• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલવિદા 2017: આ હુમલાઓએ વિશ્વમાં ફેલાવ્યો આતંક....

વર્ષ 2017ના સૌથી મોટા આંતકવાદી હુમલાઓ. જેણે દેશ અને દુનિયાને હચમચાવી નાખ્યા હતા. આ અંગે વધુ વાંચો અહીં.
By Kajal
|
Google Oneindia Gujarati News

વર્ષ 2017 પુરો થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આ દિવસોમાં દેશ અને દુનિયાએ ઘણા કામો કર્યા, નવી સિદ્ધિઓ મેળવી, નવા નવા રેકોર્ડ તોડ્યા તો ક્યાંક બનાવ્યા પણ ખરા. આ સાથે આ વર્ષે ઘણા લોકોએ પોતાના સ્વજનોને પણ ખોયા છે. હસ્તી-રમતી જીંદગીમાં પર ક્રૂરતા અને ડરને બેસાડવા માટે થોડા ઘણા આતંકવાદીઓએ વિશ્વમાં ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા. તેના આંકડાઓ પર નજર કરવામાં આવે તો વર્ષ 2017માં દુનિયાભરમાં નાના-મોટા 1087 હુમલાઓ થયા છે. જેમાં 7437 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ ગ્લોબલ ટેરિરિઝમ રિપોર્ટ 2017 અનુસાર આંતકવાદથી પ્રભાવિત દુનિયાના ટોપ 10માં ભારતનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2017ને અલવિદા કહેતા પહેલા ફરી એકવાક એ ઘટનાઓને યાદ કરી લઈએ અને તેમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ.

બાર્સિલોનાના સિટી સેન્ટરનો હુમલો

બાર્સિલોનાના સિટી સેન્ટરનો હુમલો

આ વર્ષો સ્પેન મોટા ભાગે આંતકવાદનો શિકાર બન્યો છે. સ્પેનના બાર્સિલોનાના સિટી સેન્ટર અને કેમ્બ્રિલ્સ હુમલામાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે 100થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે આંતકવાદીઓએ લોકોની ભીડને નિશાના પર રાખીને મોટા ભાગના હુમલા કર્યા હતા. સ્પેનમાં પણ તેણે ભીડ પર હુમલો કર્યો હતો.

લંડનમાં આંતકવાદી હુમલો

લંડનમાં આંતકવાદી હુમલો

આ જ વર્ષે જુનમાં લંડનમાં પણ આંતકવાદી હુમલો થયો હતો. જેમાં ત્રણ આંતકવાદીઓએ લંડનના બ્રીજ પર લોકો પર વેન ચડાવી દીધી. તો વળી કેટલાક લોકોને ચાકૂ મારીને હત્યા કરી નાખી હતી. આઈએસઆઈએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તે પહેલા પણ માર્ચમાં આંતકવાદીએ બ્રિટેનના સંસદ ભવનની સામે હુમલો કર્યો હતો. જેમાં 5 લોકોના મોત અને 40થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા.

માન્ચેસ્ટર ધમાકા

માન્ચેસ્ટર ધમાકા

બ્રિટેનના માન્ચેસ્ટર શહેરમાં 23 માર્ચના રોજ બોમ્બ ધમાકામાં 22 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આ હુમલાએ આખા બ્રિટેનને હલાવીને રાખી દીધુ હતું. આ ઉપરાંત બ્રિટેનમાં અંધાધુન ફાયરિંગ અને કારથી કચડી નાખવાના પણ બનાવ બન્યા હતા. આતંરવાદીઓએ બ્રિટેનને એક પછી એક હુમલો કરીને પોતાનો ડર લોકોમાં ઊભો કરી નાખ્યો હતો.

અમરનાથ હુમલો

અમરનાથ હુમલો

દેશ દુનિયામાં હુમલા થાય અને ભારત રહી જાય તેવુ થોડુ બને. ભારતમાં આ વર્ષે પ્રમાણમાં શાંતિનું વાતાવરણ જોવા મળ્યુ હતું. પરંતુ 10 જુલાઈના પવિત્ર અમરનાથની યાત્રામાં એક આતંરવાદી હુમલો થયો હતો. આ હુમલો દર્શન કરીના પાછી આવતી બસ પર કરવામાં આવ્યો હતો. જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાએ સ્વીકારી હતી. ભારતનો આરોપ છે કે આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી લશ્કર-એ-તૈયબાનો આતંકી ઇસ્માઇલ છે.

અમેરિકાના મેનહેટનમાં હુમલો

અમેરિકાના મેનહેટનમાં હુમલો

અમેરિકાના મેનહેટનમાં 1 નવેમ્બરના રોજ આંતકવાદી હુમલો થયો હતો. જેમા 8 લોકોના મોત થયા હતા. એ બાદ તે આંતકવાદીઓ દક્ષિણ ટેક્સાસના એક ચર્ચમાં લોકો પર ગોળીઓ વરસાવી હતી જેમા 27 લોકોના મોત થયા હતા અને 20થી પણ વધારે લોક ઘાયલ થયા હતા.

અમેરિકાના લાસ વેગાસમાં હુમલો

અમેરિકાના લાસ વેગાસમાં હુમલો

અમેરિકાના લાસ વેગાસ શહેરમાં એક સંગીત સમારોહમાં અચાનક ગોળીઓની વરસાદ થવા લગા હતી જેમાં 58 લોકોના મોત થયા હતા અને 500થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. અમેરિકાના ઇતિહાસમાં બનેલી આ ગોળીબારીના ઘટના અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે. આઈએસઆઈએસ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલો કરનાર વ્યક્તિ લી હૈહમલ જે 64 વર્ષનો હતો.

તુર્કીના ઇસ્તાનબુલમાં હુમલો

તુર્કીના ઇસ્તાનબુલમાં હુમલો

2017ની શરૂઆત આ દેશમાં આંતકવાદી હુમલાથી જ થઈ હતી. વર્ષ 2017ના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ તુર્કીના ઇસ્તાનબુલમાં થયેલ હુમલામાં 35 લોકોના મોત થયા હતા. આંતકવાદી સાંતા ક્લોઝના કપડામાં આવ્યા હતા અને કલબમાં જતાની સાથે જ ફાયરિંગ કરવાનું શરૂ કરી નાખ્યુ હતું.

અફગાનિસ્તાન અને મિસ્ત્રનો હુમલો

અફગાનિસ્તાન અને મિસ્ત્રનો હુમલો

અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસ પાસે આંતકી હુમલો થયો હતો જેમા 150 લોકોના મોત અને 300 લોકો ઘાયલ થયા હતા. પરંતુ ભારતીય દૂતાવાસના કોઈ પણ કર્મચારીને નુકસાન નહતુ થયું. તો બીજી તરફ બિર અલ અબ્દેલ શહેરમાં મસ્જિદમાં નમાજના સમયે હુમલો થયો હતો. આતંકવાદીઓએ અહી પણ ગોળીબાર કર્યો હતો. જેમાં 250 લોકોના મોત થયા હતા.

English summary
This is a timeline of terrorist attacks which took place in 2017, including attacks by violent non-state actors for political, religious, or ideological motives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X