For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : સંબંધોમાં ક્યારેય નહીં થાય ઝગડો, બચવા માટે અપનાવો આ ટીપ્સ

Relationship Tips : ક્યારેક પ્રેમભરી દલીલ ઝઘડામાં ફેરવાઈ જાય છે. આ ઝઘડાની અસર સંબંધો પર જ પણ પડે છે, જે સાથે મન પર પણ ખરાબ અસર પડે છે, તેથી ઝઘડો ટાળવો જોઈએ. આ માટે આપણે કેટલીક ટિપ્સ અપનાવી શકીએ છીએ.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : આપણામાં મજાક મસ્ત કરતા કરતા ટોન્ટ મારવાની આદત સામાન્ય રીતે હોય છે. આવા સમયે ઘણીવાર મજાક મજાકમાં સામે વાળાને ખોટુ લાગે છે. દોસ્તી, પ્રેમ કે કોઇપણ પારિવારિક સંબંધ હોય લડાઇ ઝગડા થવા સામાન્ય છે. આપણામાં કહેવત છેને, કે બે વાસણ ભેગા હોય તો ખખડે પણ ખરા. આવા સમયે આપણે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

Relationship Tips

ઘણીવાર લડાઇ કે ટોન્ટ મારતી કે ગુસ્સામાં કહેલી વાતો હંમેશને માટે દિલમાં રહી જાય છે. એ માટે તમારે અમુક ટીપ્સ અપનાવવી જોઇએ, જેનાથી લડાઇ દરમિયાન પણ તમારા સંબંધોમાં કડવાશ ન આવે અને સમાધાન કરવામાં સરળતા રહે.

સામેવાળા વ્યક્તિને સાંભળો

સામેવાળા વ્યક્તિને સાંભળો

ઝઘડાનું મુખ્ય કારણ એ છે કે, બંને એકબીજાની વાત સાંભળવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ઝઘડો વધવા લાગે છે, તેથી પહેલા સામેનીવ્યક્તિની વાત સાંભળો, પછી કોઈ નિર્ણય લો અને વિચાર્યા બાદ શાંત ચિત્તે કંઈક બોલો.

પોતાની મર્યાદા ભૂલશો નહીં

પોતાની મર્યાદા ભૂલશો નહીં

ઘણા લોકો ગુસ્સામાં બેકાબૂ બની જાય છે. આવી સ્થિતિમાં તેઓ ઉંમરને ધ્યાનમાં લેવાનું ભૂલી જાય છે. આ નાની ભૂલની સજા જીવનભર ચુકવવી પડી શકે છે. ચર્ચા ગમે તેટલી ઉગ્ર કેમ ન હોય, પરંતુ તમારે તમારી ગરિમાને ભૂલવી ન જોઈએ. ગુસ્સામાં પોતાની જીભ પર કાબૂ રાખવો ખુબ જ જરૂરી છે.

ગુસ્સામાં બોલશો નહીં

ગુસ્સામાં બોલશો નહીં

જ્યારે તમે બંને એકબીજાના દ્રષ્ટિકોણને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરો છો, ત્યારે ઝઘડો વધવા લાગે છે. આ રીતે શબ્દોની આડશ છે, પરંતુ

આ ચર્ચામાંથી કોઈ સારું પરિણામ નથી આવતું. કારણ કે, ગુસ્સામાં બંનેને એકબીજાની વાત સાંભળવી ગમતી નથી. એટલા માટે ગુસ્સામાં

બોલવાનું ટાળવું જોઈએ. જ્યારે શાંત વાતાવરણ હોય, ત્યારે આરામથી તમારે તમારો પક્ષ રજૂ કરવો.

બાળકોની લડાઈ

બાળકોની લડાઈ

બાળકોના ઝઘડા પણ ઘણીવાર મોટુ સ્વરૂપ લઈ લેતા છે. બાળકો માટી જેવા હોય છે. તેમને બાળપણમાં જે રીતે શીખવવામાં આવે છે, તેઓ એવા જ બની જાય છે. જો બાળકો ઝઘડે છે, તો તેમને સમર્થન કરવાને બદલે, તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવો.

ઘણી વખત માતા-પિતાને પોતાના બાળકની ખરાબ વાતો દેખાતી નથી, તેથી તેઓ અન્ય લોકોમાં રહેલી ખામીઓ જ જુએ છે, આવું કરવું યોગ્ય નથી. બાળકોને પ્રેમથી સમજાવો અને સાચા-ખોટા વચ્ચેનો તફાવત જણાવો.

English summary
There will never be a fight in a relationship, follow Relationship tips to avoid it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X