• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વોશિંગ્ટન પોસ્ટે કહ્યું કેમ ભારત માટે જરૂરી છે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 10 એપ્રિલ: અમેરિકાના મુખ્ય સમાચાર પત્ર ધ વોશિંગ્ટન પોસ્ટે બુધવારે લખેલા પોતાના એક લેખમાં જણાવ્યું છે કે ભારત માટે નરેન્દ્ર મોદી કેમ જરૂરી છે? સાથે જ સમાચાર પત્રએ એ પણ લખ્યું છે કે નરેન્દ્ર મોદી પોતાની સફળતાના આધારે દેશના વડાપ્રધાન બનવું પડશે ના ફક્ત તે વાતો દમ પર તે આ પદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

મોદીને ગણાવ્યા કરિશ્માઇ વ્યક્તિ

વોશિંગ્ટન પોસ્ટના એડિટોરિયલમાં લખ્યું છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં સોમવારે ચૂંટણી શરૂ થઇ ગઇ છે. આ ચૂંટણીના પરિણામો ભલે જે પણ હોય, પરંતુ તેને જોવા એકદમ સરળ છે એક્ઝિટ પોલથી સ્પષ્ટ છે કે દેશની ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી સત્તાધારી કોંગ્રેસને પાછળ છોડી આગળ નિકળી રહી છે. આગામી પાંચ અઠવાડિયાઓમાં આ દેશના 800 મિલિયનથી વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને અહીં ત્રણમાંથી દરેક વ્યક્તિ વોટ નાખવા માટે લાયક છે.

સમાચાર પત્રએ આગળ લખ્યું છે કે કરિશ્માઇ વ્યક્તિત્વ અને આકરા પરિશ્રમવાળા નરેન્દ્ર મોદી દેશને એક મોટા પરિવર્તનનો વાયદો કરી રહ્યાં છે. જે ગત 10 વર્ષોમાં મનમોહનવાળી કોંગ્રેસ સરકારમાંથી ગાયબ છે. ભારત અને ભારતથી બહાર દેશ ફક્ત એ આશા કરી રહ્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનાર દેશનું નવું વહિવટી તંત્ર નરેન્દ્ર મોદીની અસફળતાઓની તુલનામાં વધુ મજબૂત વિશેષતાઓ વાળો હશે.

ફક્ત વડાપ્રધાન બનવાના અનુમાનથી મજબૂત થયું બજાર

ધ વોશિંગ્ટન પોસ્ટના અનુસાર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતાં વાયદા અને ચૂંટણી દરમિયાન તેમને મળનારી બઢતનું કારણ સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદીના નામ પર એક આકરા પ્રયોગાત્મક અને ભ્રષ્ટાચારથી મુક્ત આર્થિક મેનેજમેન્ટનો રેકોર્ડ નોંધાયેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના એક દશકા દરમિયાન 10 ટકા વિકાસનો દર જોયો છે અને આ આખા દેશ સૌથી વધુ છે. ઇંફ્રાસ્ટ્રક્ચરમાં હોશિયારી પૂર્વક કરવામાં આવેલું રોકાણ, બિઝનેસ-ફ્રેંડલી નીતિઓ અને વિદેશી મૂડીને લઇને સ્વછંદતામાં જ નરેન્દ્ર મોદીની સફળતા સંતાયેલી છે.

ફક્ત એ અનુમાનથી કે નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બની શકે છે ભારતીય શેર બજાર અને રૂપિયાની હાલતમાં સુધારો આવ્યો છે. સાથે જ હવે વિદેશી રોકાણની સંભાવનાઓ જોવા મળી રહી છે. સમાચાર પત્રના અનુસાર ભારતે અત્યારે જે 'દવા'ની જરૂરિયાત હતી, લાગે છે કે તેને હવે મળી જશે. દેશનો વિકાસ દર પાંચ તકા સુધી ધીમો થઇ ગયો છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ એ બતાવી દિધું છે કે બજારમાં વ્યાપ્ત બેચૈનીને દૂર કરી શકે છે. ઓછામાં ઓછું તે ઉર્જાના માર્ગમાં આવનાર અડચણો, જરૂરિયાતથી વધુ નિયમન અને ભ્રષ્ટાચારને કાબૂમાં કરી શકે છે.

પરંતુ કેટલીક નબળાઇઓ

પરંતુ કેટલીક નબળાઇઓ

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર જો કે નરેન્દ્ર મોદી દેશના મુસલમાનો અને બીજા ધર્મનિરપેક્ષ નેતાઓને બિઝનેસ કોમ્યૂનિટીની માફક આકર્ષિત કરવામાં અસફળ રહી શકે છે. સમાચાર પત્રએ તેનું કારણ વર્ષ 2002ના રમખાણોને ગણાવ્યા છે. સમાચાર પત્ર અનુસાર રમખાણોના લીધે વર્ષ 2005માં અમેરિકાએ નરેન્દ્ર મોદીને વીઝા આપવાની મનાઇ કરી દિધી હતી.

હિન્દુઓને પણ કર્યા નિરાશ

હિન્દુઓને પણ કર્યા નિરાશ

સમાચાર પત્ર અનુસાર જ્યારે નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું કે તેમના માટે શૌચાલય પહેલાં મંદિર પછી છે, તો તેમણે કેટલાક મુસલમાન વિરોધી તત્વોને પણ નિરાશ કર્યા હતા.

અત્યાર સુધી માંફી માંગી નહી

અત્યાર સુધી માંફી માંગી નહી

વોશિંગ્ટન પોસ્ટના અનુસાર નરેન્દ્ર મોદીએ હજુ સુધી ગોધરા રમખાણો માટે માફી માંગી નથી. સાથે જ તે મોટાભાગે પત્રકારોના પ્રશ્નથી બચતા રહ્યાં છે.

દુશ્મનોને મળી તક

દુશ્મનોને મળી તક

સમાચાર પત્રએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી એક એવા નેતા તરીકે સામે આવ્યા છે જે સરકારમાં પોતાની મરજીના માલિક છે અને તેના લીધે જ તેમના ટિકાકારોને તેમના વિરૂદ્ધ બોલવાની તક મળી ગઇ છે.

ધર્મનિરપેક્ષ તાકતોને મળી શકે છે મજબૂતી

ધર્મનિરપેક્ષ તાકતોને મળી શકે છે મજબૂતી

સમાચારપત્રના અનુસાર એક વાત જે સૌથી ખરાબ એ છે કે ગત કેટલાક વર્ષોથી દેશમાં જે ધર્મનિરપેક્ષ તણાવમાં નરમાઇ આવી હતી નરેન્દ્ર મોદીની સરકારમાં તે તાકાતોને મજબૂતી મળવાની સાથે જ દેશના લોકતંત્ર પર ખતરો આવી શકે છે.

જ્યારે ખોટી પડી હતી આશંકાઓ

જ્યારે ખોટી પડી હતી આશંકાઓ

સમાચાર પત્રના અનુસાર આશંકાઓ તે સમયે પણ હતી જ્યારે વર્ષ 1998માં ભાજપની સરકાર આવી હતી પરંતુ તે બધી ખોટી સાબિત થઇ હતી.

ઓબામા વહિવટીતંત્રને એક વિશ્વાસ

ઓબામા વહિવટીતંત્રને એક વિશ્વાસ

વોશિંગ્ટન પોસ્ટના અનુસાર નરેન્દ્ર મોદી સાથે બરાક ઓબામા વહિવટી તંત્રને ફેબ્રુઆરીમાં મુલાકાત કરી જે સંદેશ આપ્યો તેનાથી સ્પષ્ટ છે કે જો નરેન્દ્ર મોદી પોતાના કરેલા વાયદાઓના અનુરૂપ જ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે તો તેમણે અમેરિકાના વીઝા મળી શકે છે.

English summary
US's leading newspaper The Washington Post talks about Narendra Modi why India needs Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more