For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સહિત આ દેશો પાસે છે વિશ્વનું સૌથી ખતરનાક હથિયાર

By Super
|
Google Oneindia Gujarati News

આપણે એ વાતથી અવગત છીએ કે ન્યુક્લિયર હથિયારને વિશ્વના સૌથી ખતરનાક હથિયાર તરીકે મુલવવામાં આવે છે. કેટલાક દેશો પોતાની પાસે રહેલા આ ખતરનાક હથિયારોથી પાડોસી દેશોને ભયભીત કરી રહ્યાં છે તો કેટલાક દેશો આ હથિયારનો ઉપયોગ પોતાના દેશમાં વિરોધી અને દુશમન દેશોની કનડગતને દૂર રાખવા અને શાંતિ જાળવી રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

વિશ્વમાં એવા ઘણા દેશો છે, જેમની પાસે આ પ્રકારના ખતરનાક હથિયારો છે, ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ, સાઇએ વર્લ્ડ ફેક્ટબૂક દ્વારા એક અભિયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં તેમણે જાણ્યું કે માત્ર અમેરિકા જ નહીં પરંતુ મહાસત્તા બનવાના સ્વપ્ન સેવી રહેલું ચીન પણ આ હથિયાર ધરાવે છે, તો ભારત, પાકિસ્તાન પાસે પણ આ ન્યુક્લિયર હથિયાર છે. ચાલો તસવીરો થકી જાણીએ કે ભારત સિવાય અન્ય કયા દેશો છે, જેમની પાસે આ ભયાનક હથિયાર છે.

અમેરિકા

અમેરિકા

અમેરિકાને વિશ્વનું સુપર પાવર સ્ટેશન કહેવામા આવે છે. અમેરિકા વિશ્વનું એકમાત્ર એવું રાષ્ટ્ર છેકે જેણે યુદ્ધમાં ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમજ તે પહેલો એવો દેશ છેકે જેણે ન્યુક્લિયર મિસાઇલ્સ વિક્સાવી છે. ઉપરાંત આ દેશ દ્વારા ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યા પછી જ અન્ય દેશો દ્વારા તેના પરિક્ષણ કરવામા આવ્યા છે. સૌપ્રથમ વખત 1945માં અમેરિકાએ ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કર્યો હતો.

રશિયા

રશિયા

ઉત્તરીય યુરેશિયન નેશન, રશિયા વિશ્વમાં સૌથી વધારે ન્યુક્લિયર હથિયારનું સંચય કરતો દેશ છે. અમેરિકા બાદ આ બીજો દેશ છે જેની પાસે બીજી સૌથી મોટી બ્લાસ્ટિક મિસાઇલ સબમરિન છે અને એ પણ મોર્ડન સ્ટ્રેટેજીક બોમ્બર ફોર્સ સાથે.

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમ

રાજા અને રાણીઓની ધરતી ગણાતું યુનાઇટેડ કિંગડમ વિશ્વનું ત્રીજું રાષ્ટ્ર છે, જેણે પોતાની રીતે ન્યુક્લિયર હથિયાર વિક્સાવ્યા છે, તેણે 1952માં આ હથિયાર વિક્સાવ્યા હતા. આ ઉપરાંત અમેરિકા અને સોવિયેટ યુનિયન બાદ યુકે ત્રીજું રાષ્ટ્ર છેકે જેણે એટોમિક વેપનના ટેસ્ટ કર્યા છે અને ઇમ્પ્રૂવ કર્યા છે.

ફ્રાન્સ

ફ્રાન્સ

ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી હેઠળના પાંચ ન્યુક્લિયર વેપન્સ સ્ટેટ્સમાનું ફ્રાન્સ વિશ્વનું ત્રીજું સૌથી મોટો ન્યુક્લિયર શસ્ત્રભંડાર છે. ફ્રેન્ચ મિલેટ્રી પાસે હથિયારોના સંગ્રહમાં 300 ઓપરેશનલ ન્યક્લિયર વૉરહેડ છે જે ચાર ન્યુક્લિયર સબમરિનમાં છે.

ચીન

ચીન

240 હથિયારો સાથે વિશ્વની ટોચના ન્યુક્લિયર પાવર દેશોની યાદીમાં ચીન ટોપ પર આવે છે. ચીન દ્વારા કેમિકલ અને ન્યુક્લિયર હથિયાર બનાવવામાં આવે છે. ચીન દ્વારા 1950થી ન્યુક્લિયર હથિયાર બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે 1964માં પોતાનું પહેલું સફળ પરિક્ષણ કર્યું હતું.

ભારત

ભારત

ચીન દ્વારા ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવતા ભારતે 1960માં ન્યુક્લિયર હથિયારની દિશામાં પહેલ કરી હતી અને ભારતે પહેલું પરિક્ષણ 1974માં કર્યું હતું. ભારત પાસે 100 જેટલા ન્યુક્લિયર હથિયાર છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

1972માં ભારત સાથે ત્રીજું યુદ્ધ થયા બાદ પાકિસ્તાને ન્યુક્લિયર હથિયાર વિક્સાવવાનું નક્કી કર્યું હતું. ચીનની મદદથી પાકિસ્તાને ન્યુક્લિયર હથિયાર ટેક્નોલોજી વિક્સાવી. આજે પાકિસ્તાન પાસે 90-110 જેટલા હથિયાર છે.

English summary
Here is the Top Nuclear Power Nations in the World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X