For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: ભગવાન ગણેશના અનેક નામ

દેશભરમાં ગણેશોત્સવની ધુમ છે, ત્યારે આવો જણીએ ભગવાન ગણેશના 11 નામ વિશે.

By Staff
|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે. દરેક ભક્ત તેમની પાસે બળ, વિદ્યા, અને બુદ્ધિની કામના કરે છે. કહેવાય છે કે ગણેશજી વિઘ્નહર્તા છે, તે બધાં જ સંકટોને હરી લે છે. દરેક રાજ્યમાં ભગવાન ગણેશને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. પરંતુ દરેકની પૂજા કરવાની રીત એક જ હોય છે. દરેક એક જ શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની પૂજા કરે છે. ગણેશ ચતુર્થી દરમ્યાન ગણેશ ભગવાનનું ધામધુમથી પૂજન અર્ચન કરવામાં આવે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને ગણેશજીના 11 નામો જણાવીશું અને આ નામોનો શું અર્થ છે.

ગણપતિ

ગણપતિ

ગણપતિનો અર્થ બધા ગણોના સ્વામી

ગજાનન

ગજાનન

ભગવાન ગણેશનું માથું હાથીનું હોવાથી તેમને ગજાનન કહેવામાં આવે છે.

મંગલમૂર્તિ

મંગલમૂર્તિ

કહેવાય છે કે ભગવાન ગણપતિ બધી જ નકારાત્મક્તા દુર કરીને મંગળ કરે છે. જેથી તેમને મંગલમૂર્તિ કહેવામાં આવે છે.

વક્રતુંડ

વક્રતુંડ

હાથીનું માથું લાગેલુ હોવાથી ભગવાન ગણેશને વક્રતુંડ કહેવામાં આવે છે.

સિદ્ધિ વિનાયક

સિદ્ધિ વિનાયક

ભગવાન ગણેશ બધાં જ ભક્તોના જીવનમાં સિદ્ધિ લઇ આવે છે. બધાં જ ભક્તોના જીવનમાં ખુશી આપે છે. અને એટલે જ તેમને સિદ્ધિ વિનાયક પણ કહે છે.

વિનાયક

વિનાયક

સઘળી બાધાઓ હરી લેનાર ગણેશજીનું એક નામ વિનાયક પણ છે.

યગ્નાયક

યગ્નાયક

ભગવાન ગણેશ પોતાના ભક્તોની દરેક ઇચ્છા અને કામના પૂરી કરે છે. એટલે તેમને આ નામથી પણ બોલાવવામાં આવે છે.

પીતામ્બરા

પીતામ્બરા

ભગવાન ગણેશના પીળા વસ્રોને કારણે તેમને પીતામ્બરા પણ કહેવાય છે

નંદના

નંદના

ભગવાન શિવના પુત્ર હોવાના કારણે નંદન નામથી પણ ઓળખવામાં આવે છે.

પ્રથમેશ્વર

પ્રથમેશ્વર

સર્વ કાર્યોમાં, સર્વ ભગવાનમાં ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય દેવ છે. એટલે તેમને પ્રથમેશ્વર પણ કહેવામાં આવે છે.

ઓમકારા

ઓમકારા

ભગવાન શિવના પુત્ર હોવાના કારણે તેમને ઓમકારા નામે પણ પુકારવામાં આવે છે.

English summary
Let us now look at these names of Lord Ganesha. Here are 11 names by which Lord Ganesha is worshiped. Take a look...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X