For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: સફળતા નહી ખુશીઓના શોર્ટકટ વિશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કેટલાક લોકો પોતાને ખુશ રાખવા માટે ન જાણે શું કરતા રહે છે. તેમનું માનવું છે કે જો તેમની પાસે ખૂબ પૈસા છે, આલિશાન ગાડી છે અને પહેરવા માટે ડિઝાઇનર કપડાં છે, તો તે આ દુનિયાનો સૌથી ખુશનસીબ માણસ બની જશે. પરંતુ એવું હોતું નથી એક રિસર્ચ અનુસાર મૂડને હળવો કરી દેનાર એક લટાર મારી આવો અથવા મિત્રો સાથે ગપ્પાં મારવાથી પણ તમને ખુશી મળશે.

આજની દોડધામ ભરેલી જીંદગીએ આપણને મિત્રો અને પરિવારજનોથી દૂર કરી દિધા છે, જેના લીધે આપણી ખુશીઓનું કારણ આપણાથી દૂર જતું રહ્યું છે. પરંતુ જો તમે સાચે જ ખુશીઓનો શોર્ટકટ શોધી રહ્યાં છો તો, મોંઘા જૂતા, ડિઝાઇનર બેગ અને બનાવટી વસ્તુઓ પર પૈસા ખર્ચવાનું બંધ કરો અને કેટલીક સરળ વસ્તુઓ કરો અને ખુશીઓ માટે તમારી જીંદગીમાં દરવાજો ખોલો. આવો તમને જણાવીએ ખુશીઓનો શોર્ટકટ આ લેખના માધ્યમથી.

નવા જૂતાંના બદલે પ્લે ટિકિટ ખરીદો

નવા જૂતાંના બદલે પ્લે ટિકિટ ખરીદો

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાચી ખુશી કોઇ વસ્તુમાં છુપાયેલી હોતી નથી પરંતુ સારી યાદોમાં છુપાયેલી હોય છે. જો તમે કંઇક ખરીદો છો તેની ખુશી ફક્ત પળભર માટે જ હોય છે. પોતાની સેલરીને કોઇ યાત્રા કે થિયેટરની ખરીદવામાં ખર્ચ કરો ના કે કોઇ ડિઝાઇનર હેંડબેગ ખરીદવામાં.

મિત્રો સાથે સમય વિતાવો

મિત્રો સાથે સમય વિતાવો

ઘણા લોકો પોતાના મિત્રોને ફક્ત 10 ટકા જ મહત્વ આપે છે. પરંતુ જો તમે તમારા મિત્રો અને પરિવારવાળાનો સાથે દિવસ વિતાવો છો તો તમે ઘણા ખુશ જોવા મળશો.

બંધ કરો ટીવી

બંધ કરો ટીવી

જે લોકો ખુશ રહેતા નથી તે ખુશ રહેનાર વ્યક્તિની તુલનામાં 20 ટકા વધુ ટીવી જુએ છે. ટીવી જોવાના બદલે સારા પુસ્તક વાંચવાથી વધુ ખુશી મળે છે અને મનને શાંતિ મળે છે.

તમારું બેંક બેલેન્સ ચેક કરો

તમારું બેંક બેલેન્સ ચેક કરો

તમારી અસલી ખુશી એ વાત નિર્ભર નથી કરતી કે તમે દર મહિને પોતાના બેંકના એકાઉન્ટમાં કેટલા પૈસા ડિપોઝિટ કરે છે. પરંતુ ખુશી અને આત્મ સન્માન નાણા નિયંત્રણ વિશે આપણી સમજથી પ્રભાવિત થાય છે.

સારા કર્મ કરો

સારા કર્મ કરો

કોઇનીમ મદદ કરવી અથવા પછી ફ્રીમાં કેટલાક સારા કામ કરવાથી આત્મ સન્માન વધે છે અને ખુશી મળે છે. આ વાત રિસર્ચમાં સામે આવી છે.

ખોટી સ્માઇલ

ખોટી સ્માઇલ

યૂએસના એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે લોકો હંમેશા હસતા રહે છે તે સૌથી વધુ ખુશ રહે છે.

English summary
A brisk 10-minute walk can boost your mood and self-esteem while reducing anxiety and stress, according to a new report. Beat the blues and boost your happiness quota with these other simple tips and tricks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X