• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Photos: ભારતના બદનામ બજાર, જ્યાં થાય છે ખુલ્લેઆમ દેહવ્યાપાર

|

નવી દિલ્હી, 7 જુલાઇ: વૈશ્યાવૃત્તિને દુનિયાનો સૌથી જુનો ધંધો કહે છે. એવો ધંધો કે જે ક્યારેય બંધ નહી થાય. વૈશ્યાવૃત્તિ એટલે શરીરનો ધંધો ને હવે મોબાઇલ થઇ ગયો છે. સમયની સાથે સાથે આ ધંધા ને પૈડા લાગી ગયા છે. માર્કેટની જરૂરીયાતે આને દરેક જગ્યાએ ફેલાવી દીધો છે. મોટી-મોટી હોટેલ્સમાં, આલીશાન રિઝોટર્સ અને જુના કોઠાઓમાં પહોંચ પહેલા તો હતી જ પરંતુ હવે આ ધંધો પહોચી ગયો છે રસ્તાઓ પર.

જોવા જઇએ તો આ ધંધો મહિલાઓની દૈહિક સ્વાતંત્રતા પર કલંક છે. 1956ના પીટા કાયદા મુજબ વૈશ્યાવૃત્તિને કાનુનમાં માન્યતા આપવામાં આવી છે પરંતુ 1986માં આ કાયદામાં સંશોધન કરીને કેટલીક શરતો ઉમેરવામાં આવી છે. શરતો મુજબ સાર્વજનિક સેક્સને અપરાધ માનવામાં આવે છે અને તે બદલ સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે.

હવે આને દુર્ભાગ્ય જ ઘણી શકાય કે રાત પડતાની સાથે જ દેશની ઘણી ગલીઓમાં ઘુંઘરુની જણકાર તો એવી થાય છે કે તે જણકારની સામે બીજા કોઇ અવાજ સંભળાતા નથી. તો આવો આજે જાણીએ ભારતના 10 રેડ લાઇટ એરિયા વિશે કે જેનું નામ એશિયામાં જ નહી પરંતુ આખી દુનિયામાં જાણીતું છે.

દિલ્હીનો જીબી રોડ

દિલ્હીનો જીબી રોડ

દિલ્હીમાં આવેલો જીબી રોડનું આખુ નામ ગારસ્ટિન બાસ્ટિન રોડ છે. આ દિલ્હીનું સૌથી મોટું રેડ લાઇટ વિસ્તાર છે. જોકે તેનું નામ 1965માં બદલીને સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ કરી દેવામાં આવ્યું. આ વિસ્તારનો પણ એક ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે અત્રે મુગલકાળમાં કુલ પાંચ રેડલાઇટ વિસ્તાર એટલે કે કોઠા હતા. અંગ્રેજોના સમયમાં આ પાંચેયને એક સાથે ભેળવી દેવામાં આવ્યા અને ત્યારથી જ તેનું નામ જીબી રોડ છે.

જીબી રોડ, કેબિનમાં અપાય છે સર્વિસ

જીબી રોડ, કેબિનમાં અપાય છે સર્વિસ

જાણકારોનું કહેવું છે કે દેહવ્યાપારનો અત્રે સૌથી મોટો વ્યવસાય થાય છે, અને અત્રે નેપાળ અને બાંગ્લાદેશ સાથે મોટી સંખ્યામાં યુવતીઓની તસ્કરી કરીને અત્રેના કોઠાઓ પર લાવવામાં આવે છે. વર્તમાનમાં એક જ રૂમમાં ઘણા કેબિન બનેલા છે, જ્યાં એક સાથે ઘણા ગ્રાહકોને સેવા આપવામાં આવે છે.

કોલકાતાનું સોનાગાછી

કોલકાતાનું સોનાગાછી

દેશના પૂર્વ ભાગનું સૌથી મોટું મહાનગર સોનાગાછીને એશિયાનું સૌથી મોટો રેડલાઇટ એરિયા માનવામાં આવે છે. અનુમાન અનુસાર અત્રે ઘણા બહુમાળી ઇમારતો છે, જ્યાં લગભગ 11 હજાર સેક્સ વર્કર દેહવ્યાપારમાં લિપ્ત હોય છે.

સોનાગાછી સેક્સવર્કર પાસે છે લાયસન્સ

સોનાગાછી સેક્સવર્કર પાસે છે લાયસન્સ

ઉત્તરી કોલકત્તાના શોભા બજાર નજીક સ્થિત ચિતરંજન એવેન્યૂમાં સ્થિત વિસ્તારમાં વૈશ્યાવૃત્તિ સાથે જોડાયેલ મહિલાઓને કાયદેસરનું લાયસન્સ આપવામાં આવે છે. અત્રે આ વ્યાપારને ઘણા પ્રકારના સમૂહ ચલાવે છે, જેને એક પ્રકારે ગેંગ કહેવામાં આવે છે. એક અનુમાન અનુસાર આ સ્લમમાં 18 વર્ષથી ઓછી ઉંમરની 12 હજાર યુવતીઓ સેક્સ વ્યાપારમાં સામેલ છે.

મુંબઇનું કમાઠીપુરા

મુંબઇનું કમાઠીપુરા

આ ભારતનું બીજું સૌથી મોટું રેડલાઇટ વિસ્તાર છે. અત્રે ઘણી સેક્સ વર્કર રહે છે જેની હાલત ખૂબ જ ખરાબ છે. અત્રે બીડી બનાવવાની નાનકડી ઇંડસ્ટ્રીઝ પણ છે જેને મહિલાઓ ચલાવે છે. 80ના દાયકામાં હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમ જેવા ગેંગસ્ટર અત્રે આવતા હતા. 1880માં આ વિસ્તાર અંગ્રેજો માટે એશગાહ બની ગયુ હતું.

પુણેનું બુધવારપેટ

પુણેનું બુધવારપેટ

પુણેના બુધવારપેટને ભારતનું ત્રીજા નંબરનું સૌથી મોટું રેડ લાઇટ એરિયા માનવામાં આવે છે. અત્રે લગભગ 5000 સેક્સવર્કર કામ કરે છે. આ વિસ્તારમાં પુસ્તકો અને ઇલેક્ટ્રોનિક્સ સામાનનો પણ કારોબાર થાય છે.

ગ્વાલિયરનું રેશમપુરા

ગ્વાલિયરનું રેશમપુરા

મધ્યપ્રદેશમાં એક પ્રકારે સિંધિયા પરિવારની સરજમીન પર ગ્વાલિયરમાં રેશમપુરા એક મોટું રેડલાઇટ વિસ્તાર છે. અત્રે દેહવ્યાપાર માટે વિદેશી યુવતીઓની સાથે મોડેલ્સ, કોલેજ ગર્લ્સ પણ છે. અત્રે એક પ્રકારે કોલેજ ગર્લ્સ માટે કાયદેસર રીતે ઓફિસ ખુલી રહ્યા છે. ઇંટરનેટ અને મોબાઇલ પર આવનારી સૂચનાઓના આધાર પર કોલગર્લ્સની બુકિંગ કરવામાં આવે છે. કોલગર્લ્સને કમિશન પર અથવા પગાર પર રાખવામાં આવે છે.

અલ્હાબાદનું મીરગંજ

અલ્હાબાદનું મીરગંજ

અલ્હાબાદનો આ વિસ્તાર ગેરકાયદેસર વૈશ્યાવૃત્તિ માટે જાણીતો છે. અત્રે જવું પણ કોઇ ખતરાથી ઓછું નથી. મીરગંઝ રેડલાઇટ એરિયા લગભગ દોઢસો વર્ષ જૂનું છે. દરેક ઘરની બહાર સજી-ધજીને તૈયાર મહિલાઓ આવતા જતા દરેકને પોતાની પાસે બોલાવે છે. જાણકારી અનુસાર અત્રે પહેલા કોઠા ચાલતા હતા અને જમીનદારો પહેલા અહીં મૂજરો જોવા આવતા હતા.

વારાણસીનું શિવદાસપુર વિસ્તાર

વારાણસીનું શિવદાસપુર વિસ્તાર

આ વિસ્તારમાં વૈશ્યાવૃત્તિ પ્રાચીનકાળથી ચાલી આવી છે. ઘાટના શહેર, વારાણસીના એક અલગ વિસ્તારમાં આ વિસ્તાર છે જ્યાં ધંધો ચાલે છે. શિવદાસપુર વારાણસી રેલવે સ્ટેશનથી લગભગ 3 કિમી દૂર સ્થિત છે. આ એક પ્રકારે ઉત્તર પ્રદેશનું સૌથી મોટુ રેડલાઇટ વિસ્તાર છે. અત્રે તંગ ગલિયોમાં ઘરની બહાર ઊભેલી યુવતીઓ ગ્રાહકોને એવી જ પારંપરિક રીતે રિઝવે છે, જેમ કે એક સમયે ચાલતા કોઠામાં પારંપરિક રીતે ચલણમાં હતું.

નાગપુરનું ગંગા-જમુના

નાગપુરનું ગંગા-જમુના

મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં ઇતવારી(રવિવારી) વિસ્તારમાં ગંગા-જમુના વિસ્તાર છે, જ્યાં વેશ્યાવૃત્તિ ચાલે છે. અત્રે વિસ્તાર દેહવ્યાપાર માટે નાગપુરમાં ફેમશ છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર ક્રાઇમ માટે પણ જાણીતો છે.

મુઝફ્ફરપુરનું ચતુરભુજ સ્થાન

મુઝફ્ફરપુરનું ચતુરભુજ સ્થાન

અત્રે ઘણા વર્ષોથી મંદિર અને કોઠાઓ આસપાસ છે. આ વિસ્તાર અંગે જાણીને લાગે છે કે આપણા પૂર્વજોના સમયમાં તો અલગ સામાજિક માન્યતાઓ રહી હશે. કહેવામાં આવે છે કે ઉત્તરી બિહારનું આ સૌથી મોટું રેડલાઇટ વિસ્તાર છે.

મેરઠનું કબાડી બજાર

મેરઠનું કબાડી બજાર

પશ્ચિમી યૂપીનું શહેર મેરઠમાં સ્થિત કબાડી બજાર ખૂબ જ જૂનું રેડલાઇટ એરિયા છે. અત્રે અંગ્રેજોના જમાનાથી દેહ વ્યાપાર કરવામાં આવે છે. અત્રે દેહવ્યાપારના ધંધામાં મોટાભાગે નેપાળી યુવતીઓ જ છે.

English summary
Prostitution is a sensitive topic and this is One of the oldest occupations in the world. India also lays claim to having some of the world’s largest red light districts, quite a few of them in fact. Here they are.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X