• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરોમાં જુઓ જાણો લિવ-ઇન રિલેશનશિપના રિસ્ક ફેક્ટર

By Kumar Dushyant
|

[રાજીવ ઓઝા] તમે ઘણીવાર પાર્કિંગ પ્લેસ પર નોટીસ લાગેલી જોઇ હશે કે તમારી ગાડી તમારા રિસ્ક પર પાર્ક કરવી. સુપ્રીમ કોર્ટે પણ લિવ-ઇન રિલેશનશિપ વિશે એક એવો મત મુક્યો છે, જેના માધ્યમથી એવો સંદેશ જાય છે કે, ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ હવે પાપ અથવા ગુનો તો નથી, પરંતુ જો તમે તેમાં ભાગીદાર હોવ તો તમે તમારા જોખમે.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક એવા ચૂકાદામાં સ્પષ્ટ કર્યું, પરંતુ સાથે એ પણ કહ્યું કે જો કોઇ મહિલા એ વાત જાણે છે કે તે જે પુરૂષ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે, તે પહેલાંથી જ પરણિત છે, તેમછતાં તેની સાથે રહે છે અને 18 વર્ષ બાદ પુરૂષ તેને છોડીને પોતાની પહેલી પત્ની પાસે જતો રહે છે તો લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારી મહિલા તેની પાસે વળતર માંગી ન શકે આ કેસ 'મેરેજ' અથવા ડોમેસ્ટિક વાયલેન્સમાં દાયરામાં પણ નહી આવે.

પત્ની અને બાળકો વળતરનો દાવો ઠોકી શકે

પત્ની અને બાળકો વળતરનો દાવો ઠોકી શકે

સુપ્રીમ કોર્ટે ચેતાવણી આપી છે કે પહેલી પત્ની અને બાળકો તે મહિલા વિરૂદ્ધ વળતરનો દાવો ઠોકી શકે છે, કારણ કે તે તેના કારણે પતિ અને પિતાના પ્રેમથી 18 વર્ષ સુધી વંચિત રહ્યાં. પરંતુ સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે આ પ્રકારના કેસમાં હજુ સુધી કોઇ કાયદો નથી અને લિવ-ઇન રિલેશનશિપના આવા કેસ પીડિત મહિલાને પણ મળે, આ અંગે નવેસરથી કાયદા બનવવા વિશે સરકારે વિચારવું પડશે. હવે સરકારે વિચારવું પડશે કે બદલતા સમાજમાં વધતા જતા લિવ-ઇન રિલેશનશિપના કેસને ધ્યાનમાં રાખતા નવેસરથી કાયદા બનાવે, જેથી કોઇપણ પક્ષને અન્યાય ન થાય.

મહિલાઓની સ્થિતીમાં સુધારો

મહિલાઓની સ્થિતીમાં સુધારો

ભારતમાં પહેલાં સમલૈંગિકતા પાપના દાયરામાં આવતું હતું હવે આ ગુનો નથી. તે પ્રમાણે લિવ-ઇન રિલેશનશિપને પહેલાં ભારતીય સમાજમાં વર્જિત માનવામાં આવતું હતું અને આવી મહિલાઓ માટે એક અપમાનજનક શબ્દ 'રખાત' હતો. તે શબ્દના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટે કડકાઇપૂર્વક મનાઇ કરી દિધી. ધીરે-ધીરે સમાજ બદલાયો, નૈતિક મૂલ્યોની પરિભાષા બદલાઇ અને સમાજમાં મહિલાઓની સ્થિતીમાં સુધારો થયો.

અબળા નારી બની સબળા

અબળા નારી બની સબળા

સ્ત્રીઓ 'અબળા નારી'ના કવચને તોડીને સબળા બની ગઇ. તે પોતાના અધિકાર અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરવા લાગી. પોતાની જીંદગી પોતાના સુખ વિશે નિર્ણય કરવા લાગી, પરંતુ આ પરિવર્તનમાં એ જોવાનું છે અને સુનિશ્વિત કરવાનું સરકારનું દાયિત્વ છે કે આ આઝાદીનું નુકસાન નારીને એકતરફી કાયદાના કારણે તો નથી ભોગવવું પડી રહ્યું ને. એટલું જ નહી રિલેશનશિપની આડમાં ક્યાંક વર્તમાન કાયદાનો દુરઉપયોગ તો નથી થઇ રહ્યો ને, તેને સુનિશ્વિત કરવાનું કામ કાયદાનું છે.

નવો કાયદો લગામ કસશે

નવો કાયદો લગામ કસશે

કાયદો બનશે, તેમાં કોઇ શક નથી, નવો કાયદો આ રિલેશનશિપ પર લગામ કસશે, એ પણ નક્કી છે, પરંતુ રિસ્ક ફેક્ટર તેમછતાં રહેશે. કારણ કે ભારતમાં જ્યારે મહિલા જજની સામે નિવેદન આપે છે, તો પોલીસ સૌથી પહેલાં આરોપીને જેલમાં નાખી દે છે, જો કે આવી સમસ્યાથી બચવું છે તો આવા પાર્કિંગ સ્થળથી દૂર રહો.

English summary
Live-in relationship is neither a crime nor a sin, the Supreme Court has held while asking Parliament to frame law for protection of women. But even then this relationship is the love only at your own risk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more