98% મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે, બ્રા વિશે આ વાતો બહુ ઓછા લોકો જાણે છે!
બ્રા મહિલાઓની સુંદરતા વધારવાનું કામ કરે છે. જો કે કેટલાક લોકો તેનું નામ લેતા અચકાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ બ્રા પહેલીવાર કોણે પહેરી હતી અને તે કયા દેશમાં બની હતી.

વર્ષ 1889cમાં બ્રા બનાવાઈ
વર્ષ 1889 માં આધુનિક બ્રા સામે આવી. તેને ફ્રાન્સની હર્મિની કેડોલે બનાવી હતી અને તેનું નામ 'કોર્સલેટ જ્યોર્જ' રાખવામાં આવ્યું હતું. તેને પહેરવામાં પણ સરળતા હતી અને સમયની પણ બચત થતી હતી. વર્ષ 1907માં 'વોગ' મેગેઝિન દ્વારા પ્રથમ વખત બ્રેઝિયર્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ છે કે ટેકો આપવો, આ બ્રા કરે છે. ઘણા વર્ષો પછી તેને 'બ્રા' કહેવામાં આવે છે. 'બ્રા' એ 'બ્રેઝિયર' શબ્દનું ટૂંકું સ્વરૂપ છે.

એક મહિલા બ્રા માટે સરેરાશ 2,75,784 રૂપિયા ખર્ચે છે
એક અભ્યાસ અનુસાર, એક મહિલા તેના આખા જીવનમાં બ્રા માટે 2,75,784 રૂપિયા ખર્ચે છે. બ્રા સ્ટ્રેપની શોધ કરનાર વ્યક્તિનું નામ માર્ક ટ્વેઈન હતું. તેને તેના પેટન્ટ અધિકારો પણ મળ્યા. 1930 દરમિયાન બ્રા ચાર અલગ-અલગ કદમાં આવી. તેઓને A, B, C અને D તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. બાદમાં તેને એગ કપ, ટી કપ, કોફી કપ અને ચેલેન્જ કપ જેવા નામ આપવામાં આવ્યા.

ચીનની એક યુનિવર્સિટી બ્રાના અભ્યાસ માટે કોર્સ ચલાવે છે
ચીનમાં એક યુનિવર્સિટી છે બ્રા અભ્યાસનો કોર્સ ચલાવે છે. દુનિયામાં હાલ એક ખાસ સ્પોર્ટ્સ બ્રા પણ છે, જેની કિંમત લગભગ 68,000 છે. તેમાં હીટ સેન્સર લગાવવામાં આવ્યા છે, જે મેમોગ્રામના 6 વર્ષ પહેલા સ્તન કેન્સરના લક્ષણો શોધી કાઢે છે.

પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રાના રંગરૂપ બદલાયા
પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. કોર્સેટમાં વપરાતી ધાતુનો ઉપયોગ યુદ્ધના લેખોમાં થવા લાગ્યો. કોર્સેટ પાછળ દોરીઓ હતી, જે ખૂબ જ ચુસ્ત હતી. જો કે, તેને પહેરતી વખતે ઘણી સમસ્યાઓ હતી. બીજા વિશ્વયુદ્ધમાં ઓછી સામગ્રીમાંથી બનેલી 'યુટિલિટી બ્રા'નો જન્મ થયો.

98% મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે
એક સંશોધન મુજબ 98% મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે. આ સિવાવા મહિલાઓના ડાબા સ્તન જમણા સ્તન કરતા મોટા હોય છે. જૂના સમયમાં, બ્રા ચામડાની બનેલી હતી, જેને પહેરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

જાપાનમાં ઓટોમેટિક ઉતરી જતી બ્રા બનાવાઈ છે
જાપાનમાં એક બ્રા બનાવવામાં આવી છે, જે લવમેકિંગ દરમિયાન આપમેળે ખુલે છે. આ સિવાય ટ્વિટર સાથે જોડાયેલ બ્રા પણ છે. જ્યારે પણ તેને ઉતારવામાં આવે છે ત્યારે તે ટ્વીટ કરે છે, જેથી મહિલાઓને તેમના સ્તનો જાતે તપાસવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. પ્રથમ પેડેડ કપ 40 ના દાયકામાં હોલીવુડના ફ્રેડરિક દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે જ પ્રથમ પુશઅપ બ્રાની શોધ પણ કરી હતી.