Election Express: Video: કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, મોદીની બોટી-બોટી કરી દઇશું

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

Video: કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, મોદીની બોટી-બોટી કરી દઇશું

નવી દિલ્હી: યૂપીના સહારનપુરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદે નરેન્દ્ર મોદીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના કાર્યકર્તાઓ વચ્ચે ઇમરાન મસૂદે ભટકાઉ ભાષણ આપતાં નરેન્દ્ર મોદી માટે મારવા અને કાપવા જેવા આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. તેમના ભાષણનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે ભીડ સામે દાવો કરી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીને આકરો પાઠ ભણાવીશું અને બોટી-બોટી કરી દઇશું, ચૂંટણી પંચે ઇમરાનના ભાષણની વિગત મંગાવી છે.

નગ્માની સભામાં હંગામો, એક યુવકને ઘસી દિધો તમાચો

નગ્માની સભામાં હંગામો, એક યુવકને ઘસી દિધો તમાચો

મેરઠ

મેરઠ

મેરઠમાં કોંગ્રેસના ઉમેદવાર નગમાની જનસભા દરમિયાન હંગામો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. નગમાએ પહેલાં હંગામો કરી રહેલા લોકો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યારે હંગામો શાંત થયો નહી તો અધવચ્ચે સભા છોડીને જતી રહી. કેટલાક લોકોનું કહેવું છે કે નગમાની સાથે એક યુવકે છેડતી કરવાનો પ્રયત્ન કર્યો જેથી નગમાએ યુવકને થપ્પડ ચોડી દિધી. ત્યારબાદ જ હંગામો થયો.

આ સભા મેરઠના પોલીસ સ્ટેશન દેહલીગેટના જલી કોઠી વિસ્તારમાં યોજાવવાની છે. નગમા જેવી સભા માટે પહોંચી તો ભીડ બેકાબૂ થઇ ગઇ અને હંગામો શરૂ થઇ ગયો. લોકો નગમાને જોવા માટે બેકાબૂ બની ગયા. આ દરમિયાન મારઝૂડ શરૂ થઇ ગઇ અને લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા.

નવી દિલ્હી

નવી દિલ્હી

ગુજરાતના વડોદરામાં નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રીએ ભાજપના વડાપ્રધાન મંત્રીના ઉએદ્વારને જાતિવાદી ગણાવ્યા અને અને આરોપ લગાવ્યો કે તે મતવિસ્તારમાં દલિતોને ઉશ્કેરી ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

કોંગ્રેસ મહાસચિવ મધુસુદન મિસ્ત્રીએ એ પણ માંગણી કરી કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઇએ જેથી ચૂંટણીમાં બધાને બરાબરીની તક મળે. તેમને એમપણ કહ્યું કે નરેન્દ્ર મોદી કોર્પોરેટના ચહેરો છે જેણે તેમણે હજારો એકડર જમીન આપી છે.

ગાજિયાબાદ

ગાજિયાબાદ

ગુરૂવારે આમ આદમી પાર્ટીના લગભગ 50 કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ગયા. તેમાંથી એક મહિલાએ આમ આદમી પાર્ટીના એક પ્રભાવશાળી નેતા પર અશ્લીલ સંદેશ મોકલવાનો આરોપ પણ લગાવ્યો છે. આપના પૂર્વ નેતા કવિતા વર્માએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક નેતા દ્વારા અભદ્ર સંદેશ મોકલવાની ફરિયાદ કરવા માટે સંપર્ક કર્યો તો તેમને ચૂંટણી બાદ આવવા માટે કહેવામાં આવ્યું.

બનારસ

બનારસ

બનારસમાં નરેન્દ્ર મોદીને પડકાર ફેંકનાર 'આપ' પોતાના ઘરમાં લડાઇથી પરેશાન છે. અલ્હાબાદમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની પત્રકાર પરિષદમાં પાર્ટીના કાર્યકર્તા વચ્ચે ટિકીટ વહેંચણીને લઇને ઝઘડો થઇ ગયો. ટિકીટને લઇને કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર હંગામો થયો.

English summary
Congress candidate from Meerut Nagma on Thursday suddenly slapped a man who was closely following her during her campaign in a minority-dominated locality Jali Kothi here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X