આ લોકોના ઇશારા પર ચાલે છે આપણું 'Google'!

Posted By:
Subscribe to Oneindia News

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલને ચલાવવું કોઇ સામાન્ય વાત નથી. તેની પાછળ કેટલાંક એવા દિગ્ગજોનું દિમાગ કામ કરે છે જે પોત-પોતાના વિસ્તારના મહારથી છે.

ગૂગલને બનાવનાર લૈરી પેજ અને સર્ગી મિખાયલોવિચ બ્રિન ઉપરાંત ગૂગલને ચલાવવામાં ઘણા ભારતીયોનું પણ દિમાગ છે. જેમાં એન્ડ્રોઇડ અને ક્રોમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુંદર પિચ્ચઇ અને નિકેશ અરોરા જેવા લોકોનો સમાવેશ થાય છે.

આવો જાણીએ ગૂગલના કેટલાંક આવા દિગ્ગજો અંગે રસપ્રદ બાબતો..

લેરી પેજ ગૂગલ સીઇઓ અને ફાઉન્ડર

લેરી પેજ ગૂગલ સીઇઓ અને ફાઉન્ડર

લૉરેન્સ 'લેરી' પેજનો જન્મ 26 માર્ચ, 1973ના રોજ થયો હતો, તેઓ એક અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે, જેમણે સર્ગી બ્રિનની સાથે મળીને ગૂગલ ઇંકની સહ-સ્થાપના કરી. બંનેને "Google Guys" તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર કૂલ ઇનકમમાં તેઓ દુનિયાના 24માં સૌથી ધનિક વ્યક્તિ છે, જેમની 2010માં કુલ સંપતિ US$17.5 બિલિયન છે. 1998માં, બ્રિન અને પેજે Google Inc. ની સ્થાપના કરી હતી. 2001માં એરિક સ્મિથને Googleના અધ્યક્ષ અને સીઇઓ બનાવતા પહેલા, પેજે બ્રિનની સાથે મળીને ગૂગલના સહ અધ્યક્ષના રૂપમાં કામ કર્યું. પેજ અને બ્રિન બંને જ વાર્ષિક વળતરના રૂપમાં એક ડોલર મેળવે છે.

એરિક ઇમર્સન શ્મિટ, ગૂગલ એક્ઝિક્યૂટિવ ચેરમેન

એરિક ઇમર્સન શ્મિટ, ગૂગલ એક્ઝિક્યૂટિવ ચેરમેન

એરિક ઇમર્સન શ્મિટનો જન્મ 27 એપ્રિલ 1955ના રોજ થયો હતો. તેઓ ગૂગલના અધ્યક્ષ/સીઇઓ તથા એપ્પલ ઇંકના નિર્દેશક મંડળના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. એરિકે યોર્કટાઉનથી હાઇ સ્કૂલ અને સ્નાતક થયા બાદ પ્રિંસટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો જ્યાંથી તેમણે 1976માં બીએસઇઇની ઉપાધિ મેળવી. એરિકે 2001માં ગૂગલ જોઇન કર્યું હતું અને ઓગસ્ટ 2001માં કંપનીના સીઇઓ બની ગયા, ગૂગલમાં, સંસ્થાપક પેજ અને બ્રિનની સાથે એરિક સ્મિટ ગૂગલના દૈનિક કાર્યોની જવાબદારી સંભાળે છે, એરિક સ્મિટ, પેજ અને બ્રિન એક તિપુટીના રૂપમાં ગૂગલને ચલાવે છે.

સર્ગી મિખાયલોવિચ બ્રિન, ગૂગલ

સર્ગી મિખાયલોવિચ બ્રિન, ગૂગલ

સર્ગી મિખાયલોવિચ બ્રિનનો જન્મ 21 ઓગસ્ટ, 1973ના રોજ થયો છે. સર્ગી એક રૂસી અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ઉદ્યમી છે. જેમણે લૈરી પેજની સાથે ગૂગલ, ઇંક.ના સહ સંસ્થાપકના રૂપમાં વધારે જાણવામાં આવે છે. બ્રિન છ વર્ષની ઉમરમાં રશિયાથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવીને વસ્યા હતા. તેમણે મેરીલેન્ડ વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. સ્નાતક સ્તરના અભ્યાસ બાદ તેઓ પીએચડીની ડિગ્રી માટે તેઓ સ્ટેનફોર્ડ ચાલ્યા ગયા. જ્યા તેમની મુલાકાત લૈરી પેજ સાથે થઇ અને બાદમાં તેઓ મિત્રો બની ગયા. તેમણે પોતાના ઓરડાને સસ્તા કમ્પ્યુટરથી ભરી દીધો અને સારા એવા સર્ચ એન્જિનના નિર્માણ માટે બ્રિનની ડેટા માઇનિંગ પ્રણાલીને લાગુ કરી. આ પ્રોગ્રામ સ્ટેનફોર્ડમાં ખૂબ જ લોકપ્રિય થઇ ગયું અને તેમણે પોતાની પીએચડીના અભ્યાસને પડતો મૂકી એક ભાડાના ગેરેજમાં ગૂગલની શરૂ આત કરી. નવેમ્બર 2009માં, ફોર્બ્સ પત્રિકાએ બ્રિન અને લૈરી પેજને દુનિયાના પાંચમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવ્યા. આનાથી એક વર્ષ પહેલા, ફેબ્રુઆરીમાં, બ્રિનને નેશનલ એકેડમી ઓફ એન્જિનીયરિંગમાં સામેલ કરવામાં આવ્યા જે 'એક એન્જિનીયરને આપવામાં આવતું સર્વોત્તમ સન્માન છે.'

ડેવિડ સી. ડ્રમાંડ

ડેવિડ સી. ડ્રમાંડ

ડેવિડ સી. ડ્રમાંડ ગૂગલમાં કોર્પોરેટ ડેવલપમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ લીગલ ઓફીસર છે. ડેવિડે 2002ને ગૂગલ જોઇન કર્યું હતું. ડેવિડે પોતાના સ્નાતકનો અભ્યાસ કર્યો. ડેવિડે ઘણી ટેકનોલોજી કંપનીઓના જટિલ ટ્રાન્જેક્શન હલ કરવામાં મદદ કરી છે.

નિકેશ અરોરા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય વ્યવસાય અધિકારી

નિકેશ અરોરા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય વ્યવસાય અધિકારી

નિકેશ ગૂગલમાં તમામ આવક અને ગ્રાહક ઓપરેશનની સાથે માર્કેટિંગ અને ભાગીદારીનું મેનેજમેન્ટ સંભાળે છે. નિકેશ 2004માં ગૂગલમાં સામેલ થયા બાદથી તેમણે કંપનીમાં વિભિન્ન પદો પર કાર્ય કર્યું છે. હાલમાં ગૂગલ સાથે જોડાતા પહેલા, તેઓ ટી-મોબાઇલ યૂરોપમાં મુખ્ય માર્કેટિંગ અધિકારી અને મેનેજમેન્ટ બોર્ડના સભ્ય રહી ચૂક્યા હતા. નિકેશની પાસે બૉસ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન અને નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએની ઉપાધિ મેળવી છે. તેમને આ બંને ડિગ્રીઓ વિશેષ યોગ્યતાની સાથે પ્રાપ્ત થઇ છે. તેમની પાસે સીએફએની ઉપાધિ પણ છે. 1989માં, નિકેશે ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન વારાણસીથી વિદ્યુત અભિયાંત્રિકીમાં ગ્રેડ્યુએશન કર્યું છે.

પેટ્રિક પિશેટ વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય નાણાકિય અધિકારી

પેટ્રિક પિશેટ વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય નાણાકિય અધિકારી

પેટ્રિક પિશેટ, ગૂગલના મુખ્ય નાણાકિય અધિકારી છે. પેટ્રિકે ગૂગલમાં 2001માં કાર્યકારી ઉપાધ્યક્ષ, આયોજન અને કામગીરી વ્યવસ્થાપકના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. બેલ કનેડામાં પેટ્રિકે કાર્યલાળ દરમિયાન તેમણે સીએફઓ સહિત ઘણા કાર્યકારી પદ સંભાળ્યા, પેટ્રિક માર્ચ 2010થી સિંથેટિક બાયોલોજી કંપની એમીરીઝ, ઇંક.ના નિર્દેશક મંડળના સદસ્ય રહ્યા છે. અને તેની ઓડીટ સમિતિ અને નેતૃત્વ વિકાસ અને પ્રતિપૂર્તિ સમિતિમાં પણ રહ્યા છે, પેટ્રિકની પાસે Université du Québec à Montréal થી વ્યાવસાયિક મેનેજમેન્ટમાં સ્નાતકની ઉપાધિ મેળવી છે સાથે જ પેટ્રિકે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી દર્શનશાસ્ત્ર, રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલા છે, જ્યાં તેમણે Rhodes Scholar ના રૂપમાં અધ્યયન કર્યું છે.

એલન યૂસ્ટેસ, વરિષ્ટ ઉપાધ્યક્ષ, Knowledge

એલન યૂસ્ટેસ, વરિષ્ટ ઉપાધ્યક્ષ, Knowledge

એલન ગૂગલમાં સર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે. પહેલા તેઓ એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા. એલેનમાં 2002માં ગૂગલને જોઇન કર્યું હતું. એલેન 9 પબ્લિકેશનના ઓથર પણ છે અને તેમની પાસે 10 પેટેન્ટ પણ છે. એલેને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરી છે.

સાલાર કામનગાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, YouTube અને Video

સાલાર કામનગાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, YouTube અને Video

1977માં તેહરાનમાં જન્મેલા સાલાર કામનગારે 1998માં સ્ટેડફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. સાલાર ગૂગલને જોઇન કરનાર 9માં કર્મચારી છે. તેઓ આ સમયે ગૂગલના યૂટ્યુબ અને વીડિયોના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે.

સુંદર પિચાઇ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, Android, Chrome અને Apps

સુંદર પિચાઇ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, Android, Chrome અને Apps

ભારતીય મૂળના સુંદર પિચાઇ ગૂગલમાં એન્ડ્રોઇડ બ્રાંચના પ્રમુખ છે. આ પહેલા પિચઇ ક્રોમ અને ગૂગલ એપ્લિકેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. સુંદર પિચઇએ વર્ષ 2004માં પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન શાખાના પ્રમુખ તરીકે કામ શરૂ કર્યું હતું. સુંદર પિચાઇનો જન્મ તમિલનાડુમાં 1993માં થયો હતો. તેમણે આઇઆઇટી ખડકપુરથી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એન્જિનિયરીંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ પિચાઇએ વ્હાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી.

સૂઝન વોઝિકી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, જાહેરાત અને વાણિજ્ય

સૂઝન વોઝિકી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, જાહેરાત અને વાણિજ્ય

સૂઝનનો જન્મ 5 જુલાઇ 1968ના રોજ એક બિઝનેસમેનના ઘરે થયો હતો. સૂઝને હિસ્ટ્રી અને લિટરેચરમાં હાવર્ડ યુનિવર્સિટીમાંથી 1990માં સ્નાતક કર્યું, બાદમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી ઇકોનોમિકમાં માસ્ટર ડિગ્રી હાસલ કરી. ફોર્બ્સમાંથી સૂઝનને પોતાની 16મી આવૃત્તિમાં દુનિયાના 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી. સૂઝન વોઝિકી ગૂગલમાં જાહેરાત અને વાણિજ્ય વિભાગની વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે.

શ્રીધર રામાસ્વામી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, જાહેરાત અને વાણિજ્ય

શ્રીધર રામાસ્વામી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, જાહેરાત અને વાણિજ્ય

શ્રીધર રામાસ્વામીએ 2003માં ગૂગલ જોઇન કર્યું હતું, શ્રીધરે આઇઆઇટી મદ્રાસથી સ્નાતકની ઉપાધિ મેળવી છે અને બ્રાઉન યુનિવર્સિટી યુએસથી પીએચડીની ડિગ્રી મેળવી. શ્રીધર રામાસ્વામી આ સમયે ગૂગલમાં જાહેરાત અને વાણિજ્યના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે.

English summary
Top executives at Google's top management team.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.