For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ-પત્ની વચ્ચે થાય છે ઢિશૂમ ઢિશૂમ તો વાંચો આ વાસ્તુ ટિપ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પતિ-પત્નીનો સંબંધ પર બેડરૂમનો ખાસ્સો એવો પ્રભાવ પડે છે. જો તમારા ઘરમાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા તો, પરસ્પર પ્રેમના સંબંધને આગળ વધારવાની સાથે-સાથે પોતાના બેડરૂમને વાસ્તુ પર ધ્યાન આપો, ક્યાંક એવું ના હોય કે તમારા બેડરૂમનું વાસ્તુ યોગ્ય ન હોય.

જી હાં તમે કે ન માનો, વાસ્તુ અનુસાર બેડરૂમની સજાવટ જ પતિ-પત્ની વચ્ચેના સંબંધોની મધુરતા નક્કી કરે છે. ચાલો જો હવે બેડરૂમની વાત ઉખેડી છે તો, તેની સજાવટ પર ધ્યાન આપીએ. અહીં અમે તમને 10 ટિપ્સ આપીશું વાસ્તુના નિયમો અનુસાર બેડરૂમ કેવી રીતે શણગારશો.

આપણે જ્યારે પણ કોઇ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદીએ છીએ, તો આપણે ઇચ્છીતા હોવા છતાં વાસ્તુના બધા નિયમોનું પાલન કરી શકતા નથી. કારણ કે બિલ્ડર પોતાની મુજબ બિલ્ડીંગ બનાવે છે, તમારી ઇચ્છા મુજબ નહી. તો એવામાં તમે રૂમને પોતાની શણગારો એ પણ વાસ્તુ પ્રમાણે, તો તમારા જીવનમાં ખુશીઓ હંમેશા જળવાઇ રહેશે. જો તમારો બેડરૂમ સારો છે, તો ઘરમાં માનસિક શાંતિ જળવાઇ રહેશે અને તમારી સેક્સુઅલ લાઇફ પણ સારી રહેશે. પ્રસ્તુત છે 10 વાસ્તુ ટિપ્સ-

ચર્ચા કરવા હોતો નથી બેડરૂમ

ચર્ચા કરવા હોતો નથી બેડરૂમ

બેડરૂમમાં કોઇપણ પ્રકારની ચર્ચા માટે હોતો નથી. આ ફક્ત આરામ કરવા, ઉંઘવા અને લાઇફ પાર્ટનરની સાથે મસ્તી કરવા માટે હોય છે. બેડરૂમમાં પ્રેમ સિવાય અન્ય વાતો ન કરવી જોઇએ.

દક્ષિણ-પશ્વિમ દિશા

દક્ષિણ-પશ્વિમ દિશા

બેડરૂમમાં દક્ષિણ-પશ્વિમ દિશામાં હોવો જોઇએ અને આ ખૂણામાં બેડ પણ રાખવો જોઇએ. જો તમે તમારો બેડ રૂમના દક્ષિણ-પૂર્વ દિશામાં રાખ્યો છે તો તમને યોગ્ય રીતે ઉંધ નહી આવે. તમે તણાવથી ઘેરાયેલા રહેશો, તમને ગુસ્સો જલદી આવશે અને બેચેની લાગશે.

દિવાલો પર તિરાડ ન હોય

દિવાલો પર તિરાડ ન હોય

બેડરૂમની બહારની દિવાલો પર ટૂટ-ફૂટ અથવા તો તિરાડ ન હોવી જોઇએ. આનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે.

તમારા જીવન પર સીધો પ્રભાવ

તમારા જીવન પર સીધો પ્રભાવ

આ તે રૂમ છે જ્યાં તમે દિવસભરના સાત થી દસ કલાક વિતાવો છો, એટલે આના પર વાસ્તુંનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડે છે.

માસ્ટર બેડરૂમ

માસ્ટર બેડરૂમ

મકાનનો માલિક જો ઉત્તર-પશ્વિમ દિશામાં સ્થિત બેડરૂમમાં ઉંઘે છે, તો અસ્થિરતા બનેલી રહે છે, જો કે આ દિશામાં ઘરના માલિકનો બેડરૂમ ન હોવો જોઇએ. ઘરના અન્ય સભ્યોનો બેડરૂમ અહી હોય શકે છે. આ બેડરૂમને માસ્ટર બેડરૂમ કહેવામાં આવે છે.

બેડના માથાનો ભાગ

બેડના માથાનો ભાગ

બેડના પથારીનું માથું દક્ષિણની તરફ હોવું જોઇએ. આનાથી બેચેની રહેતી નથી અને રાત્રે સારી ઉંધ આવશે તેનો સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. ઉત્તરની તરફ માથુ રાખી ઉંઘવાથી ખરાબ સપના આવે છે અને ઉંઘ સારી આવતી નથી અને સ્વાસ્થ્ય ખરાબ રહે છે. પૂર્વની તરફ માથું રાખીને ઉંઘવાથી જ્ઞાન વધે છે, જ્યારે પશ્વિમની તરફ માથું રાખીને ઉંઘવાથી સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

આવા ફોટા લગાવશો નહી

આવા ફોટા લગાવશો નહી

બેડરૂમમાં કોઇ એવો ન લગાવશો, જે હિંસા દર્શાવતો હોય. બેડરૂમની દિવાલોનો રંગ ઘાટ્ટો હોવો ન જોઇએ. સાથે જ જે તરફ બેડનું માથું હોય તે તરફ ઘડીયાણ, ફોટો ફ્રેમ લગાવશો નહી, આનાથી માથાનો દુખાવો રહે છે. બેડરૂમની સામેની દિવાલ પર કંઇપણ ન લગાવો તો સારું રહેશે. આનાથી મનની શાંતિ જળવાઇ રહેશે.

English summary
According to Vastu Shastra the bedroom is most important place in our house. You can decorate it to have peace in your life as well as mind. Here are some Vastu tips for your bedroom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X