For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 જૂન 1975ના રોજ ઇંદિરા ગાંધીએ લાગુ કરી હતી 'કટોકટી'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: ભારતની પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ આજના દિવસે જ 26 જૂન 1975ના રોજ આઝાદી બાદ પહેલી વાર કટોકટી લાગુ કરી પોતાના વિરોધમાં ઊઠનાર તમામ અવાજોને જબરદસ્તી દબાવી દીધા હતા. 40 વર્ષ બાદ પણ લોકો ઇમરજન્સીની જુની યાદોને ભુલાવી શકતા નથી. લોકોને આજે પણ યાદ છે કે કઇ રીતે જેમાં જબરદસ્તી તેમને પૂરી દેવામાં આવ્ય હતા.

વર્ષ 1971માં જ્યારે ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશનું ગઠન કર્યું તો તેમની વિરુધ્ધ આખા દેશભરમાં વિરોધી સૂર ઉઠવા લાગ્યો હતો. એક તરફ તો બાંગ્લાદેશનું ગઠન કર્યા બાદ ઇંદિરા ગાંધી પોતાના રાજનૈતિક સફરના શિખર પર હતી જ્યારે બીજી બાજું વિરોધીઓના નિશાના પર. વિરોધીઓના સૂરોને દબાવવા માટે ઇંદિરાએ સંવિધાન અંતર્ગત કટોકટી લાદી દીધી હતી અને તમામને જેલમાં પૂરી દીધા હતા.

દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત જનતાએ સરકારનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. આ મુદ્દાને લઇને દેશવ્યાપી આંદોલન થવા લાગ્યા. ગુજરાત કર્ફ્યૂ તેનું પ્રબળ ઉદાહરણ હતું. આ મામલાને લઇને ગુજરાતના ચિમનભાઇને રાજીનામું પણ આપવું પડ્યું હતું. દેશમાં છવાઇ રહેલી અશાંતિને લઇને વિપક્ષે ઇંદિરાની વિરુદ્ધ આંદોલન છેડી દીધું.

આ બાજું 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે રાયબરેલીથી ઇંદિરાની ચૂંટણી અયોગ્ય જાહેર કરી દીધી. વિપક્ષ તેમને રાજીનામુ આપવાની માગ કરી રહ્યું હતું પરંતુ સત્તામાં મદ ઇંદિરાએ 25 જૂનના રોજ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. વિપક્ષના તમામ નેતાને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. દેશમાં તેમની વિરુદ્ધ કોઇપણ અવાજ ઊઠાવી શકતું ન્હોતું, અને જે અવાજ ઉઠાવતું હતું તેમને જેલભેગા કરી દેવામાં આવતા હતા.

26 જૂનના રોજ લાગી હતી કટોકટી

26 જૂનના રોજ લાગી હતી કટોકટી

ભારતીય લોકતંત્રને ઇમરજન્સીના કઠોર કાયદાને યુવાકાળમાં જેલવો પડ્યો. આજના જ દિવસે એટલે કે 26 જૂન 1975ના રોજ દેશમાં પહેલીવાર કટોકટી લાદવામાં આવી હતી.

વિરોધીઓને જેલની હવા

વિરોધીઓને જેલની હવા

વર્ષ 1971માં જ્યારે ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશનું ગઠન કર્યું તો તેમની વિરુધ્ધ આખા દેશભરમાં વિરોધી સૂર ઉઠવા લાગ્યો હતો. એક તરફ તો બાંગ્લાદેશનું ગઠન કર્યા બાદ ઇંદિરા ગાંધી પોતાના રાજનૈતિક સફરના શિખર પર હતી જ્યારે બીજી બાજું વિરોધીઓના નિશાના પર. વિરોધીઓના સૂરોને દબાવવા માટે ઇંદિરાએ સંવિધાન અંતર્ગત કટોકટી લાદી દીધી હતી અને તમામને જેલમાં પૂરી દીધા હતા.

વિરોધીપક્ષના તમામ નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા

વિરોધીપક્ષના તમામ નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા

12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે રાયબરેલીથી ઇંદિરાની ચૂંટણીને અમાન્ય ગણાવી દીધી. વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરવા લાગ્યું. પરંતુ સત્તામાં મદ ઇંદિરાએ 25 જૂનના રોજ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. વિપક્ષના તમામ નેતાને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા.

1977ની ચૂંટણીમાં કોંગ્રેસે હાર મેળવી

1977ની ચૂંટણીમાં કોંગ્રેસે હાર મેળવી

ઇંદિરાએ માર્ચ 1977ના રોજ અચાનક કટોકટી હટાવવાની જાહેરાત કરી દીધી. હવે વારો જનતાનો હતો. 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો.

જનતાએ ઇંદિરાનું સાંભળ્યું નહીં

જનતાએ ઇંદિરાનું સાંભળ્યું નહીં

ઇમરજન્સી બાદ ઇંદિરા ગાંધીને જનતાએ એક રીતે નકારી દીધા હતા.

આજે પણ યાદ છે તે કાળો દિવસ

આજે પણ યાદ છે તે કાળો દિવસ

ભારતના ઇતિહાસમાં કટોકટીને સૌથી કાળા દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે આઝાદ ભારત એકવાર ફરી ગુલામીની ઝંઝીરમાં ઝકડાઇ ગયો હતો.

English summary
After the Independence first time Emergency put in India by former Prime Minister Indira Gandhi. This Emergency chocked each and every people's voice in India for few days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X