• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૈસાની છનાછન કરાવે એવા ટોપ 12 ગ્રીન બિઝનેસ

|

સસ્ટેનેબલ ગ્રીન એનર્જી ગ્રીન બિઝનેસ આપે છે. વૈશ્વિક અર્થતંત્રમાં ગ્રીન બિઝનેસ સૌથી વધારે ઝડપથી વધતું સેક્ટર છે. તેના કારણે ઇકોલોજીની સમસ્યાઓ દૂર કરી શકાય છે. અનેક કંપનીઓ તેમના બિઝનેસનો વિસ્તાર ગ્રીન એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરીને કરી રહ્યા છે. વર્ષ 2010માં ગ્રીન બિઝનેસ 1 ટ્રિલિયન પાઉન્ડની પાર પહોંચી ગયો છે. આવા સમયે ફાઇનાન્સ માટે પણ આ સેક્ટર સ્માર્ટ ચોઇસ છે. અમે આપને ટોપ ગ્રીન બિઝનેસ સેક્ટરની માહિતી આપીએ છીએ...

1 - Home solar panels

1 - Home solar panels

રોજીંદી વપરાથ માટેની વીજળી સોલર પેનલમાંથી જ મેળવવામાં આવે તેવો પ્રયત્નો વિવિધ દેશોની સરકારે શરૂ કર્યા છે. આ માટે તેમાં રોકાણ કરવું ફાયદાકારક બની રહેશે.

2 - Wind

2 - Wind

જે રીતે વૈશ્વિક સ્તરે મર્યાદિત જથ્થાને કારણે ઇંધણની કિંમતો વધી રહી છે તેને જોતા રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે વિન્ડ એનર્જીમાં અત્યાર સુધી ઘણું કાર્ય કરવામાં આવ્યું છે. વિન્ડ ટર્બાઇનની નવી ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં રોકાણ કરી શકાય એમ છે.

3 - Geothermal energy

3 - Geothermal energy

પૃથ્વીના પેટાળમાં રહેલી ગર્મીને પરિવર્તિત કરીને તેનો ઉપયોગ જીઓથર્મલ પાવરમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ગરમી પેદા કરવા અથવા વીજળી ઉત્પન્ન કરવા માટે થઇ શકે છે. વર્તમાન સમયમાં તેનો વ્યાપક નહીં પણ પ્રાથમિક સ્તરે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં તે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

4 - Hydrogen fuel cells

4 - Hydrogen fuel cells

ફોસિલ ફ્યુઅલ બાદ આપણી પાસે વર્તમાન સમયમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો વિકલ્પ છે. તે વિવિધ વાહનો અને સાધનોમાં ઉપયોગમાં લઇ શકાય છે. જો કે આ ટેકનોલોજી હજી પણ જોઇએ એટલી કાર્યક્ષમ નથી. તેને વધારે કાર્યદક્ષ બનાવવા માટે સંશોધનો ચાલુ છે. ભવિષ્યમાં પાવરના ક્લીન સોર્સની ડિમાન્ડ સૌથી વધારે રહેશે.

5 - Energy efficiency

5 - Energy efficiency

એક તરફ પ્રદૂષણ ઘટાડવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ એનર્જી એફિશિયન્સી વધે તે દિશામાં પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ માટે નવી નવી ટેકનોલોજીના રિસર્ચ અને ડેવલપમેન્ટમાં રોકાણ કરવું રાઇટ ચોઇસ બની રહે તેમ છે.

6 - Pollution Control

6 - Pollution Control

મર્યાદિત ઇંધણ જથ્થાને ધ્યાનમાં રાખીને અનેક વિજ્ઞાનીઓએ નવા ફ્યુઅલને શોધવા અંગે કામ શરૂ કરી દીધું છે. આ સાથે પર્યાવરણને ઓછું નુકસાન કરે તેવા ફ્યુઅલની માંગ પણ વધી રહી છે. સરકારો પણ પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રકારના પગલાં લઇ રહી છે. ત્યારે પોલ્યુશન કન્ટ્રોલના વિવિધ પેટા ક્ષેત્રમાં રોકાણ કરવું લાભદાયી છે.

7 - New materials

7 - New materials

ફ્યુઅલ ખર્ચ સહિતની ભવિષ્યની ચિંતા કરાવતી બાબતોમાં નવા મટીરિયલ તૈયાર કરવા માટેના સંશોધનો એક એવું સેક્ટર છે જેની વર્તમાન ડિમાન્ડ ભવિષ્યમાં બમણી થવાની છે. ફ્યુઅલ એફિશિયન્સી માટે મજબૂતીની સાથે વજનમાં હલકા હોય તેવા મટીરિયલની શોધ કંપનીઓ કરતી રહે છે. ભવિષ્યમાં ગ્રીન ટેકનોલોજીમાં તે સારું યોગદાન આપી શકે છે. આ કારણે તેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્માર્ટ ચોઇસ છે.

8 - Fibre recycling

8 - Fibre recycling

રિલાયકલિંગના ક્ષેત્રમાં ફાયબર રિસાયકલિંગ ક્ષેત્રનો વિકાસ અને વિસ્તાર થયો છે. વાપરવામાં આવેલી મેટ્રેસીસ અને કાર્પેટ જે કચરામાં નાખી દેવામાં આવે છે તેને એકત્ર કરી તેના પર રિસાયકલિંગ કરી તેના ફાયબરનો ઉપયોગ અન્ય ઉત્પાદનો તૈયાર કરવામાં કરવામાં આવે છે.

9 - Polystyrene Packaging

9 - Polystyrene Packaging

પેટ્રોલિયમ અને નોન બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ માટે પોલિસ્ટ્રીન પેકિંગ મોટો ટાર્ગેટ છે. આ માટે છેલ્લા ઘણા સમયથી પર્યાવરણીય પહેલ ચલાવવામાં આવી રહી છે. પોલિસ્ટ્રીન રિસાયકલિંગ પેકેજિંગ પ્રમાણમાં ખર્ચાળ છે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં તેનો ઉપયોગ વધવાના સંકેત છે.

10 - Recycled products

10 - Recycled products

રિસાયકલિંગ દ્વારા તૈયાર કરેલી વસ્તુઓ રિસાયકલિંગને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ પ્રેમીઓમાં રિસાયકલિંગ પ્રોડક્ટનો ઉપયોગ વધારવાનો સંદેશો પણ આપે છે. આંતરરાષ્ટ્રીય કંપની નાઇકીએ રિસાયકલિંગનો ઉપયોગ કરીને લાભ મેળવ્યો છે.

11 - Organic food

11 - Organic food

છેલ્લા એક દાયકામાં ઓર્ગેનિક ફૂડનું પ્રચલન એ હદે વધ્યું છે કે લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઓર્ગેનિક ફૂડ સેક્ટરનો અભૂતપૂર્વ ઝડપે વિકાસ થયો છે. તેમાં ઇન્વેસ્ટમેન્ટની તકો મર્યાદિત છે પણ એકવાર રોકાણ કર્યા બાદ લાભ સારો મળે છે.

12 - Green funds

12 - Green funds

જે રોકાણકારો પાસે ઇન્વેસ્ટમેન્ટના સારા વિકલ્પો શોધવા માટે અભ્યાસ કરવાનો સમય ના હોય તેમના માટે ગ્રીન ફંડ બેસ્ટ ઓપ્શન છે. ગ્રીન એનર્જી આધારિત બિઝનેસ બેસ્ટ છે.

13 - New Start

13 - New Start

જો આપે આ ક્ષેત્રમાં હજી કોઇ ઇન્વેસ્ટમેન્ટ કર્યું ના હોય તો આ દિશામાં તમે બેફિકર બનીને રોકાણ કરવામાં પહેલ કરી શકો છો.

English summary
Top 12 Green businesses you have to invest in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more