Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અનોખી પ્રથા : અહીં છોકરાઓને મોકલવામાં આવે છે સાસરે

mariiage
પાણીપત, 30 જાન્યુઆરી: આપણી પરંપરા રહી છે કે છોકરીઓ જ પોતાના મા-બાપ અને ઘર-બારને છોડીને લગ્ન બાદ સાસરીમાં રહેવું પડે છે અને પતિના પરિવારજનોને પ્રેમથી રાખવા પડે છે, પરંતુ હવે સિરસા (હરિયાણા) સ્થિત ડેરા સચ્ચા સોદા એક અનોખી પ્રથા શરૂ કરી છે, જેમાં છોકરીઓને સાસરીમાં જાવું પડે છે. વરરાજાએ છોકરીના માતા-પિતાને પોતાના માતા-પિતા માનીને તેમની સેવા કરવી પડશે.

ભ્રૃણહત્યા રોકવા માટે તથા સમાજમાં છોકરીઓને છોકરા સમાન અધિકાર અપાવવાના ઉદ્દેશ્યથી ડેરા સચ્ચા સોદા દ્રારા 73મા માનવતા ભલાઇ કાર્યના રૂપમાં 'કુલનું ક્રાઉન' ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ મુજબ શનિવારે જાન લઇને પહોંચનાર સિરસા નિવાસી તુલસી ઇન્સા રવિવારે પોતાના વરરાજા પવન ઇન્સાં સાથે પોતાના પિયર પહોંચી હતી. નવપરણિત યુવક-યુવતિની સાથે પરિવારજનો અને સંબંધીઓની સાથે સાથે કોલોનીવાસીઓ પણ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. પરિવારજનોએ વરરાજાનું પરંપરાગત રિત-રીવાજ મુજબ ગૃહ પ્રવેશ કરાયો હતો.

આ પ્રમાણે પાણીપતની સુરૂચિ પણ ડેરા સચ્ચાની ઝુંબેશ હેઠળ વરરાજાને સિરસાથી લગ્ન કરીને પાણીપત લાવી છે. શ્રી પ્રેમ મંદિર પાસે રહેનાર સુરૂચિ પોતાના માતા-પિતાની એક માત્ર સંતાન છે અને બીકોમના બીજા વર્ષમાં ભણે છે. શનિવારે સુરૂચિ જાન લઇને ગઇ અને ડેરા સચ્ચા સોદામાં સિરસાના નિજીયા ખેડા નિવાસી રાજવીર સાથે લગ્ન કર્યા. પરંપરા અનુસાર કન્યા પહેલાં વરમાળા નાખે છે પરંતુ રાજવીરે પહેલાં કન્યાને વરમાળા પહેરાવી હતી. સુરૂચિની માતા સુનીતાનું કહેવું છે કે તે રાજવીરને પોતાના પુત્રની જેમ રાખશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X