• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Teacher's Day: આ દિગ્ગજોએ આપી ભારતને નવી દિશા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 સપ્ટેમ્બર: આજે 5મી સપ્ટેમ્બર એટલે ડૉ. રાધાકૃષ્ણ સર્વોપલ્લીનો જન્મદિવસ. જેને આપણો દેશ શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. શિક્ષકનું મહત્વ ફક્ત સ્કૂલમાં કે કોલેજ સુધી સીમિત નથી.

શિક્ષક આપણા જીવનના તે કુંભાર છે જે આપણને ઘડે છે ક્યારે માર વડે તો ક્યારેક પ્રેમથી, પરંતુ આપણા જીવનને દિશા આપવાની જવાબદારી શિક્ષક નિસ્વાર્થપણે દિલથી નિભાવે છે. દેશમાં એવા કેટલાક શિક્ષકો છે જેમના અનુભવે પોત-પોતાના ક્ષેત્રમાં મોટા પરિવર્તન કર્યા છે અને શિક્ષકના પદ પર રહેવા ડિજર્વ પણ કરે છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

શિક્ષક દિવસ વાત થઇ રહી છે અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત ન કરવામાં આવે તો આ દિવસ સાથે અન્યાય ગણાશે. ભારતના ધાર્મિક અને દાર્શનિક સાહિત્યને પોતાના લેખનના માધ્યમથી વિશ્વ સુધી પહોંચાડનારા ભારતના રત્ન રાધાકૃષ્ણનને જણાવ્યું કે ઇશ્વર દરેક માણસને પ્રેમ કરે છે.

ફાઇનાન્સ ગુરૂ

ફાઇનાન્સ ગુરૂ

ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દેશના સારા અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રમાં તેમનાથી સારા શિક્ષક મળવા મુશ્કેલ છે. મનમોહન સિંહે ભારતીય અર્થવ્યવસ્થાને લિબ્રલાઇજ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. મનમોહન સિંહના સ્ટ્રક્ચર રિફોર્મ્ર્સે ના ફક્ત ભારતીય અર્થવ્યવસ્થાને 1991માંથી બહાર નિકાળી હતી, પરંતુ વિશ્વભરમાં લીડિંગ રિફોર્મ-માઇંડિડ ઇકોનોમિસ્ટની છબિ બનાવવામાં સફળ રહ્યા.

ક્રિકેટ કોચ

ક્રિકેટ કોચ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટમાં ગુરૂ ગેરીના નામથી જાણીતા ગેરી કર્સટન અત્યાર સુધીના સૌથી વધુ સફળ કોચમાં સમાલે છે. ભારતીય ક્રિકેટ ટીમને 2008 થી 2011 સુધી પોતાની છત્રછાયામાં લાવનાર ગુરૂ ગેરીએ ફક્ત ટીમ ઇન્ડિયાને નંબર વન ટેસ્ટ બનાવી પરંતુ આ ઉપરાંત 28 વર્ષ બાદ દેશને બીજો વર્લ્ડ કપ પણ જીતાડ્યો. ટીમ ઇન્ડિયાએ કેપ્ટન મહેન્દ્ર ધોનીએ કહ્યું હતું કે ગુરૂ ગેરીનું ટીમ ઇન્ડિયાને કોચ કરવું ભારતીય ક્રિકેટ માટે સૌથી મોટી સારી વાત છે.

બેડમિન્ટન કોચ

બેડમિન્ટન કોચ

સાઇના નેહવાલ, પરૂપલ્લી કશ્યપ, પીવી સિંધુ અને ગુરૂસાઇ દત્તને બેડમિન્ટન જગતમાં મોટું નામ બનાવનાર ફૂલેલા ગોપીચંદ બેડમિન્ટનના સારા કોચ છે. વર્ષ 2001માં ઑલ ઇગ્લેંડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનાર બીજા ભારતીય બન્યા ગોપીચંદે રમતમાંથી સંન્યાસ લીધા પછી ગોપીચંદ બેડમિન્ટન એકેડમી શરૂ કરી જેના કારણે દેશને આજે આ જાણીતા સ્ટાર મળ્યા છે.

કુશ્તી કોચ

કુશ્તી કોચ

1982 એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીતનાર પૂર્વ રેસલર સતપાલ સિંહથી મોટો કુશ્તી કોચ હોઇ ન શકે. મહાબલી સતપાલ બે વાર ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારના કોચ છે. ભારત સરકારે વર્ષ 2009માં તેમને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય વૈજ્ઞાનિક

ભારતીય વૈજ્ઞાનિક

ભારતના વિજ્ઞાનને ફરીથી અસરકારક બનાવનાર પ્રોફેસર યશપાલે કોસ્મિક રે ની સ્ટડીમાં યોગદાન કર્યું. સ્પેસ સાયન્સના જ્ઞાતા યશપાલ 1973માં અમદાવાદમાં સ્થાપિત થયેલા સ્પેસ એપ્લીકેશન સેન્ટના પ્રથમ નિર્દેશક બન્યા. તેમને લાંબા સમય સુધી દુરદર્શન પર ''ટર્નિંગ પોઇન્ટ'' નામનો શોના માધ્યમથી દેશવાસીઓને વિજ્ઞાનના સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવ્યો.

રાજનીતિ ગુરૂ

રાજનીતિ ગુરૂ

સ્પષ્ટ છબિ અને પોતાના દમ પર નિર્ણય લેવામાં સક્ષમ નેતા સરદાર પટેલ બાદ ભારતમાં ફક્ત અટલ બિહારી વાજપાઇ રહ્યાં છે. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિત્વ કર્યું હોય, પરંતુ તેમનું સન્માન દરેક પાર્ટીએ કર્યું છે. ત્રણવાર દેશના વડાપ્રધાન રહી ચૂકેલા અટલ વાજપાઇની ખરાબ તબિયતના કારણે એક્ટિવ પોલિટિક્સને અલવિદા કહ્યું પરંતુ સલાહ પાર્ટીમાં મહત્વ ધરાવે છે.

પોલિટિક્સ સાયન્સ

પોલિટિક્સ સાયન્સ

આમ તો ભારતમાં ગુરૂ દ્રોણાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ સુધી કેટલાક મહાન શિક્ષકો થયા છે, પરંતુ ચાણક્યની વાત નિરાળી છે. જીવનને ચતુરાઇ પૂર્વક જીવવા અને રાજકારણને જીણવટપૂર્વક સમજાવવા અને સમજાવનાર ચાણક્યનો અર્થશાસ્ત્ર અને પોલિટિકલ સાયન્સમાં કોઇ સામનો કરી ન શકે.

મનોરંજન

મનોરંજન

બિગ બી કહો કે પછી એંગ્રી યન્ગ મેન, અમિતાભ બચ્ચનને નાનામાં નાનું બાળક ઓળખે છે. ભારતીય સિનેમા જગતમાં અમિતાભ બચ્ચનનું નામ મોટું છે. બૉલીવુડમાં ચાર વર્ષ સ્ટ્રગલ કર્યા બાદ 1973માં રિલિજ થયેલી જંજીરમાંથી બિગ બીને ઓળખ મળી અને જોતજોતામાં અમિતાભ બચ્ચન મનોરંજનની દુનિયાનું મોટું નામ બની ગયું. આજે પણ તેમના ફેન્સ ફૉલોઇંગ શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિરખાન જેવા મોટા અભિનેતાઓના બરાબર છે.

સંગીત

સંગીત

સ્વર કોયલ લતા મંગેશકર સંગીતની દુનિયામાં તે ચમકતો તારો છે જેની આસપાસ આજ સુધી કોઇ પહોંચી શક્યું નથી. ભારત રત્ન લતા મંગેશકરના નામે 1974 થી 1991 દરમિયાન સૌથી વધુ રેકોર્ડિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે.

English summary
Teachers who shaped India in different field.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X