For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનનો હિસ્સો બની ગયેલી 10 ભારતીય માન્યતાઓ

|
Google Oneindia Gujarati News

ભારતને હંમેશા અંધશ્રદ્ધાળુ લોકોની ધરતી કહેવામાં આવે છે. દરેક સંસ્કૃતિ, ધર્મ અને પ્રદેશની પોતાની એક અલગ જ અંધશ્રદ્ધા અને માન્યતા હોય છે. જેમાની કેટલીક માન્યતા અને અંધશ્રદ્ધાની પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે, પરંતુ કેટલીક માન્યતા તો એવી હોય છે કે જેની સાથે કોઇ સચોટ કારણ હોતું નથી.

ભારતમાં હવે આધુનિકતા આવી રહી છે અને નવી પેઢી આ જૂની અને અર્થહીન અંધશ્રદ્ધાઓથી દૂર છે. તેમ છતાં હજુ પણ કેટલાક છે કે જેમના પર આ અંધશ્રદ્ધા જોવા મળે છે. મુદ્દો એ નથી કે તમે આ અંધશ્રદ્ધા અને માન્યતામાં માનો છો કે નથી માનતા, પરંતુ ક્યારેક આમાની કેટલીક માન્યતા અને અંધશ્રદ્ધા આપણને મદદરૂપ નથી થતી છતાં પણ તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઇ છે. આમાની કેટલીક અંધશ્રદ્ધા રમૂજી હોય છે, જ્યારે કેટલીક સામાજીક જીવન સાથે જોડાયેલી હોય છે. તો ચાલો તસવીરો થકી એવી જ કેટલીક માન્યતા અને અંધશ્રદ્ધા પર નજર ફેરવીએ.

એક રૂપિયાની અસર

એક રૂપિયાની અસર

ભારતીય સંસ્કૃતિમાં એક રૂપિયાને શુભ માનવામાં આવે છે. ભારતમાં જ્યારે લગ્ન કે પછી અન્ય સમારોહમાં જ્યારે ભેંટ સ્વરૂપે અમુક રકમ આપવામાં આવે છે, ત્યારે તેમાં એક રૂપિયાનો સિક્કો આપવામાં આવે છે. કારણ કે, જ્યારે ભેંટ સ્વરૂપમાં જે રકમ આપવામાં આવે છે, તે અટપટી હોય છે, તેથી એક રૂપિયાનો સિક્કો સાથે આપવામાં આવે છે.

લીંબુ મરચા

લીંબુ મરચા

તમે કદાચ આ વાત નોંધી હશે કે ભારતમાં મોટાભાગના ઘરો અને દૂકાનો પર તમને લીંબુ મરચાં લટકાવેલા જોવા મળે છે. જેમાં એક લીંબુ અને સાત મરચા હોય છે. જે દરવાજાની બહાર લટકાવેલા હોય છે. સાતને જાદૂઇ નંબર માનવામાં આવે છે. તેની અસર અંગે એવું કહેવામાં આવે છે કે, કિસ્મત અને સમૃદ્ધિનું ઘરમાં આગમન થાય છે.

કાળી બિલાડી

કાળી બિલાડી

ભારતમાં સૌથી વધું લોકપ્રીય જો કોઇ અંધશ્રદ્ધા હોય તો તે કાળી બિલાડી રસ્તો ક્રોસ કરે એ છે. તેની પાછળ એવી અંધશ્રદ્ધા છે કે જો કોઇ કાળી બિલાડી તમારો રસ્તો અળંગે તો તમારું કિસ્મત ખરાબ થઇ જાય છે. કાળી બિલાડીને અત્યંત અપશુકનિયાળ માનવામાં આવે છે.

અનલકી શનિવાર

અનલકી શનિવાર

શનિવારને સામાન્ય રીતે શનિ દેવ સાથે જોડવામાં આવે છે, અને શનિ દેવને ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના દેવ માનવામાં આવે છે. સામાન્ય રીતે શનિવારને પ્રવાસ માટે અપશુકનિયાળ માનવામાં આવે છે.

નજર લાગવી

નજર લાગવી

નજર લાગવી એ પણ ભારતીયોમાં સૌથી લોકપ્રીય અંધશ્રદ્ધા છે. ભારતમાં એવી માન્યતા છે કે, જો કોઇ વ્યક્તિ તમારી સિદ્ધિ કે પછી તમારી કોઇ બાબતથી ઇર્ષા અનુભવે તો તમને નજર લગાવે છે, જેના કારણે તમે બિમાર પડો છો અથવા તો તમારી સાથે કંઇક અનોખું અને ખરાબ થવા લાગે છે.

પીપળાનું ઝાડ

પીપળાનું ઝાડ

પીપળાના ઝાડને લઇને પણ ભારતમાં અનેક અંધશ્રદ્ધા ફેલાયેલી છે. પીપળાના ઝાડને લોકો ભૂતો અને આત્મા સાથે જોડે છે, જે સત્યથી ઘણી દૂર છે. પીપળાના ઝાડ દ્વારા મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે, જે તેની નીચે ઉભા રહેનાર કે પછી એ ઝાડ નીચે ઉંઘે છે, તેમના માટે જોખમી સાબિત થાય છે, પરંતુ લોકોએ તેને ભૂતો સાથે જોડી દીધું છે.

નખ કાપવા

નખ કાપવા

અન્ય એક સામન્ય અંધશ્રદ્ધા નખ કાપવા સાથે જોડાયેલી છે, જેમાં અમુક દિવસો અથવા તો સંધ્યા ટાણે નખ ના કાપય તેવી માન્યતા છે. લોકો માને છે કે, જો મંગળવારે, ગુરુવારે અને શનિવારે નખ કાપવામાં આવે તો તેનાથી કિસ્મત ખરાબ થઇ જાય છે.

માસિક ધર્મ સાથે જોડાયેલી માન્યતા

માસિક ધર્મ સાથે જોડાયેલી માન્યતા

માસિક ધર્મ પાળતી મહિલાઓ સાથે આ એક અનોખી માન્યતા જોડાયેલી છે, જે મહિલા કે પછી યુવતી માસિક ધર્મમાં આવે છે તેને કોઇ ધાર્મિક સ્થળ પાસે અથવા તો રસોડામાં જવા દેવામાં આવતી નથી. પ્રાચીન સમયમા એવું માનવામાં આવતુ હતુ કે જો માસિક ધર્મમાં આવેલી મહિલાનો ચહેરો પણ જોવાઇ જાય તો તમારું કિસ્મત બગડી જાય છે. તેથી જ જ્યારે ઘરમાં કોઇ યુવતી કે પછી મહિલા માસિક ધર્મમાં આવે છે ત્યારે તેને એક એવા રૂમમાં મોકલી દેવામાં આવે છે જ્યાંથી તેને કોઇ જોઇ શકે નહીં.

ગ્રહણની અસર

ગ્રહણની અસર

ચંદ્ર અને સુર્ય ગ્રહણ સાથે પણ અનેક અંધશ્રદ્ધાએ જોડાયેલી છે. હિન્દુ ગ્રંથો અનુસાર ગ્રહણના દિવસે રાક્ષસ દ્વારા ચંદ્ર અથવા સુર્યને ગ્રહણ કરવામાં આવ્યો હતો. તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે, જ્યારે ગ્રહણ ત્યારે લોકોએ ઘરમા રહેવું, તેમાં પણ ખાસ કરીને સગર્ભા મહિલાઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેમનું બાળક કોઇ ક્ષતિ સાથે ના જન્મે. તેમજ જ્યારે ગ્રહણ હોય એ સમય દરમિયાન કોઇપણ પ્રકારનું ભોજન લેવામાં કે બનાવવામાં આવતું નથી.

અનલકી વિધવાઓ

અનલકી વિધવાઓ

અન્ય એક અંધશ્રદ્ધા ભારતમાં વિધવા મહિલાઓ સાથે જોડાયેલી છે. દેશના અનેક ભાગોમાં આજે પણ વિધવા મહિલાઓ સાથે પ્રાણી જેવો વ્યવહાર કરવામાં આવે છે. વિધવા મહિલાને કોઇપણ પ્રકારના ઘરેણા અને ભડકાઉ વસ્ત્રો પહેરવાની પરવાનગી આપવામાં આવતી નથી. તેમણે આખું જીવન સફેદ વસ્ત્રો પહેરવા પડે છે. તેમને એકપણ સ્પાઇસી ભોજન નહીં લેવા અંગે પણ જણાવવા આવે છે. તેમ જ સૌથી દુઃખદ વાત એ છે કે વિધવા મહિલાઓને અનલકી માનવામાં આવે છે.

English summary
India has always been a land of superstitious people. Every culture, religion and region have their own sets of superstitions. Though some superstitions have scientific reasons attached to them, most of them seem extremely silly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X