For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Online Shoping Tips: સ્માર્ટ લોકો આ રીતે ખરીદી કરી બચાવે છે પૈસા?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ખરીદી કરતી વખતે જો થોડા પૈસા બચાવવામાં આવે તો તેનાથી સારું શું હોય શકે. જો તમે વિચારી રહ્યાં છો કે ઓનલાઇન ડિસ્કાઉન્ટ ઓફરનો ફાયદો ઉઠાવીને તમે ફાયદામાં રહેશો તો જરા તમે પોતે વિચારો કે કયો દુકાનદાર પોતાના સામાન નુકસાન કરીને વેચે, જો કે બને છે કે મોટાભાગના ઓપ્શનલ ડિસ્કાઉન્ટ up to 20% અથવા તો 50% સુધી ઓનલાઇન સાઇટો આપે છે એટલે જરૂરી નથી તમને દરેક સામાનમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળી જાય.

બની શકે છે કે આખી સાઇટમાં ફક્ત એક જ પ્રોડક્ટ પર 50 ટકાની છૂટ હોય જેની કિંમત 10,000થી ઉપર હોય. કુલ મળીને જ્યારે તમે ઓનલાઇન શોપિંગ કરો તો થોડી સુઝબુઝની સાથે, જો તમે કેટલીક વાતોનું ધ્યાન રાખીને ઓનલાઇન શોપિંગક કરશો તો ચોક્કસ તમે તમારા પૈસા બચાવી શકશો.

કંપેરિજન વેબસાઇટોનો ઉપયોગ કરો

કંપેરિજન વેબસાઇટોનો ઉપયોગ કરો

કોઇપણ પ્રોડક્ટને ખરીદતાં પહેલાં ઓનલાઇન કંપેરિજન વેબસાઇટોનો ઉપયોગ કરો. આથી તમે એકસાથે ઘણી સાઇટોમાં તે પ્રોડક્ટની કિંમત જોઇ અંદાજો લગાવી શકશો કે કઇ સાઇટ સૌથી ઓછા ભાવમાં તે પ્રોડક્ટ વેચી રહી છે.

કુપન કોડ

કુપન કોડ

ઓનલાઇન ડિસ્કાઉન્ટ મેળવવા માટેની સૌથી શ્રેષ્ઠ રીત કુપન કોડ પણ છે. કુપન કોડની મદદથી તમે કોઇપણ પ્રોડક્ટમાં 50 રૂપિયા, 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ કુપન કોડ થોડા સમય માટે માન્ય રહે છે, કુપન કોડ મેળવવા માટે તમે coupons.oneindia.in, Coupondunia.in, Couponzguru.com ઉપરાંત ઘણી વેબસાઇટો પરથી કોડ મેળવી શકો છો.

ઓનલાઇન સર્ચ કરો, ઓફલાઇન ખરીદો

ઓનલાઇન સર્ચ કરો, ઓફલાઇન ખરીદો

ઓનલાઇન સર્ચ કર્યા બાદ તેને બહાર જઇને માર્કેટમાંથી ખરીદવાઓ આઇડિયા ખોટો નથી. આથી તમે તે પ્રોડક્ટને વધુ સારી રીતે જોઇ શકો છો ખાસકરીને જો કોઇ ગેજેટ અથવા પછી કપડાં વગેરે ખરીદવા હોય. જેથી તમે દુકાનમાં જઇને ભાવતાલ પણ કરી શકો છો.

ડીલ્સ અને ઓફરોને ધ્યાનમાં રાખો

ડીલ્સ અને ઓફરોને ધ્યાનમાં રાખો

સોશિયલ નેટવર્કિંગ સાઇટો જેમ કે ફેસબુક અને ટ્વિટર પર ઓનલાઇન સાઇટો સમયાંતરે પોતાની ઓફરો પોસ્ટ કરતી રહે છે પરંતુ થોડા સમય માટે આવી સાઇટો પર નજર પણ રાખો જેથી જો કોઇ સસ્તી ડીલ મળી જાય તો તેને તમે ઓછી કિંમતમાં ખરીદી શકો.

રિવાર્ડ પોઇન્ટ

રિવાર્ડ પોઇન્ટ

ઓનલાઇન શોપિંગ માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેકિંગનો નો ઉપયોગ કરશો. જો તમે પેમેન્ટ માટે આમાંથી ગમે તેનો ઉપયોગ કરો છો તો દરેક ખરીદી પર તમને થોડા પોઇન્ટ મળે છે જેને આપણે રિવાર્ડ પોઇન્ટ કહીએ છીએ. જો તમે ઇચ્છો તો રિવાર્ડ પોઇન્ટની મદદથી પોતાની પ્રોડક્ટ પર થોડી છૂટ મેળવી શકો છો એટલા માટે જો ઓનલાઇન શોપિંગ માટે એક જ કાર્ડનો ઉપયોગ કરશો તો સારું રહેશે.

English summary
When it comes to shopping online, there's one basic rule whatever it is you're looking for, there's likely a site to help you find the cheapest price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X