For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના 10 અજીબો ગરીબ રેસ્ટોરેન્ટ

|
Google Oneindia Gujarati News

તમે પણ દર રવિવારે રેસ્ટોરન્ટની મુલાકાત લેતા હશો પણ શું તમે કદી તેવી કોઇ હોટલમાં ભોજન લેવા ગયા છો જ્યાં ખાવાની થાળી ટોયલેટ સીટ પર મૂકેલી હોય? કે પછી તમે તેવી હોટલમાં જમાવાનું પસંદ કરશો જ્યાં તમારી બાજુમાં કબર હોય અને તેવી વચ્ચે તમે મઝાથી બેસી ખાવાની લિજ્જત માણતા હોવ!

ઉપરોક્ત વાતો વાંચી જો તમને થતું હોય કે હું શું બોલી રહી છું અને આવી જગ્યાએ તો કોઇ કંઇ ખાવા જાય? તો તમને જણાવી દઉં કે વિશ્વમાં આવી હોટલો છે અને એટલું જ નહીં લોકો મોટી સંખ્યામાં, ભારે કિંમત ચૂકવી અહીં ખાવા જાય છે.

આજે અમે તમને દુનિયાની આવી જ અજીબો ગરીબ હોટલો અને રેસ્ટોરન્ટોના ફોટા બતાવાના છીએ જે તમને પિંજરા પૂરીને, હવામાં ઉડાડીને, અંધારામાં રાખીને અજીબો ગરીબ રીતે ભોજન કરાવશે. તો જુઓ વિશ્વની 10 અજીબો ગરીબ હોટલોનો આ ફોટો સ્લાઇડર...

કાયાબુકિયા ટવેર્ન, જાપાન

કાયાબુકિયા ટવેર્ન, જાપાન

આ રેસ્ટોરેન્ટની વિશેષતા છે વાંદરા. એક મિનિટ જાપાનનું નામ સાંભળીને તેમ ના સમજી લેતા કે અહીં ખાવામાં વાંદરા આપે છે. પણ અહીં ખાવાનું વાંદરા આપે છે. આ રેસ્ટોરેન્ટના માલિકા પાસે છે બે પાળેલા ચિમ્પાન્ઝી. જે અહીં વેટર તરીકે કામ કરે છે વધુમાં ગ્રાહકોને પણ આ ચિમ્પાન્ઝિની સટિક સર્વિસ ખૂબ જ ગમે છે.

અન્ડરવોટર રેસ્ટોરેન્ટ, માલદીવ

અન્ડરવોટર રેસ્ટોરેન્ટ, માલદીવ

માલદિવનું આ અંડર વોટર રેસ્ટોરેન્ટ છે ખૂબ જ પોપ્યુલર. 14 ગ્રાહકોની કેપેસિટી ધરાવતા આ રેસ્ટોરન્ટમાં તમે રંગબેરંગી માછલીઓને જોતા ખાવાનું ખાઇ શકો છો.

ડાર્ક રેસ્ટોરન્ટ, ચાઇના

ડાર્ક રેસ્ટોરન્ટ, ચાઇના

ગાઢ અંધારામાં ભોજન. ચીનના આ રેસ્ટોરેન્ટમાં તમને બિલકુલ અંધારામાં ભોજન આપવામાં આવે છે. વધુમાં અહીંના વેટર નાઇટ વિઝન ગ્લોગ્લસ પહેરે છે જેથી એ તમારી ઉપર ગરમ ગરમ ખાવાની પ્લેટ લઇને પડી ના જાય. જો કે અંધારામાં ખાવાનો એક ફાયદો છે થાય છે અહીંના અમુક ગ્રાહકોને છે તે બાજુ વાળીની ડિસમાંથી ખાવાનું ખાઇ લે તો પણ કોઇને ખબર ના પડે.

ટોમ્બ રેસ્ટોરન્ટ, અમદાવાદ

ટોમ્બ રેસ્ટોરન્ટ, અમદાવાદ

વિશ્વના અજીબો ગરીબ રેસ્ટોરેન્ટમાં આપણું અમદાવાદ પણ છે તે જાણીને વાત જાણીને હરખ થયો પણ મડદાની વચ્ચે ખાવાનું!!. અમદાવાદની આ હોટલ બનતી હતી ત્યારે ત્યાંથી કેટલીક કબરો મળી આવી. આ કબરો કોની છે તે વાત આ હોટલનો માલિક પણ નથી જાણતો પણ આ કબરોને તેવી ને તેવી જ રાખવામાં આવી છે.

ટોયલેટ રેસ્ટોરન્ટ, તાઇવાન

ટોયલેટ રેસ્ટોરન્ટ, તાઇવાન

જો તમને કોઇ ટોટલેટ સીટ ઉપર સિઝલર્સ, યુરીન સિંકમાં શરબત આપે તો તમે ખાશો? તમારું અને મારું તો ખબર નહીં પણ તાઇવાનના લોકો તો આવું શોખથી કરી રહ્યા છે અને આ હોટેલ વાળા સારો બિઝનેસ કરી રહ્યા છે તે હકીકત છે.

ન્યોતીમોરી, જાપાન

ન્યોતીમોરી, જાપાન

જાપાનમાં ન્યોતીમોરી મતલબ થાય છે "મહિલા શરીર પ્લેટ" અહીં ભોજન મૃત શરીરના રૂપે પીરસવામાં આવે છે. જો તમે મડદુ અને રક્ત જોઇને ચીતરી ના ચડતી હોય તો તમે અહીં ભોજન કરી શકો છો.

નિન્જા ન્યૂ યોર્ક, ન્યૂ યોર્ક શહેર

નિન્જા ન્યૂ યોર્ક, ન્યૂ યોર્ક શહેર

જો તમે નિન્જા અને માર્શલ આર્ટના ફેન છો તો તમને આ રેસ્ટોરન્ટ ગમશે કારણ કે તેમાં 15મી સદીના જાપાનીઝ ગામની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે અને તે મુજબ ખાવાનું પીરસવામાં આવે છે.

ડિનર ઇન સ્કાય, કેનેડા

ડિનર ઇન સ્કાય, કેનેડા

હવામાં ઉડાતા ઉડતા ભોજન કરો. અહીં એક ક્રેનની મદદથી તમને હવામાં 160 ઉપર લઇ જવામાં આવે છે અને ખાવાનું પીરસવામાં આવે છે. જો કે અહીં ખાવાનું અદ્ધભૂત મળે છે પણ કોઇ સંજોગો હેઠળ તમે ખાવાની થાળી છોડી જવા માંગો તો તે વાત અહીં શક્ય નહીં બને.

ધ બબલ રૂમ, ફ્લોરિડા

ધ બબલ રૂમ, ફ્લોરિડા

1979માં ફ્લોરિડામાં જ્યારે આ હોટલ ખૂલી ત્યારે તે એક નાનકડી દુકાન હતી પણ આજે તે એટલી લોકપ્રિય થઇ છે કે તે હવે 3 માળની હોટલ બની ગઇ છે. અહીં દરેક વેટર અલગ અલગ હેટ પહેરે છે અને તેમને બબલ સ્કાઉટ કહેવાય છે.

રેડવૂડ ટ્રિહાઉસ, ન્યૂઝિલેન્ડ

રેડવૂડ ટ્રિહાઉસ, ન્યૂઝિલેન્ડ

જમીનથી 32 ફૂટ ઉપર આવા પાંજરાના શેપમાં તમને આ હોટલમાં ભોજન પીરસવામાં આવશે. આ હોટલમાં તમને ટ્રીહાઉસમાં બેસી ભોજન કરવાની મઝા માણી શકશો.

English summary
worlds 10 most weirdest restaurants that will leave you awestruck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X