40ના દશકમાં પણ લગ્નમાં જળવાઈ રહેશે યુવાનીવાળો પ્રેમ, બસ તમારે કરવા પડશે આ સરળ કામ
નવી દિલ્લીઃ એક લગ્નને સફળ બનાવવા પાછળ ઘણી મહેનત અને પ્રયત્ન કરવાના હોય છે. એક લગ્ન ઘણા વર્ષોના પ્રેમ, પરસ્પર સમજ, માફ કરવાના સાહસ અને આત્મીયતા બાદ જ સફળ કહેવાય છે. લગભગ દરેક લગ્ન એક સમયે નીરસ બની જતા હોય છે. સંબંધોમાં એ પહેલા જેવી ચમક નથી રહેતી. એવામાં પોતાના લગ્ને આગળ લઈ જવા માટેના પ્રયત્નો જ એકમાત્ર સહારો બની રહે છે. જો તમે અને તમારો જીવનસાથી 40ના દશકમાં પહોંચી ચૂક્યા છો અને પોતાના સંબંધમાં પહેલા જેવો સ્પાર્ક લાવવા માંગતા હોય તો તમારે આ ટીપ્સ જરુર જાણવી જોઈએ.

ઉણપો શેર કરો
તમે જ્યારે એક વાર પાર્ટનર સામે પોતાની ઉણપોને શેર કરવાનુ શરુ કરી દેશો ત્યારે તમને અહેસાસ થશે કે એનાથી તમારા સંબંધમાં કેટલો મોટો ફરક આવ્યો છે. તમે પોતાની ભાવનાઓને વ્યક્ત કરતી વખતે નબળા નથી લાગતા પરંતુ એ તમારા સંબંધને મજબૂતી આપવાનુ કામ કરે છે.

ભૂલોને કરો નજર અંદાજ
પોતાના પાર્ટનરની દરેક નાની-મોટી આદતો પર આંગળી ન ઉઠાવો. તમારે એ મુદ્દાઓને આગળ લાવવા જોઈએ જેને ખરેખર સુધારવાની જરુર હોય. જો તમે પોતાના પાર્ટનરની દરેક નાની-નાની ભૂલો પર તેને ટોકવાનુ શરુ કરી દેશો તો તમારો સંબંધ બહુ જલ્દી ખરાબ થઈ શકે છે.

માફ કરતા શીખો
જિયો ઓર જીને દોનો ફંડા તમારા રિલેશનશિપ પર પણ લાગુ કરવો જોઈએ. કોઈ ભૂલને લઈને તમે એને દિલથી લગાવીને ન બેસો, માફ કરવાનુ શીખો. તમારે એ પણ સમજવાની જરુર છે કે સંબંધોને જાળવી રાખવા માટે તમારા પાર્ટનર પણ પ્રયત્ન કરી રહ્યો છે.

અલગ-અલગ ન સૂવો
તમને ભલે સૂતી વખતે અવાજ બિલકુલ ન ગમતો હોય અને તમે પોતાના પાર્ટનરના નસકોરાથી પરેશાન થઈ જતા હોય પરંતુ ત્યારે પણ તમારે અલગ-અલગ ન સૂવુ જોઈએ. અલગ પથારીમાં સૂવાથી તમારે વચ્ચે અંતર વધી શકે છે. પાર્ટનરની નજીક રહેવાથી આત્મીયતાનો અહેસાસ જળવાઈ રહે છે.

આશાઓને રાખો યથાર્થવાદી
ઘણા કપલ્સ વચ્ચે સમસ્યા જોવા મળે છે કે તે પોતાના સાથી પાસેથી ઘણી વધુ અપેક્ષા કરવા લાગે છે. વળી, સામેવાળો વ્યક્તિ તેની પૂરી કરવામાં પોતાના પર દબાણ બનાવવા લાગે છે. તમારે એક સીમામાં રહીને જ પોતાના પાર્ટનર પાસે આશા રાખવી જોઈએ.