For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે હુન્ડાઇના આ શાનદાર કાર્સ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ માટે આ વર્ષ ઘણું જ નિરાશાનજક રહ્યું છે. સતત 9 મહિનાથી કાર્સના વેચાણમાં દિગ્ગજ વાહન નિર્માતાઓએ માત્ર ઘટાડો નોંધાવ્યો છે. આ વર્ષે સારા પ્રદર્શન અને આગામી વર્ષમાં ધમાકેદાર શરૂઆત માટે કેટલાક કાર નિર્માતાઓએ પણ અત્યારથી કમર કસવાની શરૂ કરી દીધી છે.

આ ક્રમમાં દેશની બીજી સૌથી મોટા કાર નિર્માતા કંપની હુન્ડાઇ ભારતીય બજારમાં પોતાની કાર્સના શાનદાર રેન્જને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં કંપની કેટલાક નવા મોડલ્સને રજૂ કરવાની સાથોસાથ પોતાના જૂના મોડલ્સને અપગ્રેડ કરીને બજારમાં રજૂ કરશે.

હુન્ડાઇની આ નવી યોજનામાં કંપની હેચબેક, કોમ્પેક્ટ એસયુવી, એમપીવી અને સિડાન દરેક સેગ્મેન્ટમાં પોતાની કાર્સને સામેલ કરી છે. હુન્ડાઇ હવે પોતાની કાર્સના વેચાણને સુવ્યવસ્થિત કરવા માટે સંપૂર્ણ રીતે નવા મોડલ્સ પર નિર્ભર છે. તો ચાલો તસવીરો થકી જોઇએ હુન્ડાઇ આગામી 2013-14માં ભારતીય બજારમાં કયા કયા નવા મોડલ્સ રજૂ કરવા જઇ રહી છે.

 હુન્ડાઇની શાનદાર હેચબેક ગ્રાન્ડ આઇ10

હુન્ડાઇની શાનદાર હેચબેક ગ્રાન્ડ આઇ10

કંપની હુન્ડાઇ આઇ10 ગ્રાન્ડને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં રજૂ કરશે. જેમાં પેટ્રોલ વર્ઝનમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું કપ્પા એન્જીનનો પ્રયોગ કર્યો છે, જ્યારે ડીઝલ એન્જીનમાં કંપની બ્રાન્ડ ન્યુ 1.1 લીટર ડીઝલ એન્જીનનો પ્રયોગ કરશે. કંપનીએ આઇ 10 ગ્રાન્ડને શાનદાર અને આધુનિક ટેક્નિકનો પ્રયોગ કર્યો છે. આ કાર કિંમત લગભગ 4થી 5 લાખ રૂપિયા થશે.

હુન્ડાઇની શાનદાર એમપીવી હેક્સા સ્પેશ

હુન્ડાઇની શાનદાર એમપીવી હેક્સા સ્પેશ

હુન્ડાઇ ભારતીય બજારમાં એમપીવી સેગ્મેન્ટમાં પણ જોરદાર ટક્કર આપવાની યોજના બનાવી રહી છે. ગત દિલ્હી ઓટો એક્સપોમાં કંપનીએ દેશની સામે પહેલીવાર પોતાની હેક્સા સ્પેશ કોન્સેપ્ટને રજૂ કરી હતી. કંપની તરફથી તૈયાર કરવામાં આવેલી હેક્સા સ્પેશમાં કંપની 1.4 લીટરની ક્ષમતાના ડીઝલ એન્જીન અને 1.6 લીટરની ક્ષમતાના પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કરી શકે છે. તમને જણાવી દઇએ કે કંપનીએ 1.4 લીટરની ક્ષમતાના પેટ્રોલ એન્જીનનો વેરનામાં પ્રયોગ કર્યો છે. હુન્ડાઇ હેક્સા સ્પેશ મારુતિ સુઝૂકી એરટિગાને જોરદાર ટક્કર આપશે.

હુન્ડાઇ સેન્ટા ફેનો નવો અવતાર

હુન્ડાઇ સેન્ટા ફેનો નવો અવતાર

કંપની પોતાના નવા મોડલ્સ ઉપરાંત પોતાની જૂની એસયુવી હુન્ડાઇ સેન્ટા ફેના નવા અવતારને બજારમાં ઉતારવાની યોજના બનાવી રહી છે. જી હાં, કંપની ટૂંક સમયમાં સેન્ટા ફેનું ફેસલિફ્ટ મોડલ રજૂ કરશે. નવી સેન્ટા ફે તેના હાલના મોડલની સરખામણીએ થોડી લાંબી હશે કારણ કે કંપનીએ આ કારના વ્હીલ બેઝને વધાર્યા છે. જેના કારણે કારની અંદર પણ વધારે સ્પેશ આપવામાં આવશે.

હુન્ડાઇની શાનદાર કોમ્પેક્ટ સિડાન

હુન્ડાઇની શાનદાર કોમ્પેક્ટ સિડાન

હુન્ડાઇ પોતાના નવા સેગ્મેન્ટ ઉપરાંત સિડાન સેગ્મેન્ટમાં પણ શાનદાર કારને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપની પોતાના ગ્રાન્ડ પ્લેટફોર્મ પર એક કોમ્પેક્ટ સિડાનને બજારમાં ઉતારશે. કંપની આ સિડાન કારે પોતાની લોકપ્રિય સિડાન કાર એક્સેન્ટન રિપ્લેસ કરીને બજારમાં રજૂ કરશે. હુન્ડાઇની આ ગ્રાન્ડ સિડાન મારુતિ સુઝૂકી સ્વિફ્ટ ડિઝાઇર, સેવરોલે સેલ, નિસાન સન્ની જેવી કાર્સને ટક્કર આપશે.

હુન્ડાઇની શાનદાર કોમ્પેક્ટ એસયુવી

હુન્ડાઇની શાનદાર કોમ્પેક્ટ એસયુવી

સૌથી અંતમાં પરંતુ સૌથી મહત્વપૂર્ણ હુન્ડાઇ હાલના સમયે એક શાનદાર કોમ્પેક્ટ એસયુવી પર પણ કામ કરી રહી છે. જેવું કે ભારતીય બજારમાં કોમ્પેક્ટ એસયુવી સેગ્મેન્ટમાં ફોર્ડ ઇકોસ્પોર્ટ, મહિન્દ્રા ક્વાંટોએ તહેલકો મચાવ્યો છે. કંપનીએ પણ આ ક્ષેત્રને ટક્કર આપવા માટે સંપૂર્ણ તૈયારી સાથે ઉતરવા જઇ રહી છે.

રેનોની ડસ્ટરને આપી શકે છે ટક્કર

રેનોની ડસ્ટરને આપી શકે છે ટક્કર

આ એસયુવી ફોર્ડ ઇકોસ્પોર્ટ અને રેનોની ડસ્ટરને જોરદાર ટક્કર આપી શકે છે. આ ઉપરાંત કંપનીએ આ એસયુવીમાં પોતાની શાનદાર ટેક્નિક ફ્લુડિક ડિઝાઇનનો પણ ઉપયોગ કર્યો ચે. જે આ કારના લુકને વધું શાનદાર બનાવે છે. કંપનીએ આ એસયુવીનું નિર્માણ પોતાની લોકપ્રિય એચબી20 પ્રોજેક્ટ હેઠળ કર્યું છે.

હુન્ડાઇની શાનાદર વેલોસ્ટર

હુન્ડાઇની શાનાદર વેલોસ્ટર

હુન્ડાઇએ પોતાની આ સ્પોર્ટી એસયુવીને ગત દિલ્હી ઓટો એક્સપો દરમિયાન રજૂ કરી હતી. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ એસયુવી અંગે હાલ અધિકૃત રીતે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

English summary
Hyundai is planning to increase it's car range in Indian market. Here is list of Hyundai's upcoming cars in year 2013-14, check out through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X