For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારતીય ક્રિકેટર્સની પત્નીઓની અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટરો વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનારા ક્રિકેટર્સમાં સ્થાન પામે છે. રમતની સાથે રૂપિયા કમાવવામાં અવ્વલ ભારતના ક્રિકેટર્સ જેટલા ચર્ચામાં રહે છે તેટલી જ ચર્ચામાં તેમની પત્નીઓ પણ રહે છે. ક્રિકેટના મેદાન પર પોતાના પતિને પ્રોત્સાહન આપવા પહોંચી જતી પત્નીઓ અંગત જીવનમાં કેટલી જવાબદારી નિભાવે છે તે અંગે હંમેશા ઉત્સુકતા જાગેલી રહે છે.

ભારતના સ્ટાર ક્રિકેટર ગણાતા સચીન તેંદુલકર, વીરેન્દ્ર સહેવાદ, મહેન્દ્ર સિંહ ધોની વગેરે ક્રિકેટર્સ પોતાનો મહત્તમ સમય મેદાન પર વીતાવે છે. ત્યારે એવું થાય કે તેમના બાળકો અને પરિવારની સંભાળ કોણ લેતું હશે. આનો સીધો અને સરળ જવાબ છે તેમની પત્નીઓ. ઘર પરિવારથી લઇને ક્રિકેટના મેદાન સુધી અને મેદાનથી લઇને એવોર્ડ સેરેમની અને સામાજિક કાર્યક્રમોમાં છવાયેલી રહેતી ક્રિકેટરની પત્નીઓ તેમને કેવી રીતે સપોર્ટ કરે છે તે આવો જાણીએ...

અંજલી તેંદુલકર

અંજલી તેંદુલકર

સચીન તેંદુલકરની પત્ની અંજલી તેંદુલકર વ્યવસાયે પીડિયાટ્રિશિયન છે. બાળકો અર્જુન અને સારાના ઉછેર માટે અંજલીએ પોતાની કરિયરની કુરબાની આપી દીધી. આજે હવે તેમના બાળકો મોટા થઇ ગયા છે ત્યારે તે પતિ સાથે મેચ, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમોમાં સપોર્ટ આપતા જોવા મળે છે. અતિ વ્યસ્ત રહેતા સચીનનો વર્ક લોડ હવે હળવો થતા તેઓ પણ અંજલીને સમય ફાળવી રહ્યા છે. સચીન કરતા ઉંમરમાં છ વર્ષ મોટી અંજલીએ સચીન સાથે લવ મેરેજ કર્યા હતા.

સાક્ષી ધોની

સાક્ષી ધોની

ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધેનીની પત્ની સાક્ષી ધોનીએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે હોટલ તાજ બંગાલમાં ટ્રેઇની તરીકે કામ કરી રહી હતી ત્યારે તેની મુલાકાત ધોની સાથે થઇ હતી અને તે ધોનીને પોતાનું દિલ દઇ બેઠી હતી. આજે તે મોટા ભાગની મેચમાં પતિ મહેન્દ્ર સિંહ ધોનીને ચીયર અપ કરતી નજરે પડે છે. આ ઉપરાંત સાક્ષીએ સમાજ સેવા માટે સાક્ષી રાવત ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ શરૂ કર્યું છે. આ ટ્રસ્ટ દ્વારા તે અનાથ બાળકોને મદદ કરે છે.

પૂજા પબારી

પૂજા પબારી

મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાએ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યો છે. લગ્ન બાદ પૂજા પતિને મેદાનમાં રમતા જોવા માટે સ્ટેડિયમ પહોંચી ગઇ હતી. પત્નીની હાજરીથી પ્રોત્સાહન મેળવીને પુજારાએ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.

વિજેતા પેંધરકર

વિજેતા પેંધરકર

ધ વૉલ તરીકે ઓળખાતા ક્રિકેટર રાહુલ દ્રવિડની પત્ની વિજેતા વ્યવસાયે મેડિકલ સર્જન છે. વિજેતાને ક્રિકેટમાં જરા પણ રસ નથી. આ કારણે જ તે સ્ટેડિયમમાં દ્રવિડને ચીયરઅપ કરતી જોવા મળતી નથી.

તાન્યા વધાવા

તાન્યા વધાવા

ફાસ્ટ બોલર ઉમેશ યાદવની પત્ની તાન્યા વધાવા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. ઉમેશે 29 મે, 2013ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ તાન્યા સાથે લગ્ન કર્યા હતા.

આરતી અહલાવત

આરતી અહલાવત

ભારતના દમદાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી પબ્લિક રિલેશન પ્રોફેશનમાં કામ કરતી હતી. લગ્ન બાદ તેણે પોતાનું કરિયર છોડીને હાઉસવાઇફ બનવાનું સ્વીકાર્યું હતું.

પ્રીતી નારાયણન

પ્રીતી નારાયણન

ઓફ સ્પીનર રવિચન્દ્રન અશ્વિને પોતાની બાળપણની મિત્ર પ્રીતી સાથે નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. બંને અનેક પ્રસંગોએ એક સાથે જોવા મળે છે.

અનુભૂતિ ચૌહાણ

અનુભૂતિ ચૌહાણ

ક્રિકેટર પીયૂષ ચૌહાણે તાજેતરમાં જ અનુભૂતિ સાથે સગાઇ કરી છે. અનુભૂતિ વ્યવસાયે એમબીએ છે. તે જીઇના એચઆર ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. બંને આ વર્ષે નવેમ્બર કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન ગ્રંથિએ બંધાય તેવી સંભાવના છે.

અંજલી તેંદુલકર
સચીન તેંદુલકરની પત્ની અંજલી તેંદુલકર વ્યવસાયે પીડિયાટ્રિશિયન છે. બાળકો અર્જુન અને સારાના ઉછેર માટે અંજલીએ પોતાની કરિયરની કુરબાની આપી દીધી. આજે હવે તેમના બાળકો મોટા થઇ ગયા છે ત્યારે તે પતિ સાથે મેચ, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમોમાં સપોર્ટ આપતા જોવા મળે છે. અતિ વ્યસ્ત રહેતા સચીનનો વર્ક લોડ હવે હળવો થતા તેઓ પણ અંજલીને સમય ફાળવી રહ્યા છે. સચીન કરતા ઉંમરમાં છ વર્ષ મોટી અંજલીએ સચીન સાથે લવ મેરેજ કર્યા હતા.

સાક્ષી ધોની
ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધેનીની પત્ની સાક્ષી ધોનીએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે હોટલ તાજ બંગાલમાં ટ્રેઇની તરીકે કામ કરી રહી હતી ત્યારે તેની મુલાકાત ધોની સાથે થઇ હતી અને તે ધોનીને પોતાનું દિલ દઇ બેઠી હતી. આજે તે મોટા ભાગની મેચમાં પતિ મહેન્દ્ર સિંહ ધોનીને ચીયર અપ કરતી નજરે પડે છે. આ ઉપરાંત સાક્ષીએ સમાજ સેવા માટે સાક્ષી રાવત ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ શરૂ કર્યું છે. આ ટ્રસ્ટ દ્વારા તે અનાથ બાળકોને મદદ કરે છે.

પૂજા પબરી
મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વ પુજારાની પત્ની પૂજાએ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યો છે. લગ્ન બાદ પૂજા પતિને મેદાનમાં રમતા જોવા માટે સ્ટેડિયમ પહોંચી ગઇ હતી. પત્નીની હાજરીથી પ્રોત્સાહન મેળવીને પુજારાએ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.

વિજેતા પેંધરકર
ધ વૉલ તરીકે ઓળખાતા ક્રિકેટર રાહુલ દ્રવિડની પત્ની વિજેતા વ્યવસાયે મેડિકલ સર્જન છે. વિજેતાને ક્રિકેટમાં જરા પણ રસ નથી. આ કારણે જ તે સ્ટેડિયમમાં દ્રવિડને ચીયરઅપ કરતી જોવા મળતી નથી.

તાન્યા વધાવા
ફાસ્ટ બોલર ઉમેશ યાદવની પત્ની તાન્યા વધાવા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. ઉમેશે 29 મે, 2013ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ તાન્યા સાથે લગ્ન કર્યા હતા.

આરતી અહલાવત
ભારતના દમદાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી પબ્લિક રિલેશન પ્રોફેશનમાં કામ કરતી હતી. લગ્ન બાદ તેણે પોતાનું કરિયર છોડીને હાઉસવાઇફ બનવાનું સ્વીકાર્યું હતું.

પ્રીતી નારાયણન
ઓફ સ્પીનર રવિચન્દ્રન અશ્વિને પોતાની બાળપણની મિત્ર પ્રીતી સાથે નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. બંને અનેક પ્રસંગોએ એક સાથે જોવા મળે છે.

અનુભૂતિ ચૌહાણ
ક્રિકેટર પીયૂષ ચૌહાણે તાજેતરમાં જ અનુભૂતિ સાથે સગાઇ કરી છે. અનુભૂતિ વ્યવસાયે એમબીએ છે. તે જીઇના એચઆર ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. બંને આ વર્ષે નવેમ્બર કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન ગ્રંથિએ બંધાય તેવી સંભાવના છે.

English summary
Unknown things about Indian cricketers's wives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X