For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટરે જાહેર કર્યા નવા નિયમો, તમે પણ જાણી લો અહીં

ટ્વિટરના નવા નિયમો અંગે તમે પણ મેળવી લો જાણકારી. સાથે જ જાણી લો કે કેમ ટ્વિટરે નવા નિયમો નીકળવા પડ્યા. બધુ વિગતવાર જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ટ્વિટરના એક કર્મચારીએ ભૂલથી અમેરિકાના પ્રેસિડન્ટ ડૉનાલ્ડ ટ્રંપના એકાઉન્ટને થોડીક વાર માટે બંધ કર્યા પછી હવે ટ્વિટરે તેના નવા નિયમોને રજૂ કર્યા છે. નવા નિયમો મુજબ ટ્વિટરે તેની પોલીસી સ્પષ્ટ કરી છે. આ તમામ નિયમો શુક્રવારથી લાગુ થઇ ગયા છે. જેને અલગ અલગ ભાગ પાડી સારી રીજે સમજાવવામાં આવ્યા છે. ટ્વિટર કયા કામને ખોટું માને છે. અને તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરતા પહેલા ટ્વિટર કંઇ વાતોનું ધ્યાન રાખે છે તે અંગે પણ ટ્વિટરે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે જો કોઇ યૂઝરનું એકાઉન્ટ સસ્પેન્ડ થાય છે તો તેને એક ઇમેલ મળશે. જેમાં તેને સ્પષ્ટ રૂપે જણાવવામાં આવશે કે ક્યાં કારણોથી તેનો આ એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આવું ખાલી એક ટ્વિટ કરીને જણાવવામાં આવતું હતું. ટ્વિટર પોતાની મીડિયા પોલિસી પણ અપટેડ કરી રહ્યું છે. અને કંઇ વસ્તુને ગ્રાફિક કે એડલ્ટ કંટેંટ માનવામાં આવશે તે અંગે પણ ટ્વિટરે સ્પષ્ટતા કરી છે. ત્યારે નવા નિયમો અંગે વિગતવાર વાંચો અહીં...

Twitter
  • જો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થશે તો તમને ઇમેલ દ્વારા કહેવામાં આવશે કે કેમ તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અને તમે ટ્વિટરની કંઇ પોલીસી અનુસરી નથી.
  • કોઇ ટ્વિટ અબ્યૂસિવ કે આપત્તિજનક છે તો તેની તપાસ કરતી વખતે ટ્વિટરની તરફથી તે ટ્વિટનો સંદર્ભ દેખાડવામાં આવશે. અને તે પણ જોવામાં આવશે કે તે ટ્વિટમાં સમાચારની યોગ્યતા છે કે નહીં
  • ટ્વિટર પર તે લોકોનો સંપર્ક કરવામાં આવશે જેને લઇને ટ્વિટરને તેવું લાગશે કે તે પોતાની જાતને નુક્શાન પહોંચાડી શકે છે. અને તેમને સ્વાસ્થય સેવાઓથી જોડાયેલા પ્રોફેશનલ લોકોથી સંપર્ક કરાવવામાં આવશે.
  • ટ્વિટરે તે પણ સાફ કર્યું કે કોઇ વ્યક્તિ, પ્રાણી, કાર્ટૂનની સાથે સેક્શ્યુઅલ એક્ટને એડલ્ટ મટીરિયલ માનવામાં આવશે. પણ કેટલાક ખાસ કિસ્સામાં આવી કંટેન્ટને પબ્લિશ કરવાની પરવાનગી આપવામાં આવશે. જો તેને સેન્સિટીવ મીડિયા કહી પોસ્ટ કરવામાં આવશે તો.
English summary
Twitter rewritten rules published, know when your account get suspended.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X