્છો તો કોઇ ડ્રિંક પણ મોકલી શકો છો પરંતુ આ વાતચીત શરૂ કરવા માટે જ ઓળખવામાં આવે છે. પરંતુ તમે માર્ટિની મોકલતી વખતે સમયનું ધ્યાન રાખવું પડશે કે તમે જેને મોકલી રહ્યાં છો તે વ્યક્તિ એકલી છે કે તેની સાથે તેની પ્રેમિકા છે. નહીતર તમારે કારણે કોઇનું બ્રેકઅપ થઇ જશે.

અચાનક વાતચીત શરૂ કરી દો

અચાનક વાતચીત શરૂ કરી દો

તમારા જ વિસ્તાર અથવા ક્ષેત્રમાં વંદો દેખાતા તમે ડાયરેક્ટ જ વાતચીત કરી શકો છો. આખી વાતચીત એકદમ સામાન્ય રાખો જેથી તેને કંઇ અટપટું ન લાગે. છોકરીઓ માટે આ પદ્ધતિ સારી હોય છે અને તે આને અપનાવે છે.

સામાન્ય રૂચિઓ

સામાન્ય રૂચિઓ

વાતચીત કરતાં પહેલાં કોમન રૂચિઓ શોધો જેમ કે તમને બંને એક જેવું શું પસંદ છે. જેમ કે તમારું અને તેનું પરફ્યૂમ, તમારી બંનેનું બુક્સ કલેક્શન વગેરે. આ રીતે પણ વાતચીત શરૂ કરી શકાય.

ગેજેટ્સ

ગેજેટ્સ

છોકરાઓ ગેજેટના દિવાના હોય છે. વાતચીત કરવા માટે તમે ગેજેટ્સને માધ્યમ બનાવી શકો છો. તમે તેના સારા અને લેટેસ્ટ ગેજેટ વિશે જાણી શકો છો. પરંતુ એટલી નાની-નાની વાતો પણ ન પુછો કે તમે તેની નજરમાં બુદ્ધુ બની જાવ.

English summary
There are many times when you want to talk to a total stranger guy you find extremely attractive or smart. But you do not find the right time or way to start a conversation with him.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.