For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Valentine Week પહેલા જાણો ક્યારે મનાવાશે કયો દિવસ

Valentine Week પહેલા જાણો ક્યારે મનાવાશે કયો દિવસ

|
Google Oneindia Gujarati News

પ્રેમ એ પવિત્ર શબ્દ છે અને પ્રેમ કરવા માટે કોઇ મર્યાદિત ઉંમર નથી હોતી. આજ કારણ છે કે દરેક ઉંમરના લોકો તેમના પ્રેમનો ઇજહાર કરવા માટે ફેબ્રુઆરી માસમાં આવતા વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે તેને પ્રેમનો મહીનો પણ કહી શકાય. દર વર્ષે આવતા ફેબ્રુઆરી મહીનાની 14 તારીખે આવતા વેલેન્ટાઇન ડે માટે લોકો ખુબજ ઉત્સુક હોય છે. ઉપરાંત વેલેન્ટાન વીક માટે પણ લોકોમાં ઘણો ક્રેજ જોવા મળે છે એટલે કે યુવાન હૈયાઓ માટે જાણે એક અનોખો તહેવાર હોય તેમ કહી શકાય.

વેલેન્ટાઇન સપ્તાહની શુરૂઆત 7 ફેબ્રુઆરી રોજ ડે થી થાય છે. વેલેન્ટાઇન વીક 2020ની શૂરૂઆતને હવે ગણતરીના જ દીવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો તેની તૈયારીમાં લાગી ગયા છે. તેઓ વેલેન્ટાનને સપ્તાહમાં દરેક દિવસને સ્પેશિયલ બનાવવા માંગે છે અને આ દરમ્યાન દરેક યુગલ ખુબજ સુંદર રીતે એક સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. જો તમે પણ વેલેન્ટાઇન વીકમાં તમારા સાથીને કંઈક સરપ્રાઈઝ આપવા માંગો છો તો સૌથી પહેલા તમારે એ જાણવુ જરૂરી છે કે આ વીકમાં કયા દિવસે કયા ડે ની ઉજવણી કરવામાં આવશે.

Valentine Week

Valentine Week

  • રોજ ડે -7 ફેબ્રુઆરી,શુક્રવાર (Rose Day - February 7)
  • પ્રપોઝ ડે - 8 ફેબ્રુઆરી,શનિવાર (Propose Day - 8 February)
  • ચૉકલેટ ડે -9 ફેબ્રુઆરી, રવિવાર (Chocolate Day - 9 February)
  • ટેડી ડે - 10 ફેબ્રુઆરી, સોમવાર (Teddy Day - February 10)
  • પ્રોમિસ ડે- 11 ફેબ્રુઆરી, મંગળવાર (Promise Day - February 11)
  • હગ ડે -12 ફેબ્રુઆરી, બુધવાર (Hug Day - February 12)
  • કીસ ડે -13 ફેબ્રુઆરી, ગુરૂવાર (Kiss Day - February 13)
  • વેલેન્ટાઇન ડે - 14 ફેબ્રુઆરી, શુક્રવાર (Valentine's Day - February 14)
7 ફેબ્રુઆરી રોજ ડે

7 ફેબ્રુઆરી રોજ ડે

પ્રેમથી ભરેલા સપ્તાહની શુરૂઆત રોજ ડે ની સાથે થાય છે. જરૂરી નથી કે તમે ફક્ત તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને ગુલાબ આપો. આ દિવસે તમે તમારા ખાસ મીત્રોને પણ ફુલ આપીને આ દિવસની ઉજવણી કરી શકો છો.

8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે

8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે

વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે હોય છે. આ ખુબજ ખાસ દિવસ હોય છે. કારણ કે આ દિવસે તમે તમારા મીત્ર પ્રત્યે રહેલી લાગણીઓને તમારા ખાસ મીત્રની સમક્ષ વ્યક્ત કરી શકો છો.

9 ફેબ્રુઆરી ચોકલેટ ડે

9 ફેબ્રુઆરી ચોકલેટ ડે

વેલેન્ટાઇન સપ્તાહના આ દિવસને ચોકલેટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. એટલે કે સંબંધોમાં મીઠાસ જળવાઇ રહેવાની ઉમ્મીદ સાથે આ દિવસે સાથી મીત્રો એકબીજાને ચોકલેટ આપી સેલીબ્રીટ કરે છે.

10 ફેબ્રુઆરી ટેડી ડે

10 ફેબ્રુઆરી ટેડી ડે

10 ફેબ્રુઆરી ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ક્યુટ ટેડી ભેટ આપવામાં આવે છે.

11 ફેબ્રુઆરી પ્રોમીસ ડે

11 ફેબ્રુઆરી પ્રોમીસ ડે

આ એક એવો દિવસ છે જ્યારે યુગલ એકબીજાના વચને બંધાય છે અને ભવીષ્યમાં સાથે રહેવાનો પણ પ્રોમીસ કરે છે.

12 ફેબ્રુઆરી હગ ડે

12 ફેબ્રુઆરી હગ ડે

Hug Day ના દિવસે યુગલ એકબીજાને ગળે મળે છે અને તેમના સંબંધોને મજબુત કરે છે.

13 ફેબ્રુઆરી કીસ ડે

13 ફેબ્રુઆરી કીસ ડે

આ દિવસે પાર્ટનર એકબીજાને કીસ કરે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરે છે.

14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે

14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે

પ્રેમાળ સપ્તાહનો અંત એટલે કે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇનના દિવસે થાય છે. આ દિવસે યુગલ એકબીજાની સાથે ફરવા જવાનો પ્લાન બનાવે છે. ઘરે રહીને પણ તેઓ એકબીજા માટે ખુબજ સારી રીતે સમય પસાર કરે છે.

Gujarat Riots: મોદીની ક્લીન ચીટ પર સુનાવણી ટળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- આવુ ક્યાં સુધી ચાલશેGujarat Riots: મોદીની ક્લીન ચીટ પર સુનાવણી ટળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- આવુ ક્યાં સુધી ચાલશે

English summary
Valentine Week List 2020: All You Need To Know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X